GST કાઉન્સીલના નિર્ણયથી આ શેર 22 ટકા તુટ્યો, પણ, નજારાના શેરમાં ઝડપી રિકવરી આવી

PC: PIB

GST કાઉન્સિલે ઑનલાઇન ગેમિંગ પર 28 ટકા GST નાંખ્યો છે.. તેના કારણે લિસ્ટેડ ગેમિંગ કંપનીઓના શેરમાં લગભગ 28 ટકાનો ઘટાડો થયો હતો. જો કે, નઝારા ટેકનો શેર, જે ઇન્ટ્રા-ડે 14 ટકાથી વધુ ઘટ્યો હતો, તે હવે માત્ર 4 ટકા નીચે છે. જાણો શા માટે આ શેરમાં  રિકવરી દેખાઈ રહી છે અને કઈ કંપનીનું માર્કેટ કેપ તુટી ગયું છે. જો કે, જે શેરમાં 28 ટકા તુટ્યા હતા, તેમાં રિકવરી આવી હતી અને છેલ્લે 22 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

GST કાઉન્સિલે ઑનલાઇન ગેમિંગ પર 28 ટકા GST નાંખવાનો નિર્ણય કર્યો છે. નઝારા ટેક આ અંગે બેફિકર દેખાઇ રહી હતી. પરંતુ તેની બેફિકરાઇ રોકાણકારોને સંપૂર્ણ રીતે આશ્વાસન આપવામાં નિષ્ફળ ગઈ હતી અને આજે તેના શેર 14 ટકાથી વધુ ઘટી ગયા હતા. જો કે કારોબાર આગળ વધતા ભાવમાં થોડી રિકવરી જોવા મળી હતી, પરંતુ હજુ પણ તેમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

નજારાનો શેર હાલમાં BSE પર રૂ. 680.90  પર ટ્રેડ થઈ રહ્યો છે, જે 3.62 ટકા ઘટ્યો છે.. નઝારા સિવાય બીજી ગેમિંગ કંપની ડેલ્ટા કોર્પ વિશે વાત કરીએ તો તેની હાલત એકદમ ખરાબ છે. આ શેર ધડામ કરીને 28 ટકા તુટીને 178.20 પર આવી ગયો. એ પછી ભાવમાં થોડી રિકવરી થઇ અને ડેલ્ટા કોર્પ 22.71 ટકાના ઘટાડા સાથે 190.75 પર બંધ રહ્યો છે.

ડેલ્ટા કોર્પની તુલનામાં, નજારાએ ઇન્ટ્રા-ડેના નીચા સ્તરેથી ઝડપી રિકવરી દર્શાવી હતી. આનું કારણ એ છે કે નજારાના કહેવા મુજબ ઓનલાઈન ગેમિંગ પર નાંખવામાં આવેલા 28 ટકા GST, તેની આવક પર ઓછી અસર કરશે. નઝારા ટેક કહે છે કે એકવાર આ નિયમ લાગુ થઈ જાય પછી, માત્ર તેના કૌશલ્ય આધારિત રિયલ મની ગેમિંગ સેગમેન્ટ પર 28 ટકા ટેક્સ લાગશે અને આ સેગમેન્ટ તેની આવકમાં લગભગ 5.2 ટકા હિસ્સો ધરાવે છે.

ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને અર્ન્સ્ટએંડ યંગ (EY)ના એક સંયુક્ત રિપોર્ટમાં જણાવ્યા મુજબ વર્ષ 2022માં ઓનલાઇન ગેમિંગ કંપનીઓઅ 13,500 કરોડ રૂપિયાની રેવેન્યૂ હાંસલ કરી છે. હવે એવો અંદાજ છે કે ઓનલાઇન ગેમિંગ કંપનીઓની આવક વર્ષ 2023માં 16,700 કરોડ રૂપિયા અને વર્ષ 2025માં 23,100 કરોડ રૂપિયા પર પહોંચી શકે છે. જો કે હવે ઓનલાઇન ગેમ પર 28 ટકા  GST લાગવાના કારણે ગેમિંગ કંપનીઓ ચિંતામાં મુકાઇ ગઇ છે.કારણકે નવા કાયદા હેઠળ યૂઝર્સ જે પૈસા ભરશે, તેની પુરી વેલ્યુ પર 28 ટકા ટેક્સ લાગશે.

ઓવ ઇન્ડિયા ગેમિંગ ફેડરેશનના CEO રોલેન્ડ લેડર્સે GST કાઉન્સીલના નિર્ણયને ગેરબંધારણીય, અટપટો અને ગરબડ વાળો કહ્યો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp