ટામેટાના ભાવે તો એવા મજબુર કર્યા છે કે, આ શાકભાજીવાળાનો વીડિયો તમને રડાવી દેશે
રાજધાની દિલ્હીના આઝાદપુર બજારનો એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાકભાજી વેચનારની લાચારી દેખાઈ રહી છે. શાકભાજીના વધેલા ભાવની વાસ્તવિકતા જાણવા માટે એક ચેનલના રિપોર્ટરે શાકભાજી માર્કેટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન જ્યારે રિપોર્ટરે આ વિશે એક શાકભાજી વેચનાર સાથે વાત કરી તો તેની આંખમાંશી આંસૂ સરી પડયા હતા. ક્ષણભર માટે તે ખામોશ થઇ ગયો હતો આ મૌન તેની લાચારી બતાવતું હતું.
ચોમાસાની સિઝન છે, જોરદાર વરસાદ પડી રહ્યો છે, નદીઓના જળસ્તરની જેમ શાકભાજીના ભાવમાં વધારો થયો છે અને તેમાં ટામેટાના ભાવ આસમાનને આંબી રહ્યા છે. ટામેટાના ભાવ 100, 150 પછી 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. મધ્યમ વર્ગના સામાન્ય માણસ પરિવારના લોકોએ કિલોના બદલે ગણતરીના જ ટામેટા ખરીદે છે.જ્યારે ટામેયાના વધેલા ભાવ ઘર-ઓફિસથી લઈને બજાર સુધી ચર્ચામાં છે.
દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે આ મુદ્દાની વાસ્તવિક વેદનાને ઉજાગર કરી દીધી છે. વીડિયો રાજધાની દિલ્હીના આઝાદપુર માર્કેટનો છે. શાકભાજીના વધેલા ભાવની વાસ્તવિકતા જાણવા માટે એક ચેનલના રિપોર્ટરે. શાકભાજી માર્કેટની મુલાકાત લીધી હતી.
8 મિનિટના આ વીડિયો ટમેટાના વેપારીની સામે શરૂ થાય છે. અહીં રામેશ્વર નામનો વ્યક્તિ ખાલી લારી લઈને ઊભો જોવા મળે છે. રિપોર્ટર એ લારીવાળાને સવાલ પુછે છે કે તમે સવાર-સવારમાં આવ્યા હતા, ટામેટા લેવા?
શાકભાજીના વેપારી રામેશ્વર રિપોર્ટરને જવાબ આપે છે કે હા, ટામેટા લેવા આવ્યો હતો, પરંતુ ભાવ સાંભળીને ખરીદવાની હિંમત થતી નથી. ટામેટાના ભાવ મોંઘા થઇ ગયા છે. એટલે ખરીદતો નથી. 120-140 રૂપિયામાં આપે છે, એ ભાવે લઇશ તો મને નુકશાન થઇ જશે.
રિપોર્ટરે રામેશ્વરને પુછ્યું કે શું તમે લારી ખાલી લઇને જશો? ટામેટા સિવાય તો લારીમાં કઇંક ભરશોને? એ પછી રિપોર્ટર અને રામેશ્વર વચ્ચે એક ખામોશી છવાઇ જાય છે. રામેશ્વર થોડી વાર ચૂપ રહ્યા પછી આજુબાજુ જોઇને પોતાના ગમછાથી આંખમાં આવેલા આંસૂને લુછે છે. પછી ભારે હૈયે પોતાની વિવશતાનું રિપોર્ટરને વર્ણન કરે છે. રામેશ્વર રિપોર્ટરને કહે છે કે, જહાંગીર પુરીમાં પોતે ભાડાનાં મકાનમાં રહે છે અને દર મહિને તેણે 4,000 રૂપિયા ભાડું ચૂકવવું પડે છે.
રિપોર્ટર પુછે છે કે, તો કમાણી કેટલી થાય છે? રામેશ્વર કહે છે કે રોજની 100 રૂપિયાની કમાણી પણ થતી નથી. એ પછી ફરી ખામોશી છવાઇ જાય છે. રામેશ્વર રિપોર્ટર સાથે મોંઘવારી વિશે વાત કરીને પછી પોતાની લારી લઇને નિકળી જાય છે.
देश को दो वर्गों में बांटा जा रहा है!
— Rahul Gandhi (@RahulGandhi) July 28, 2023
एक तरफ सत्ता संरक्षित ताकतवर लोग हैं जिनके इशारों पर देश की नीतियां बन रही हैं।
और दूसरी तरफ है आम हिंदुस्तानी, जिसकी पहुंच से सब्ज़ी जैसी बुनियादी चीज़ भी दूर होती जा रही है।
हमें अमीर-गरीब के बीच बढ़ती इस खाई को भर, इन आंसुओं को पोंछना… pic.twitter.com/zvJb0lZyyi
આ વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઇ રહ્યા છે. સામાન્ય લોકો તો વીડિયો વાયરલ કરી જ રહ્યા છે, પરંતુ આ વીડિયો રાજકારણનો પણ હિસ્સો બની રહ્યો છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક લોકોએ વીડિયોને ટ્વીટ કર્યો છે.
આ વીડિયો પરથી એક વાત સમજવા જેવી છે કે, જ્યારે તમે બજારમાં શાકભાજી ખરીદવા જાઓ છો ત્યારે 5-10 રૂપિયા માટે ભારે રકઝક કરો છો, ત્યારે એટલું વિચારજો કે, એ 5-10 રૂપિયા એ શાકભાજી વાળા માટે કેટલાં મહત્ત્વના હશે. તમને ફરક નહીં પડશે, એને પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp