- Business
- માત્ર 1 રૂપિયામાં વેચાયું હતું આ રેલવે સ્ટેશન, આજે કરે છે રોજની કરોડોની કમાણી
માત્ર 1 રૂપિયામાં વેચાયું હતું આ રેલવે સ્ટેશન, આજે કરે છે રોજની કરોડોની કમાણી

મોંઘવારીના આ જમાનામાં એક રૂપિયાની કિંમત ન હોવા બરાબર થઈ ગઈ છે. મોટા તો શું નાના બાળકો પણ એક રૂપિયો લેવાની ના પાડી દેતા હોય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એક રેલવે સ્ટેશન એવું પણ છે, જેની જમીનનો સોદો માત્ર એક રૂપિયામાં થયો હતો.
જી હાં, બિલકુલ સાચી વાત છે. મહારાષ્ટ્રના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોમાંથી એક એવા નાગપુર રેલવે સ્ટેશનની કહાની એકદમ રસપ્રદ છે. અંગ્રેજોએ 1867માં મુંબઈથી નાગપુર વચ્ચે રેલ લાઈન તૈયાર કરી હતી. વર્ષ 1881માં નાગપુરને છત્તીસગઢથી થઈને બ્રિટિશકાળમાં ભારતની રાજધાની કોલાકાતા સાથે જોડી દેવામાં આવ્યું. પરંતુ આ રેલવે સ્ટેશનનું ઔપચારિક ઉદ્ધાટન વર્ષ 1925માં થયું. 15 જાન્યુઆરી, 1925ના રોજ ગવર્નર સર ફ્રેન્ક સ્લાઈએ નાગપુર રેલવે સ્ટેશનનું ઉદ્ધાટન કર્યું હતું.
તમે જાણીને અચંબામાં પડશો કે નાગપુર રેલવે સ્ટેશન બનાવવા માટે જમીનનો સોદો તે સમયે માત્ર એક રૂપિયામાં થયો હતો. ઈતિહાસકાર જણાવે છે કે આઝાદી પહેલા ખૈરાગઢના રાજાએ નાગપુર રેલવે સ્ટેશન બનાવવા માટે અંગ્રેજો સાથે જમીનનો સોદો માત્ર રૂપિયામાં કરી નાખ્યો હતો. જો કે નાગપુર પહેલેથી પર્યટકોની પસંદનું સ્થળ રહ્યું છે, આથી અંગ્રેજો પણ આ રેલવે સ્ટેશનના મહત્વને સારી પેઠે સમજતા હતાં.
નાગપુર રેલવે સ્ટેશન આજના સમયમાં ભારતના સૌથી વધુ વ્યસ્ત રહેતા રેલવે સ્ટેશનોમાંથી એક છે. તેને બનાવવા માટે ખાસ પ્રકારના બલુઆ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે સાવનેરથી લાવવામાં આવ્યાં હતાં. વર્ષ 2008માં નાગપુર જંકશન રેલવે સ્ટેશનના આધુનિકીકરણનું કામ શરૂ થયું. સેન્ટ્રલ રેલવેએ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ કેટલાક વર્ષોમાં નાગપુર જંકશનના રૂપરંગ જ બદલી નાખ્યાં.
આજે તમને આ રેલવે સ્ટેશન પર 8 પ્લેટફોર્મ અને 13 ટ્રેક જોવા મળશે. આ સ્ટેશનને ભારતના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોમાંથી એક ગણવામાં આવે છે. હાલના સમયમાં અહીંથી રોજ લગભગ 92 પેસેન્જર ટ્રેનો અને 200 જેટલી માલગાડીઓ પસાર થાય છે. અને 22 ટ્રેનો તો સૌપ્રથમ અહીંથી જ ઉપડે છે. દરરોજ આ સ્ટેશનથી 1.6 લાખ લોકો મુસાફરી કરે છે.
હવે જો આજના સમયમાં તમે નાગપુર રેલવે સ્ટેશનની કિંમત લગાવવા બેસશો તો આ રેલવે સ્ટેશનની કિંમત અનેક હજાર કરોડમાં હશે. પરંતુ નવાઈની વાત એ છે કે કરોડો લોકોને પોતાના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે ટ્રેનો ઉપલબ્ધ કરનાવનાર નાગપુર સ્ટેશન માત્ર એક રૂપિયામાં ખરીદાયેલી જમીન પર બન્યું છે.
Related Posts
Top News
45 દિવસમાં 30 કરોડની કમાણી... CM યોગીએ વિધાનસભામાં સંભળાવી મહાકુંભના નાવિકની સક્સેસ સ્ટોરી
નવસારી સ્ટેશન પર મુસાફરોએ બાટલીઓ પકડી, ટ્રેનની ચેઇન ખેંચી અને...
IPS ઓફિસરની એક્ટ્રેસ દીકરી 14 કિલો સોનું છૂપાવીને લાવતી હતી, પકડાઈ ગઈ
Opinion
