ગૌતમ અદાણીના આ બે ભાઇઓ રાજેશ અને વિનોદ અદાણી પર ગંભીર આરોપો લાગ્યા છે

રિસર્ચ ફર્મ હિંડનબર્ગના એક રિપોર્ટથી ગૌતમ અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી છે. અમેરિકાની ઇનવેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મે 106 પેજનો એક રિપોર્ટ રજૂ કર્યો છે. જેના કારણે અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં જોરદાર વેચવાલી જોવા મળી. હિંડનબર્ગે આરોપ લગાવ્યા છે કે, અદાણી ગ્રુપની કંપનીઓમાં સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડ કરવામાં આવ્યા છે. તેની સાથે જ ટેક્સ હેવન વાળા દેશોનો ખોટો ઉપયોગ કરીને પર્સનલ સંપત્તિ બનાવવામાં મદદ કરવામાં આવી છે. હિંડનબર્ગના રિપોર્ટમાં કહેવાયું છે કે, ગૌતમ અદાણીના પરિવારના વિનોદ અદાણી, રાજેશ અદાણી, સમીર વોરા, જતીન મેહતા અને પ્રિતી અદાણી આ ફ્રોડમાં શામેલ છે.

ફોરેન્સિક ફાઇનાન્શિયલ રિસર્ચ ફર્મ હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, અદાણી ગ્રુપની કંપનીઓમાં શોર્ટ પોઝીશન લેવામાં આવી છે. રિપોર્ટમાં અદાણી ગ્રુપની દરેક કંપનીઓની લોન પર સવાલ ઉભા કર્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, અદાણી ગ્રુપની સાત લિસ્ટેડ કંપનીઓ 85 ટકાથી વધારે ઓવરવેલ્યુડ છે. રિસર્ચના લેટેસ્ટ રિપોર્ટમાં અદાણી ગ્રુપને 88 સવાલ કરવામાં આવ્યા છે. આ રિપોર્ટના કારણે અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં વેચવાલી વધી છે. એ કારણે અદાણી ગ્રુપની 7 કંપનીઓના શેર ગયા 3 વર્ષોમાં 8 ગણાથી પણ વધારે વધી ગયા છે. આ કારણે અદાણી ગ્રુપના મુખિયા ગૌતમ અદાણની ખાનગી સંપત્તીમાં લગભગ 8.15 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

આરોપ લગાવવામાં આવ્યા છે કે, અદાણી ગ્રુપ દાયકાઓથી ખુલ્લી રીતે શેરોમાં ગડબડ અને દગાખોરીમાં શામેલ છે. હિંડનબર્ગનો આ રિપોર્ટ અદાણી એન્ટરપ્રાઇઝના 20000 કરોડ રૂપિયાના FPOના આવેદન ખુલવાના એકદમ પહેલા આવ્યો છે. કંપનીનો FPO શુક્રવારના રોજ ખુલ્યો છે.

વિનોદ અદાણી ગૌતમ અદાણીના મોટા ભાઇ છે. હિંડનબર્ગના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિનોદ અદાણી ઓફશોર શેલ કંપનીઓનું મેનેજમેન્ટ સંભાળે છે. વિનોદ શાંતિલાલ અદાણી હાલમાં જ સૌથી અમીર NRI બનીને ઉભર્યા છે. વિનોદ અદાણીનું નામ 2016માં પનામા પેપર લીક અને 2021માં પેન્ડોરા પેપરમાં સામે આવ્યું હતું.

રાજેશ અદાણી ગૌતમ અદાણીના નાના ભાઇ છે. હિંડનબર્ગના રિસર્ચ રિપોર્ટમાં રાજેશ અદાણી પર આરોપ લાગ્યો છે કે, તેમણે હીરેકી ટ્રેડિંગ અને ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. રાજેશ અદાણી વર્ષ 1999 અને 2010માં બે વખત દગાખોરીના આરોપમાં અરેસ્ટ થઇ ચૂક્યા છે. રાજેશ અદાણી હાલ અદાણી ગ્રુપ ઓફ કંપનીઝમાં મેનેજિંગ ડાયરેક્ટરના રૂપમાં કામ કરી રહ્યા છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.