શેર બજારમાં બાદશાહત છે આ સ્ટોકની, જો શેર તૂટ્યો તો આખુ માર્કેટ...

PC: livemint.com

શું તમે જાણો છો કે, શેર માર્કેટનો બાદશાહ કોને કહેવામાં આવે છે. ભારતીય શેર બજારમાં એક એવો સ્ટોક છે જેનો માર્કેટ કેપ શેર માર્કેટના માર્કેટ કેપ કરતા પણ વધારે છે. જે રીતે આપણે આપણા પૈસાને બેંક ખાતામાં રાખીએ છીએ, એવી જ રીતે આપણે ખરીદેલા કંપનીના શેરને ડીમેટ અકાઉન્ટમાં રાખવામાં આવે છે. શેર બજારનો આ સ્ટોક આપણને ડીમેટ અકાઉન્ટની સુવિધા આપે છે. આ સ્ટોકમાં એટલી તાકાત છે કે આ સ્ટોક ક્યારેય પણ ડૂબી શકે નહીં. બજારના તજજ્ઞોનું એવું પણ માનવું છે કે, જો આ સ્ટોક ડૂબી ગયો તો આખુ શેર માર્કેટ પણ ડૂબી જશે.

શેર બજારમાં લાગેલા પૈસા માત્ર બે જ કંપનીઓ પાસે જાય છે. પહેલી CDSL અને બીજી NSDL. CDSL (સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ) એવો શેર છે, જે આપણને બેંકોની જેમ શેરને ડીમેટ અકાઉન્ટમાં રાખવાની સુવિધા આપે છે. CDSLનો માર્કેટ કેપ આખા શેર બજારના માર્કેટ કેપથી પણ વધારે છે. તો વળી આ સ્ટોકમાં ગજબનું ગ્રોથ પોટેંશિયલ છે. શેર માર્કેટમાં લાખો ડીમેટ અકાઉન્ટ છે. જેનો CDSLની પાસે 80 ટકા માર્કેટ શેર છે. તો કંપનીનો માર્કેટ કેપ 13,709 કરોડનો છે.

CDSL (સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ) અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) બંને જ ભારતમાં સરકારની રજિસ્ટર્ડ શેર ડિપોઝિટરી છે. જે તમને શેર, ડિબેન્ચર, મ્યૂચ્યુઅલ ફંડને ઈલેક્ટ્રોનિક ફોર્મમાં રાખે છે. દરેક ડિપોઝિટરી એક સ્ટોક એક્સચેંજથી જોડાયેલ છે. CDSL (સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ), બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE)માં ટ્રેડ કરવામાં આવેલા શેર, ઈટીએફ્સ, બોન્ડ્સની ઈલેક્ટ્રોનિક પ્રતિઓ રાખવાનું કામ કરે છે. તેવી જ રીતે, NSE(નેશનલ સ્ટોક એક્સચેંજ) એ જગ્યા છે જ્યાં NSDL- નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ કામ કરે છે. તો BSE(બોમ્બે સ્ટોક એક્સચેંજ) એ જગ્યા છે જ્યાં CDSL (સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ) કામ કરે છે.

કેટલાનો શેર

સોમવારના રોજ કારોબારી સત્ર દરમિયન CDSL (સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ)ની ક્લોઝિંગ કિંમત 1,312.90 રૂપિયા હતી. આ દરમિયાન 1326 રૂપિયાના હાઈ અને 14 રૂપિયાના ઘટાડાની સાથે 1305 રૂપિયાની નીચલી સપાટીએ પણ પહોંચ્યા. જો તમે પણ ક્યારેક CDSLના શેર લો છો, તો તમને લાંબા ગાળે આનો સારો નફો મળી શકે છે. તો NSDLના મુખ્ય પ્રમોટર ભારત સરકાર, IDBI, યૂનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા અને NSE છે. આ ઉપરાંત આમાં ઘણી પ્રમુખ બેંકોની પણ હિસ્સેદારી છે.

નોંધ-  માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે. અહીં આપવામાં આવેલા તથ્યો માત્ર જાણકારી માટે છે. જે રોકાણ કરવાની સલાહ આપતા નથી. કશે પણ રોકાણ કરવા પહેલા પોતાના સલાહકારની સલાહ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp