શેરબજારમાં ‘SALMAN’નો ડંકો, 37 ટકા રિટર્ન આપ્યું, Hrithikનો પણ દબદબો

શેરબજારમાં ‘SALMAN’ અને ‘HRITHIK’ શેરોમાં ભારે દબદબો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સલમાન શેરોએ તો વર્ષમાં 37 ટકા જેટલું રિટર્ન આપ્યું છે.

સલમાન ખાન મંગળવારે 27 ડિસેમ્બર 2022 ના રોજ 57 વર્ષનો થયો. આ નામ બોલિવૂડની ઓળખ બની ગયું છે ત્યારે ભારતીય શેરબજારમાં પણ ‘સલમાન’નો ડંકો વાગી રહ્યો છે. આ નામો સાથે રોકાણ કરનારા રોકાણકારોને વર્ષ 2022માં 37 ટકા સુધીનું જબરદસ્ત વળતર મળ્યું છે. તમે વિચારતા હશો કે કેવી રીતે? આખરે સલમાનનું શેરબજાર સાથે શું કનેક્શન છે?

 બોલિવુડ અભિનેતા સલમાન ખાનનો શેરબજારમાં ‘સલમાન’ના શેર સાથે કોઈ સંબંધ નથી. તેના બદલે, સલમાન એ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), એક્સિસ બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, મારુતિ સુઝુકી, અદાણી પોર્ટ્સ અને NTPC જેવા 6 લાર્જકેપ શેરોના પહેલાં નામનો અક્ષર બનાવીને ‘સલમાન’ શેર એવું નામ આપવામાં આવ્યું છે.

આ તમામ કંપનીઓના પ્રથમ અક્ષરોને એકસાથે મૂકીને SALMAN નામ બને છે. તેથી જ અમે કહીએ છીએ કે આ નામ આખા વર્ષ દરમિયાન શેરબજારમાં સાંભળવામાં આવ્યું છે. આમાં સામેલ તમામ છ શેરોએ 2022માં તેમના રોકાણકારોને 37 ટકા સુધીનું વળતર આપ્યું છે. શેરબજારના ડેટા દર્શાવે છે કે સલમાનના છ શેરોએ 2022માં ઓછામાં ઓછું 10 ટકા વળતર આપ્યું છે.

સલમાનમાં સામેલ એક્સિસ બેંકેઆ પેકમાં સૌથી વધુ નફો કરાવ્યો છે, જે 31 ડિસેમ્બર, 2021 સુધીમાં 678.55 રૂપિયાના સ્તરથી 37 ટકા વધીને 933 રૂપિયા થઈ ગયો છે. આ ઉપરાંત, NTPCનો શેર ડિસેમ્બર 2021ના અંતે રૂ. 124.40ની સરખામણીમાં 33 ટકા વધીને રૂ. 165.55 થયો છે. આ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં SBI રૂ. 460.45 થી રૂ. 596.75 સુધી 30 ટકા વધ્યો છે.

 મારુતિ સુઝુકી, અદાણી પોર્ટ્સ અને લાર્લન એન્ડ ટુબ્રો કંપનીના શેર પણ રોકાણકારો માટે નફાકારક સોદો સાબિત થયા છે. આ શેરોએ પણ એક વર્ષમાં 10 થી 11 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, 2023 માટે મોતીલાલ ઓસ્વાલ સિક્યોરિટીઝની ટોચની પસંદગીઓમાં સલમાનની SBI, L&T, મારુતિ સુઝુકી અને એક્સિસ બેંકનો પણ સમાવેશ થાય છે.

સલમાનની જેમ Hrithikનો દબદબો પણ શેરબજારમાં જોવા મળ્યો છે. Hrithik પેકમાં સામેલ શેરની વાત કરીએ તો તેમાં સાત નામ સામેલ છે. HDFC ટ્વિન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ICICI બેંક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS), ઇન્ફોસિસ અને કોટક મહિન્દ્રા બેંકનો સમાવેશ થાય છે.

About The Author

Top News

AMCમાં સંકલનનો અભાવ? 16 બ્રિજ પર ભારે વાહનો માટે લગાવેયલો પ્રતિબંધ હટાવાયો; R&B કમિટીના ચેરમેન બોલ્યા- 'કદાચ કમિશનરે લગાવ્યા હશે..'

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફરી એકવાર પોતાના જ નિર્ણયોમાં ગંભીર સંકલનના અભાવને કારણે ચર્ચા છે. અમદાવાદના 16 બ્રિજ પર...
Gujarat 
AMCમાં સંકલનનો અભાવ? 16 બ્રિજ પર ભારે વાહનો માટે લગાવેયલો પ્રતિબંધ હટાવાયો; R&B કમિટીના ચેરમેન બોલ્યા- 'કદાચ કમિશનરે લગાવ્યા હશે..'

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.