બજેટ પહેલા આ શેરોમાં આવી શકે છે તેજી, જાણો બજેટની રણનીતિ

PC: outlookindia.com

દર વર્ષે યુનિયન બજેટ રજૂ થયા પહેલા અમુક કંપનીના શેરોમાં જોરદાર ઉછાળો આવે છે. અમુક ખાસ સેક્ટર માટે બજેટમાં મોટા એલાનની આશામાં શેરોમાં તેજી આવી જાય છે. ઘણા રોકાણકારો આ મોકાનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરતા હોય છે. ખરા ભાવ પર આ કંપનીઓના શેરોમાં રોકાણ તમને એકથી દોઢ મહિનામાં શાનદાર રિટર્ન આપી શકે છે. આગામી યુનિયન બજેટ પહેલા અમુક શેરોમાં શાનદાર કમાણીના મોકા નજરે પડી રહ્યા છે. તેમાં રોકાણ કરવાથી તમને 1લી ફેબ્રુઆરી, 2023 સુધી રાહ જોવી પડશે.

એ જ દિવસે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ યુનિયન બજેટ રજૂ કરશે. એક્સપર્ટ્સનું માનવું છે કે, આગલા નાણાંકીય વર્ષમાં પણ ઇન્ફ્ર્રાસ્ટ્રક્ચર પર સરકારનું ફોકસ બનેલું રહેશે. તેનો ફાયદો IRCON int., PNC infra, KNR Consructionને મળી શકે છે. તેમનું માનવું છે કે, સરકાર રેલવે અને રોડ સેક્ટર માટે પોતાનું આવંટન વધારશે. સરકાર રોડ કંસ્ટ્રક્શનની ઝડપ વધારીને રોજ 50 કિલોમીટર સુધી લાવવા માગે છે.

IRCON int.

આ ભારતીય રેલવેની સબ્સિડિયરી કંપની છે. આ રેલવે, હાઇવેઝ, બ્રિજ, ફ્લાઇઓવર્સ, સુરંગ, મેટ્રો અને રેલવે ઇલેક્ટ્રિફિકેશન સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પૂરા કરે છે. એક બ્રોકરેજ ફર્મે કહ્યું કે, ઇરકોન ઇન્ટરનેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની મોટી કંપની છે. સપ્ટેમ્બર 2022માં તેની ઓર્ડર બુક 40020 કરોડ રૂપિયા હતી. તેમાં રેલવે પ્રોજેક્ટ્સની હિસ્સેદારી 77 ટકા છે. આ બિઝનેસમાં સ્પર્ધા હોવા છતાં સારા ટ્રેક રેકોર્ડનો ફાયદો આ કંપનીને મળશે. બે બ્રોકરેજ ફર્મોએ તેના શેરોમાં ખરીદીની સલાહ આપી છે.

PNC infra. અને KNR Construction

આ બન્ને કંપનીઓ નવેમ્બરમાં બ્રોકરેજ ફર્મોની ખરીદીની સલાહ વાળી લિસ્ટમાં શામેલ છે. તેનું કારણ એ છે કે, બન્નેનું ઓપરેટિંગ કેશ ફ્લો સારું છું. બન્ને પોતાનું દેવું પણ ઘટાડવાની કોશિશ કરી રહ્યા છે. નોમુરાએ આ કંપની એટલા માટે પસંદ કરી છે કારણ કે, તે લોસમાંથી નેટ કેશ વાળી કંપની બની ગઇ છે. 20 બ્રોકરેજ ફર્મોએ ઇન્ફ્રાટેકના શેરોને ખરીદીની સલાહ રોકાણકારોએ આપી છે. 22 બ્રોકરેજ ફર્મોએ KNR Constructionમાં ખરીદીની સલાહ આપી છે.

HAL

આ ડિફેન્સ સેક્ટરની સરકારની સૌથી મોટી કંપની છે. આ એરક્રાફ્ટ્સ, હેલીકોપ્ટર્સ, એરો એન્જિન્સ, એવિયોનિક્સ અને એરોસ્પેસ સ્ટ્રક્ચર્સ સહિત ઘણા પ્રકારના પ્રોડક્ટ્સ બનાવે છે. સપ્ટેમ્બર, 2022માં તેની ઓર્ડર બુક 83800 કરોડ રૂપિયાની હતી. કંપનીને છ મહિનામાં ઓર્ડર બુક 500 અબજ ડોલર પહોંચવાની આશા છે. એનાલિસ્ટ કહે છે કે, કંપનીની ઓર્ડર બુક ઘણી સારી છે. 9 બ્રોકરેજ ફર્મે આ કંપનીમાં ખરીદીની સલાહ આપી છે.

ભારત ડાઇનેમિક્સ

આ ડિફેન્સ સેક્ટરની પ્રમુખ સરકારી કંપની છે. આ કંપની એર મિસાઇલ, એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ, એર ટુ એર મિસાઇલ, અંડરવોટર વેપન્સ, લોન્ચર્સ અને ટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ બનાવે છે. આગામી બેથી ત્રણ વર્ષમાં કંપનીની ઓર્ડર બુક વધીને 250 અબજ ડોલર સુધી પહોંચવાની આશા છે. સરકાર દેશમાં જ મિસાઇલ બનાવવા પર ફોકસ વધારી રહી છે. તેનો સીધો ફાયદો આ કંપનીને મળશે. સપ્ટેમ્બર 2022ના રોજ કંપનીની ઓર્ડર બુક 12000 કરોડ રૂપિયાની હતી. સાત બ્રોકરેજ ફર્મોએ આ કંપનીના શેરોમાં ખરીદીની સલાહ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp