અનિલ અંબાણીની આ કંપનીએ 6 મહિનામાં બમણા કર્યા પૈસા, 3 વર્ષમાં 17 ગણું વળતર!

PC: awesomegyan.co

ઉદ્યોગપતિ અનિલ અંબાણીની લગભગ તમામ કંપનીઓ ખોટમાં ચાલી રહી છે, કેટલીક કંપનીઓ તો નાદાર પણ થઈ ગઈ છે. દરમિયાન, છેલ્લા 6 મહિનામાં અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. રિલાયન્સ પાવરના શેરની કિંમત માત્ર 6 મહિનામાં બમણી થઈ ગઈ છે.

જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં રિલાયન્સ પાવરનો શેર રૂ.1 થી વધીને રૂ.20 થયો છે. રિલાયન્સ પાવરનો શેર ગુરુવારે ટ્રેડિંગ પછી ફ્લેટ બંધ રહ્યો હતો. શેર રૂ.19.20 પર ખૂલ્યો અને ટ્રેડિંગ દરમિયાન રૂ.20.15 સુધી ગયો, અંતે રૂ.19.15 પર બંધ થયો. શેરબજારમાં ભારે ઘટાડાથી ગુરુવારે શેર નજીવા 0.26 ટકા ઘટીને બંધ થયા હતા.

અહીં તમને જણાવી દઈએ કે, રિલાયન્સ પાવરના શેર તેમના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરની ખૂબ નજીક છે. કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 22.05 રૂપિયા છે. જ્યારે શેરનો 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 9.05 છે.

રિલાયન્સ પાવરનો શેર 27 માર્ચ 2020ના રોજ રૂ. 1.12 પર હતો. જે હવે વધીને રૂ.20 સુધી પહોંચી ગયો છે. રિલાયન્સ પાવરના શેર સાડા ત્રણ વર્ષમાં લગભગ 1650 ટકા વધ્યા છે. એટલું જ નહીં છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરમાં 115 ટકાનો અદભૂત વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન રિલાયન્સ પાવરનો શેર રૂ. 9.15 થી વધીને રૂ. 20 સુધી પહોંચી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અનિલ અંબાણી જૂથની બે લિસ્ટેડ કંપનીઓ- રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રૂ.1043 કરોડ ઊભા કર્યા છે. આ નાણાં રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સમાંથી એકત્ર કરવામાં આવ્યા છે. રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ એ ઓટમ ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સંપૂર્ણ માલિકીનું એકમ છે. આ નાણાં પ્રેફરન્શિયલ શેર બહાર પાડીને એકત્ર કરવામાં આવ્યા છે.

રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ અગાઉ અનિલ અંબાણી જૂથની કંપની હતી. ઓટમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે તેને ગયા વર્ષે ઓક્ટોબરમાં ખરીદીલીધું હતું. રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. 891 કરોડનું રોકાણ કરશે. જ્યારે, રિલાયન્સ પાવરમાં 152 કરોડ રૂપિયાના રોકાણની યોજના સામે આવી છે. આ સોદા પછી, રિલાયન્સ કોમર્શિયલ પાસે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 11 ટકા અને રિલાયન્સ પાવરમાં 2 ટકા હિસ્સો હશે.

રિલાયન્સ પાવર લિમિટેડ એ રિલાયન્સ ગ્રુપનો એક ભાગ છે, જે ભારતના સૌથી મોટા બિઝનેસ હાઉસ પૈકી એક છે. આ જૂથ ટેલિકોમ્યુનિકેશન, નાણાકીય સેવાઓ, મીડિયા અને મનોરંજન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉર્જા સહિતના ક્ષેત્રોની શ્રેણીમાં કાર્ય કરે છે. ઊર્જા ક્ષેત્રની કંપનીઓમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવરનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp