- Business
- આ સ્ટોક આ વર્ષમાં 91 ટકા ઉછળી ગયો, કંપનીની આ સ્ટ્રેટેજી કામ કરી ગઇ
આ સ્ટોક આ વર્ષમાં 91 ટકા ઉછળી ગયો, કંપનીની આ સ્ટ્રેટેજી કામ કરી ગઇ
ઓટો સેક્ટરની એક કંપનીના શેરમાં ભારે ખરીદી જોવા મળી રહી છે.આ મહિનામાં શેર 31 ટકા ઉપર ગયો છે. આજે બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE)માં શેરનો ભાવ રેકોર્ડ ઉંચાઇએ પહોંચી ગયો છે. આ શેરમાં આટલી બધી ખરીદી કેમ નિકળી રહી છે? આ વર્ષમાં આ ઓટો શેર 91 ટકા જેટલો ઉછળી ગયો છે.

ઓટો સેક્ટરની દિગ્ગજ કંપની JBM ઓટાના શેરમાં ભારે ખરીદી જોવા મળી રહી છે. આજે શેરનો ભાવ BSE પર 3.29 ટકા જેટલો વધીને 986 પર બંધ રહ્યો છે. જો કે ઇન્ટ્રા ડેમાં તો 1012ની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. JBMના શેરમાં આ વર્ષની શરૂઆતથી જ ખરીદી જોવા મળી છે એટલે એક વર્ષમાં શેરનો ભાવ 91 ટકા ઉછળી ગયો છે.

ઝડપી વિસ્તરણને કારણે JBM ઓટોના શેરમાં આ વર્ષની શરૂઆતથી જ તેજી જોવા મળી રહી છે. જાન્યુઆરીમાં, કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની JBM ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પ્રાઇવેટ લિમિટેડે ત્રણ સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ તૈયાર કરી હતી. JBM ઇલેક્ટ્રિક ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ, JBM ગ્રીન ટેક્નૉલોજિસ પ્રાઇવેટ લિમિટેડ અને JBM ઇકો ટેક પ્રાઇવેટ લિમિટેડ. આમાંની દરેક કંપની પાસે રૂ. 50,000 ની પેઇડ-અપ કેપિટલ એટલે કે રૂ. 10 ના 5000 ઇક્વિટી શેર છે.JBM ઓટોએ 4 જાન્યુઆરીએ એક્સચેન્જ ફાઈલિંગમાં માહિતી આપી હતી કે ઓટો સેક્ટરમાં બિઝનેસ માટે કંપનીઓ બનાવવામાં આવી છેઅને તેમનું કામ હજુ શરૂ કરવાનું બાકી છે.

JBM ઓટોએ વર્ષ 1983માં તેનો બિઝનેસ શરૂ કર્યો હતો અને તે સમયે તે સિલિન્ડરનું ઉત્પાદન કરતી હતી. કંપનીની વેબસાઈટ પરની વિગતો અનુસાર, તેનો બિઝનેસ હવે 10 દેશોમાં ફેલાયેલો છે અને તેમનું ગ્રુપ 260 મિલિયન ડોલરનું છે.. તે શીટ મેટલ કમ્પોનન્ટસ, ટૂલ્સ, ડાઈઝ અને મોલ્ડ જેવા ઓટો પાર્ટ્સનું વેચાણ કરે છે. કંપની બસોનું ઉત્પાદન અને વેચાણ પણ કરે છે, જેમાં તે સ્પેરપાર્ટ્સ, એસેસરીઝના વેચાણ અને તેની જાળવણી માટે કરાર પણ કરે છે.આ ઉપરાંત, તે EV, EV ચાર્જિંગ ઇન્ફ્રા સેગમેન્ટમાં પણ છે. કંપનીના નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો, BSE પર ઉપલબ્ધ ડેટા અનુસાર, તેનો ચોખ્ખો નફો જાન્યુઆરી-માર્ચ 2023માં વાર્ષિક ધોરણે રૂ. 84.98 કરોડથી ઘટીને રૂ. 26.81 કરોડ થયો છે.
નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હીતાવહ છે.

