ફક્ત 6 સપ્તાહમાં જ 110%નું શાનદાર રિટર્ન આપ્યું આ કંપનીના શેરે

PC: moneycontrol.com

ઝેન ટેક્નોલોજીના શેર 16મી ઓગસ્ટના રોજ કારોબાર દરમિયાન નવી ઉંચાઇ એટલે કે 869.1 રૂપિયા પર પહોંચી ગયા છે. ગયા 8 દિવસોમાં આ એરોસ્પેસ કંપનીના શેરોમાં 44 ટકાની તેજી જોવા મળી છે. મજબૂત ઓર્ડર અને જૂન ક્વાર્ટરના સારા પરિણામોના કારણે કંપનીના શેરોમાં તેજી જોવા મળી રહી છે.

ગયા 6 સપ્તાહમાં કંપનીના શેરોમાં બેગણાથી પણ વધારે એટલે કે, 110 ટકાની તેજી જોવા મળી છે. આ કેલેન્ડર યર એટલે કે, 2023માં અત્યાર સુધી કંપનીના શેરો 372 ટકા સુધી ચઢ્યા છે. જ્યારે, આ દરમિયાન ઇન્ડેક્સમાં 7 ટકાનો જ વધારો જોવા મળ્યો છે. ઝેન ટેક્નોલોજીઝ, સેન્સર્સ અને સિમ્યુલેટર્સની ડિઝાઇન, ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે.

કંપની રક્ષા મંત્રાલય, સુરક્ષા બળો અને અર્ધસૈનિક બળોને ડિફેન્સ ટ્રેનિંગ સોલ્યુશન્સ પૂરા પાડે છે. કંપની લેન્ડ આધારિત મિલિટ્રી ટ્રેનિંગ સિમ્યુલેટર્સ, ડ્રાઇવિંગ સિમ્યુલેટર્સ, લાઇવ રેન્જ ઇક્વિપમેન્ટ અને એન્ટી ડ્રોન સિસ્ટમ્સનું મેન્યુફેક્ચરિંગ કરે છે. ફાઇનાન્શિયલ યર 2024ના પહેલા ક્વાર્ટરમાં જ કંપનીનો નેટ પ્રોફિટ 474 ટકાના વધારા સાથે 47.13 કરોડ રૂપિયા રહ્યો. ગયા વર્ષે આ જ અવધિમાં કંપનીનો નફો 8.21 કરોડ રૂપયા હતો.

આ દરમિયાન, કંપનીની કુલ ઇનકમ લગભગ 4 ગણી વધીને 132.08 કરોડ રૂપિયા રહી ગઇ. ગયા વર્ષની આ જ અવધિમાં કંપનીની ઇનકમ 35.38 કરોડ રૂપિયા હતી. જૂન ક્વાર્ટરમાં કંપનીનો EBITA 414 ટકાના વધારા સાથે 68.79 કરોડ રૂપિયા રહી ગયો. નફામાં શાનદાર વધારાના કારણે સિમ્યુલેશન એક્સપોર્ટ અને ઘરેલુ બજારમાં મોટા પાયા પર એન્ટી ડ્રોન ઓર્ડર છે. ગયા સપ્તાહમાં ઝેન ટેક્નોલોજીઝે કહ્યું હતું કે, કંપનીને ડિફેન્સ મિનિસ્ટ્રી તરફથી 64.97 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે.

કંપનીએ કહ્યું ક, જુલાઇ, 2023માં કંપનીએ 500 કરોડ રૂપિયાનો ઓર્ડર હાંલસ કર્યો છે. તેની સાથે જ, કંપનીની ઓર્ડર બુક વધીને 1000 કરોડ રૂપિયા થઇ ગઇ છે. આ આંકડો ગયા દાયકાના આખા ટર્નઓવર કરતા પણ વધારે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની વધતી લોકપ્રિયતા વચ્ચે કંપનીના મેનેજમેન્ટને એક્સપોર્ટ માર્કેટમાં પણ બિઝનેસમાં વધારાની આશા છે. કંપની ખાસ રૂપે સિમ્યુલેટર્સ અને એન્ટી ડ્રોન સિસ્ટમને વિદેશી બજારોમાં વેચવાની કોશિશ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp