આ છે દુનિયાનો સૌથી મોંઘો શેર, જેના એક શેરની કિંમત છે 4 કરોડ રૂપિયા

PC: https://www.linkedin

શેરબજાર હંમેશાં ઘણા લોકો માટે ઇન્ટરેસ્ટનો વિષય રહ્યું છે. ઘણા એવા લોકો છે જેમણે લાંબા ગાળાનું રોકાણ કરીને ધૂમ કમાણી કરી છે. એટલે જ કદાચ છેલ્લાં બે વર્ષમાં રિટેલ રોકાણકારોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આજે તમને એક એવા સ્ટોકની વાત કરીશું જે દુનિયાનો સૌથી મોટો સ્ટોક હોવાનું કહેવાય છે. એક શેરની કિંમત 4 કરોડ રૂપિયા છે. જોકે, રોકાણકારોને જણાવી દઇએ કે આ ભારતની કંપની નથી અને ભારતીય શેરબજારમાં લિસ્ટેડ નથી, પરંતુ અમેરિકાની કંપની છે.

તમને જણાવીએ કે દુનિયાના સૌથી મોંઘો સ્ટોક કયો છે? તે કંપનીનો માલિક કોણ છે? ખરેખર, વિશ્વના સૌથી મોંઘા સ્ટોકની કિંમત કરોડોમાં છે. વિશ્વનો સૌથી મોંઘા સ્ટોકનું નામ છે Berkshire Hathaway Inc. આ કંપનીના એક શેરની કિંમત 4 કરોડ રૂપિયાથી વધુ છે.

20 એપ્રિલના રોજ Berkshire Hathaway Inc.ના ભાવ મુજબ જોઇએ તો શેરનો ભાવ 528100 ડૉલર (અંદાજે 4,38,32,300 રૂપિયા) છે. દરેક રોકાણકાર આ કંપનીમાં પૈસા રોકવા માંગે છે, પરંતુ જ્યારે ઓછામાં ઓછા 4 કરોડ રૂપિયા હશે તો જ તેઓ શેર ખરીદી શકશે. Berkshire Hathaway Inc રોકાણ કરવું એ મોટાભાગના લોકો માટે એક સપનું જ રહી જાય છે.

હવે અમે તમને જણાવીએ કે આ કંપનીના વડા કોણ છે? Berkshire Hathaway Inc ના વડા વોરેન બફેટને આજની તારીખમાં કોઈ ઓળખની જરૂર નથી. વિશ્વની સૌથી મોંઘી સ્ટોક કંપની Berkshire Hathaway Inc ના વડા વોરેન બફેટ છે.

સમગ્ર વિશ્વમાં લોકો અનુભવી રોકાણકાર વોરેન બફેટને અનુસરે છે. એવું કહેવાય છે કે, વોરેન બફેટ જે કંપનીમાં રોકાણ કરે છે તેના દિવસો બદલાય છે. ફોર્બ્સ અનુસાર, વોરેન બફેટ Berkshire Hathaway Incમાં 16% હિસ્સો ધરાવે છે. કંપનીનો મોટાભાગનો બિઝનેસ અમેરિકામાં છે. Berkshire Hathaway Inc. કંપનીમાં લગભગ 3,72,000 કર્મચારીઓ કામ કરે છે. અમેરિકા સિવાય તે ચીનમાં પણ વિસ્તરણ કરવાની યોજના બનાવી રહ્યું છે. જ્યારે વોરેન બફેટે 1965માં આ ટેક્સટાઈલ કંપનીનો કબ્જો સંભાળ્યો ત્યારે તેના શેરની કિંમત $20 કરતા ઓછી હતી. વોરેન બફેટે અનેક લોકોને ઇન્વેસ્ટમેન્ટના પાઠ ભણાવ્યા છે. મતલબ કે તેમની પાસેથી ઘણા લોકો રોકાણની સ્ટ્રેટેજી શીખીને કરોડો રૂપિયા કમાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp