વર્લ્ડ બેંકના રિપોર્ટે ચિંતા વધારી, વિશ્વના ગરીબ દેશો ખતમ થઇ જશે

PC: liveindia.tv

મંદીનું જોખમ આખા વિશ્વ પર વધી જ રહ્યું છે. તેની આહટ લાંબા સમયથી સંભળાઇ રહી છે અને હવે વર્લ્ડ બેન્કે પોતાના રિપોર્ટમાં અમુક એવા સંકેતો આપ્યા છે. મંગળવારે જારી થયેલા આ વાર્ષિક રિપોર્ટમાં વર્લ્ડ બેન્કે ગ્લોબલ ઇકોનોમીના ગ્રોથ રેટનું અનુમાન ઘટાડીને 1.7 ટકા કરી દીધું છે. તેના પહેલા ત્રણ ટકા રહેવાનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું હતું.

વર્લ્ડ બેન્કે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, અમેરિકા, ચીન અને યુરોપ જેવી વિશ્વની અર્થવ્યવસ્થાઓના વિકાસ દરમાં ઘટાડો આવવાના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા હાલના વર્ષમાં મંદીની એકદમ નજીક આપી રહી છે. તેને જોતા 2023 માટે ગ્લોબલ ઇકોનોમીના ગ્રોથ અનુમાનને ઘટાડીને 1.7 ટકા કરવાં આવ્યો છે. આ આર્થિક વૃદ્ધિનું ત્રણ દાયકોમાં ત્રીજુ સૌથી ઓછું અનુમાન છે. તે પહેલા 2008ની મંદી અને 2020માં કોરોનાના પ્રકોપના કારણે વિકાસ દરમાં મોટો ઘટાડો નોંધવામાં આવ્યો હતો.

વર્લ્ડ બેન્ક અનુસાર, મંદીની અસર ગરીબ દેશો વિશેષ રૂપે આફ્રિકા જેવી કંટ્રી પર સૌથી વધારે જોવા મળશે. આ દેશોમાં પ્રતિ વ્યક્તિ આવક 2023 અને 2024માં 1.2 ટકાનો દરથી વધવાનું અનુમાન કરવામાં આવ્યું છે. તેનાથી ગરીબી વધવાની આશંકા પણ વધી રહી છે. તે સિવાય અમેરિકા યુરોપમાં સતત વધારવામાં આવી રહેલા વ્યાજ દરોમાં રોકાણને આકર્ષિત કરશે અને આ દેશોમાં રોકાણનું સંકટ છે.

રિપોર્ટમાં કોરોના અને યુક્રેન રશિયા યુદ્ધનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ચીન સહિત વિશ્વમાં જો કોરોના મહામારીનો પ્રકોપ વધે છે. તો ચીનની નબળી ઇકોનોમીના કારણએ યુરોપ ભોગવી રહ્યું છે. તે સિવાય યુક્રેન અને રશિયાનું યુદ્ધના કારણે અમેરિકામાં સપ્લાઇ ચેનમાં અવરોધો ઉભા થઇ શકે છે. જોકે, વર્લ્ડ બેન્ક અનુસાર, વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા આ વર્ષે મંદીથી બચી શકે છે, પણ તેનો વિકાસ દર ફક્ત 0.5 ટકા રહેવાનું અનુમાન છે.

વર્લ્ડ બેન્કે જ્યાં ગ્લોબલ ઇકોનોમીના વિકાસ દરનું અનુમાન ઘટાડ્યું છે. તો વિતેલા દિવસોમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે, IMFએ 2023-24માં ભારતનો આર્થિક વિકાસ દર 6.1 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. આ પહેલા તેના 6.8 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. તે સિવાય IMFએ ચીનના GDP ગ્રોથનું અનુમાન પણ ઘટાડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp