એલન મસ્કે પોતાના કૂતરાને બનાવી દીધો ટ્વીટરનો CEO! કહ્યું-તે બીજા કરતા સારો છે

PC: twitter.com/elonmusk

શું તમે ક્યારેય કોઈ કંપનીમાં કોઈ એવો CEO જોયા છે જે માણસ ન હોય? કે પછી શું તમે ક્યારેય કોઈ શ્વાનને કોઈ કંપનીના CEO બનતા જોયો છે, જો નહીં તો તમે જાણીને હેરાની થશે કે એલન મસ્કે એક શ્વાનને ટ્વીટરનો CEO બનાવી દીધો છે. આ શ્વાન એલન માસ્કનો પાળતુ શ્વાન છે, જેનું નામ છે ફલોકી. આ એક શીબા ઈનું પ્રજાતિનો શ્વાન છે. આ અગાઉ પરાગ અગ્રવાલ ટ્વીટરના CEO હતા, પરંતુ એલન મસ્કે ટ્વીટરના માલિક બન્યા બાદ પરાગ અગ્રવાલને બહારનો રસ્તો દેખાડી દીધો હતો.

પરાગ અગ્રવાલને કાઢ્યા બાદ હવે અંતે એલન મસ્કને નવો CEO મળી ચૂકી છે. ટ્વીટરના માલિક એલન મસ્કને લાગે છે કે તેમનો શ્વાન ફ્લોકી બીજા CEOની તુલનામાં ખ સારો છે. અહીં તેમનો સીધો ઈશારો પરાગ અગ્રવાલ તરફ છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે એલન મસ્કે 44 બોલિયાં ડોલરમાં ટ્વિટરને ખરીદી હતી, તો તેમણે ટ્વીટરના પૂર્વ CEO પરાગ અગ્રવાલને કાઢી દીધા હતા. માત્ર પરાગ અગ્રવાલ જ નહીં, પરંતુ એલન મસ્કે ઘણા કર્મચારીઓને કાઢી દીધા હતા. હવે એલન મસ્કે ટ્વીટરના CEOની ખુરશી પર પોતાના પાળતુ શ્વાન ફ્લોકીને બેસાડી દીધો છે.

એલન મસ્કે CEOની ખુરશી પર બેઠા પોતાના ડોગ ફ્લોકીની તસવીર શેર કર છે। તસવીરમાં ફલોકી બ્રાન્ડેડ બ્લેક ટી-શર્ટ પહેરીને નજરે પડી રહ્યો છે, જેના પર CEO લખેલું છે. તસવીરમાં ફ્લોકી સામે ટેબલ પર કેટલાક ડોક્યૂમેન્ટ રાખેલા નજરે પડી રહ્યા છે, જેમાં ફ્લોકીના પંજાના નિશાન અને ટ્વીટરના લોકો પણ છે. ફ્લોકી સામે એક નાનકડું લેપટોપ પણ છે, જેમાં ટ્વીટરનો લોગો બનેલો છે. એલન માસ્કને ફ્લોપીની એક નહીં, પરંતુ 3 તસવીરો શેર કરી છે.

પહેલી ટ્વીટમાં તેમણે લખ્યું કે, ‘ટ્વીટરના નવા CEO અમેઝિંગ છે. તેની નીચે વધુ ટ્વીટ્સ કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે બીજા લોકોની તુલનામાં ખૂબ સારો છે.’ ત્યારબાદ એલન મસ્કે બેક ટુ બેક અન્ય બે ટ્વીટ કરી છે. તમે અહીં ટ્વીટ જોઈ શકો છો.

ટ્વીટરને ખરીદવા પહેલા ટ્વીટરના પૂર્વ CEO પરાગ અગ્રવાલને લખેલા પોતાના એક ટેક્સમાં એલન મસ્કે ટ્વીટર બોર્ડમાં સામેલ થવાને સમયની બરબાદી બતાવી હતી. તેમણે લખ્યું હતું કે, ‘હું બોર્ડમાં સામેલ થઈ રહ્યો નથી. એ સમયની બરબાદી છે. મસ્કે પૂર્વ ટ્વીટર પ્રમુખ જેક ડોર્સીએ મસ્ક અને અગ્રવાલની મિત્રતા કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરતું એ પ્રયત્ન સફળ ન થઈ શક્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp