આ સરકારી કંપનીનો IPO આવી રહ્યો છે, રોકાણ કરવા માટેની સોનેરી તક
સામાન્ય રોકાણકારોને રોકાણ કરવાની વધુ એક સુવર્ણ તક મળવા જઈ રહી છે. હકીકતમાં, સરકાર જાહેર ક્ષેત્રની Indian Renewable Energy Development Agency Limited (IREDA)નો IPO લાવવાની તૈયારી કરી રહી છે. સરકાર સપ્ટેમ્બર સુધીમાં IREDAના IPO માટે ડ્રાફ્ટ દસ્તાવેજો સબમિટ કરી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ના સેક્રેટરી તુહિન કાંત પાંડેએ આ માહિતી આપી છે. પાંડેએ કહ્યું, અમે મર્ચન્ટ બેન્કર્સની નિમણૂક કરી છે અને તેઓ મૂલ્યાંકન સાથે આગળ વધશે. અમે ત્રણ-ચાર મહિનામાં ડ્રાફ્ટ દસ્તાવેજો ફાઇલ કરી શકીશું.
IREDAએ Ministry of New and Renewable Energy (MNRE) હેઠળનું જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છે.પુનઃપ્રાપ્ય ઊર્જા અને ઊર્જા કાર્યક્ષમતા પ્રોજેક્ટ્સ માટે ધિરાણ પૂરું પાડે છે. કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA)એ ગયા મહિને સરકારનો કેટલોક હિસ્સો વેચીને IREDAના લિસ્ટિંગને મંજૂરી આપી હતી. સરકાર નવા શેર જારી કરીને IREDA માટે ભંડોળ એકત્ર કરવા માંગે છે.
IREDA એ નોન-બેંકિંગ ફાયનાન્સિયલ કંપની (NBFC) છે. માર્ચ 2022માં, સરકારે IREDAમાં રૂ. 1,500 કરોડનું રોકાણ કર્યું હતું. નાણાકીય વર્ષ 2022-23માં, કંપનીએ તેનો અત્યાર સુધીનો સૌથી વધુ 865 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો હતો.
બીજા એક IPOની વાત કરીએ જે 5 જૂનથી ખુલી રહ્યો છે.IKIO લાઇટિંગ, જે LED પ્રોડક્ટ્સ અને ફેન રેગ્યુલેટર બનાવે છે, તેણે તેના રૂ. 606-કરોડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) માટે ઇક્વિટી શેર દીઠ રૂ. 270 થી રૂ. 285નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. નોઈડા સ્થિત કંપનીએ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે IPO માટે અરજીઓ 6 થી 8 જૂન સુધી સબમિટ કરી શકાશે. એન્કર એટલે કે મોટા રોકાણકારો માટેની બિડ 5 જૂને ખુલશે. IPO હેઠળ, રૂ. 350 કરોડ સુધીના નવા ઇક્વિટી શેર જારી કરવામાં આવશે જ્યારે પ્રમોટર્સ હરદીપ સિંહ અને સુરમીત કૌર ઓફર ફોર સેલ હેઠળ 90 લાખ જેટલા ઇક્વિટી શેર્સ મૂકશે.
કંપની IPO દ્વારા રૂ. 606.5 કરોડ એકત્ર કરવાની અપેક્ષા રાખે છે. કંપની આ ભંડોળનો ઉપયોગ દેવું ચૂકવવા, સબસિડિયરી IKIO સોલ્યુશન્સમાં રોકાણ કરવા અને ઉત્તર પ્રદેશના નોઈડામાં નવી ફેક્ટરી સ્થાપવા માટે કરશે.
નોંધ-માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp