ટાટા ગ્રુપની આ કંપનીએ 13000 કરોડની ડીલ કરી

PC: khabarchhe.com

ટાટા ગ્રુપની કંપની ટાટા પાવરે એક મોટી ડીલ કરી છે, તેના હેઠળ કંપની મહારાષ્ટ્રની પરિયોજનાઓમાં 13000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ બન્ને પ્રોજેક્ટ પંપ્ડ હાઇડ્રો સ્ટોરેજ સાથે સંબંધિત છે. તેના સંબંધમાં મહારાષ્ટ્ર સરકાર અને અદાણી પાવર વચ્ચે એક MOU પર સાઇન પણ કરવામાં આવી છે. કંપની તરફથી મંગળવારના રોજ આ સંબંધમાં જાણકારી શેર કરવામાં આવી છે.

ટાટા પાવર તરફથી આ ડીલને લઇને આપવામાં આવેલી જાણકારી અનુસાર, મહારાષ્ટ્રમાં પંપ્ડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી પરિયોજનાઓ પર 13000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ બન્ને પંપ્ડ હાઇડ્રો સ્ટોરેજ પુનના શિરવતા અને રાયગઢના ભિવપુરીમાં લગાવવામાં આવશે. તેની કુલ ક્ષમતા 2800 મેગાવોટ હશે. પુના પ્રોજેક્ટની ક્ષમતા 1800 મેગાવોટ, જ્યારે, રાયગઢમાં લાગનારી પરિયોજનાની કેપેસિટી 1000 મેગાવોટ હશે.

ટાટા ગ્રુપ તરફથી આવેલા નિવેદન અનુસાર, મહારાષ્ટ્ર સરકાર અને ટાટા પાવર વચ્ચે પંપ્ડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ્સ માટે થયેલા કરારથી ઘણો મોટો ફાયદો થશે. આ સહયોગ રાજ્યને વર્ષ 2028 સુધી 1 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના પોતાના લક્ષ્ય તરફ લઇ જશે. તેની સાથે જ આ બન્ને પરિયોજનાઓથી લોકો માટે રોજગારના અવસર પણ ઉભા થશે. કંપની તરફથી આશા વ્યક્ત કરાઇ રહી છે કે, પરિયોજનાઓ શરૂ થવાથી લગભગ 6000થી વધારે લોકોને રોજગાર મળી શકશે.

ટાટા પાવર સમૂહની એક એકીકૃત વિજળી કંપની છે. આ ઇલેક્ટ્રિક પાવર જનરેશન, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, ઇલેક્ટ્રિક પ્રોડક્ટ્સ અને સર્વિસ બિઝનેસમાં કામ કરી રહી છે. ટાટા ગ્રુપની આ કંપની લગભગ એક સદીથી વધારે સમયથી રાજ્યમાં જળવિદ્યુત પરિયોજનાઓનું સંચાલન કરી રહી છે. પુનાની આ બન્ને પરિયોજનાઓ માટે MOU સાઇન મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં કરવામાં આવ્યા છે.

મંગળવારના રોજ ટાટા પાવરનો શેર 0.52 ટકાની તેજી સાથે 233.85 રૂપિયાના લેવલ પર બંધ આવ્યો હતો. જ્યારે, બુધવારના રોજ તે શેર બજારમાં કારોબારની શરૂઆતમાં જ નાના કડાકા સાથે ખુલ્યો હતો. કંપનીનો સ્ટોક 237 રૂપિયા પર ખુલ્યો હતો અને દિવસના કારોબાર દરમિયાન 0.38 ટકાના કડાકા સાથે 232.55 રૂપિયાના લેવલ પર ટ્રેડ કરી રહ્યો હતો. ટાટા પાવરનું માર્કેટ કેપિટલાઇઝેશન 74,450 કરોડ રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp