વધારે પગાર આપવાની બાબતમાં મુંબઇ અને બેંગલુરુ કરતા આગળ છે આ શહેર

PC: fibe.in

જુલાઇ, 2023 સુધી એવરેજ પગારના સરવેના આંકડા આવી ચૂક્યા છે. ભારતમાં એવરેજ વાર્ષિક પગાર 18,91,085 રૂપિયા છે, જ્યારે મોસ્ટ કોમન અર્નિંગ 5,76,851 રૂપિયા છે. જ્યારે પુરૂષો અને મહિલાઓ વચ્ચે પગારમાં અંતર ઘણું વધારે છે. પુરૂષોને એવરેજ પગાર 19 લાખ 53 હજાર રૂપિયા અને મહિલાઓને એવરેજ વેતન 15 લાખ 16 હજાર રૂપિયાથી વધારે મળે છે.

એવરેજ પગારનો સરવે આખા વિશ્વના 138 દેશોના હજારો વ્યક્તિઓના વેતનના ડેટા રજૂ કરે છે અને તેનું વિષ્લેષણ કરે છે. ભારત માટે આપવામાં આવેલી જાણકારી 1570 લોકોના પગાર પર આધારિત છે. વિભિન્ન કેરિયર ફિલ્ડના મેનેજમેન્ટ અને બિઝનેસથી સૌથી વધારે એવરેજ ઇનકમ 29 લાખ 50 હજાર 185 રૂપિયા છે. જે બાદ લો પ્રોફેશનથી લોકોની આવક થઇ છે, જેમાં વાર્ષિક એવરેજ ઇનકમ 27 લાખ 2 હજાર 962 રૂપિયા થઇ છે.

સરવેના આંકડા અનુસાર, 20 વર્ષથી વધારેના અનુભવ વાળા વ્યક્તિઓને 38 લાખ 15 હજાર 462 રૂપિયાનું વેતન આપવામાં આવે છે. જ્યારે, 16થી 20 વર્ષના અનુભવ વાળા લોકોને 36 લાખ 50 હજારથી વધારે વેતન મળે છે. જ્યારે, ડોક્ટરેટની ડિગ્રી વાળા લોકો 27 લાખ 52 હજારથી વધારે કમાય છે, જ્યારે હાઇસ્કુલ ડિગ્રીથી નીચેના લોકો એવરેજ 11 લાખ 12 હજાર રૂપિયાથી વધારે વાર્ષિક કમાણી કરે છે.

સરવેના રિપોર્ટ અનુસાર, શહેરોમાં એવરેજ વાર્ષિક વેતનના કેસમાં સોલાપુર ઉચ્ચતમ આંકડા વાળું શહેર બની ગયું છે, જે પ્રતિ વ્યક્તિ વાર્ષિક 28 લાખ 10 હજાર 092 રૂપિયા પે કરી રહ્યી છે. જોકે, આ શહેરમાં ફક્ત બે લોકોનો સરવે કરવામાં આવ્યો છે. જ્યારે, મુંબઇમાં 1748 લોકોનો સરવે કરવામાં આવ્યો છે, ત્યાં લોકોનું એવરેજ વેતન 21 લાખ 17 હજાર રૂપિયાથી વધારે છે. જે સિવાય બેંગલુરુમાં એવરેજ વાર્ષિક પગાર 21.01 લાખથી વધારે છે. અહીં લગભગ 2800 લોકોનો સરવે કરવામાં આવ્યો છે.

રાજધાની દિલ્હીમાં લોકોનો વાર્ષિક પગાર 20 લાખ 43 હજાર 703 રૂપિયા છે. અહીં, 1890 લોકોનો સરવે કરવામાં આવ્યો છે. ભુવનેશ્વરમાં એવરેજ સેલેરી 19 લાખ 94 હજાર 259 રૂપિયા છે. રાજસ્થાનના જોધપુરનું વાર્ષિક એવરેજ વેતન 19 લાખ 44 હજાર 814 રૂપિયા છે. પુના અને શ્રીનગરમાં એવરેજ વાર્ષિક વેતન 18 લાખ 95 હજાર 370 રૂપિયા છે. જ્યારે, હૈદરાબાદમાં વાર્ષિક વેતન 18 લાખ 62 હજાર 407 રૂપિયા છે.

ભારતના યુપીમાં સૌથી વધારે એવરેજ સેલેરી 20,730 રૂપિયા છે. યુપી બાદ વેસ્ટ બેન્ગાલની એવરેજ સેલેરી 20210 રૂપિયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં એવરેજ પગાર 20110 રૂપિયા છે. બિહાર 19960 રૂપિયા સાથે 4થા નંબર પર છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન પાંચમા નંબર પર 19740 રૂપિયા સાથે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp