આ IPOએ આવતા વેંત ધૂમ મચાવી દીધી, પહેલા દિવસે 19 ગણો ભરાઈ ગયો, GMP 120 ટકા

આજથી મૂડીબજારામાં પ્રવેશેલો એક IPO રોકાણકારોને તગડી કમાણી કરાવી શકે છે, કારણકે IPOની કિંમત 100 રૂપિયાની અંદર છે જ્યારે ગ્રે માર્કેટમાં 220 રૂપિયાનું તો પ્રીમિયમ ચાલે છે. જો કે, જે રોકાણકારોને શેરો અલોટ થશે તેમના માટે ચાંદી જ ચાંદી છે. જાણકારોનું કહેવું છે કે, આ શેર શેરબજારમાં 317 રૂપિયાથી ઉપર લિસ્ટ થશે.

પહેલી સપ્ટેમ્બરથી ખુલેલો એક IPO જેનું પ્રાઇસ બેન્ડ 100 રૂપિયાની અંદર છે, પરંતુ ગ્રે માર્કેટમાં 220 રૂપિયા પ્રીમિયમ ચાલી રહ્યું છે. એ દ્રષ્ટિએ લિસ્ટીંગ સમયે આ શેરનો ભાવ 317 રૂપિયા ઉપર ટ્રેડ થઇ શકે છે. જેમને શેર લાગશે તેમને બખ્ખા પડી જવાના છે.

બેસિલિક ફ્લાય સ્ટુડીયોના IPOની પ્રાઇસ બેન્ડ 92-97 રૂપિયા છે. પરંતુ કંપનીના શેરનું ગ્રે માર્કેટમાં પ્રીમિયમ 220 રૂપિયા જેટલું ચાલે છે. જો 97 રૂપિયાના ભાવે પણ શેર અલોટ થાય છે તો લિસ્ટીંગ સમયે 317 રૂપિયા ઉપર ખુલી શકે છે.કંપનીના શેરા NSE SME એક્સ્ચેન્જમાં લિસ્ટ થશે.

બેસિલિક ફ્લાય સ્ટુડિયોનો IPO 1લી સપ્ટેમ્બર, શુક્રવારથી ખુલ્યો છે. સબસ્ક્રિપ્શન માટે આ ઇશ્યૂ 5 સપ્ટેમ્બર, મંગળવાર સુધી ખુલ્લો રહેવાનો છે. બેસિલિક ફ્લાય સ્ટુડિયાના શેરનું ગ્રે માર્કેટમાં 225 ટકા ઉપર પ્રીમિયમ ચાલી રહ્યું છે.

બેસિલિક ફ્લાય સ્ટુડીયોનું અલોટમેન્ટ 8 સપ્ટેમ્બરે થશે અને લગભગ 13 સપ્ટેમ્બરે શેરબજારમા લિસ્ટ થઇ શકે છે. આ IPOમાં 1 લોટ 1200 શેરનો છે. મતલબ કે રોકાણકારોએ 1 લોટ માટે કુલ 1,16,400 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

2012 માં સ્થપાયેલી બેસિલિક ફ્લાય સ્ટુડિયો મૂવીઝ, ટીવી શો, વેબ સિરીઝ અને જાહેરાતો માટે ગુણવત્તાયુક્ત, બજેટ-ફ્રેંડલી વિઝ્યુઅલ ઇફેક્ટ્સના કામ સાથે સંકળાયેલી છે. કંપની ભારતમાં એક મુખ્ય VFX પ્લેયર બની ગઈ છે અને તેણે લંડન અને વાનકુવર જેવા આંતરરાષ્ટ્રીય શહેરોમાં ઓફિસો પણ શરૂ કરેલી છે.

બેસિલિક ફ્લાય સ્ટુડીયોના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર બાલક્રિષ્નન છે જેઓ 37 વર્ષના છે. તેમણે ઇલેકટ્રોનિક મીડિયામાં અન્ના યુનિવર્સીટીમાંથી માસ્ટરની ડિગ્રી મેળવેલી છે.તેઓ 2016માં બોર્ડમાં જોડાયા હતા.

મીસ યોગલક્ષ્મી 33 વર્ષના છે અને તેઓ કંપનીના પ્રમોટર અને હોલટાઇમ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે ઇલેકટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનની ડિગ્રી મેળવેલી છે. ઉપરાંત પ્રભાકર જેઓ 35 વર્ષના છે અને કંપનીનો હોલટાઇમ ડિરેક્ટર છે. 

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.