આ કંપનીએ શેરબજારમાં ત્રણ વર્ષમાં 2207 ટકાનું રિટર્ન આપ્યું

PC: 5paisa.com

હાઇ કાર્બન સ્ટીલ વાયર બનાવનારી દિગ્ગજ કંપની રાજરતન ગ્લોબલ વાયરના શેર ગયા કારોબારી સપ્તાહમાં 11 ટકા સુધી ઉપર ચડ્યા છે. આ સ્ટોક રોકાણકારો માટે શાનદાર મલ્ટીબેગર સાબિત થયો છે. ત્રણ વર્ષમાં આ કંપનીએ ફક્ત 2207 ટકા રિટર્ન જ નથી આપ્યું પણ ડિવિડંડના રૂપમાં રોકાણકારોને શાનદાર અતિરિક્ત નફો પણ આપ્યો છે. હવે ફરીથી તેણે નાણાંકીય વર્ષ 2023 માટે 100 ટકા ફાઇનલ ડિવિડંડનું પણ એલાન કર્યું છે. શેરહોલ્ડર્સને 2 રૂપિયાની ફેસ વેલ્યુના દરેક શેર પર 2 રૂપિયાનું ડિવિડંડ મળશે. શેરોની વાત કરીએ તો હાલ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર તે 860 રૂપિયા પર છે. આ સ્મોલકેપ કંપનીનું ટોટલ માર્કેટ કેપ 436630 કરોડ રૂપિયા છે.

રાજરતન ગ્લોબલ વાયરના શેરોએ રોકાણકારોની શાનદાર કમાણી કરાવી છે. તેના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 22મી મે, 2020ના રોજ લિસ્ટ થયા હતા અને ત્યારે તેને ભાવ 37.28 રૂપિયા હતો. ત્યાર બાદ શાનદાર ખરીદીના કારણે હાલ તે 2207 ટકાના શાનદાર રિટર્ન સાથે 860 રૂપિયા પર ચાલી રહ્યો છે. તેનો મતલબ એ થયો કે, ત્રણ વર્ષથી પણ ઓછા સમયમાં તેણે પોતાના રોકાણકારોના એક લાખ રૂપિયાને 23 લાખ રૂપિયા બનાવી દીધા છે. ગયા વર્ષે તો તે વધુ ઉપરના લેવલ પર હતો. 17મી જૂન, 2022ના રોજ તે 539.40 રૂપિયા પર હતો જે એક વર્ષના નીચલા સ્તર પર છે. ત્યાર બાદ ત્રણ મહિનામાં જ તે 161 ટકા ઉછળીને 8મી સપ્ટેમ્બર 2022ના રોજ 1409.90 રૂપિયાની રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી ગયા. જોકે, શેરોની આ તેજી અહીં અટકી ગઇ અને રેકોર્ડ ઉંચાઇથી હાલ 39 ટકા નીચે છે.

રાજરતન ગ્લોબલ વાયર શેરોની તેજી સિવાય ડિવિડંડના મામલામાં પણ શાનદાર સ્ટોક સાબિત થયો છે. નાણાંકીય વર્ષ 2023 માટે 2 રૂપિયાના ફાઇનલ ડિવિડંડનું એલાન થયું છે જેના પર હજુ શેરધારકોની મંજૂરી લેવાની બાકી છે. તેણે પહેલા કંપનીને નાણાંકીય વર્ષ 2022 માટે 2 રૂપિયાનું ફાઇનલ ડિવિડંડ, નાણાકીય વર્ષ 2021 માટે 8 રૂપિયાનું ફાઇનલ ડિવિડંડ, 2020માં 2 રૂપિયાનું ઇન્ટરિમ ડિવિડંડ, 2019માં 2 રૂપિયાના ફાઇનલ ડિવિડંડનું એલાન કર્યું હતું. 2019 પહેલા પણ તેણે શાનદાર ડિવિડંડ આપ્યું છે. કંપનીએ જુલાઇ 2001થી લઇને અત્યાર સુધી 21 વખત ડિવિડંડ આપ્યું છે.

રાજરતન ગ્લોબલ વાયર થાઇલેન્ડમાં બીડ વાયર બનાવનારી એકમાત્ર કંપની છે. જ્યારે, ભારતમાં આ બીડ વાયર બનાવનારી સૌથી મોટી કંપની અને સપ્લાયર છે. કંપનીમાં પ્રમોટર્સે પોતાની હિસ્સેદારી માર્ચ 2023માં વધારીને 65.10 ટકા કરી લીધી છે. ડિસેમ્બર, 2022ના ક્વાર્ટરમાં આ 65 ટકા પર હતી. કંપનીની નાણાંકીય સ્થિતિની વાત કરીએ તો માર્ચ ક્વાર્ટરમાં તેણે 219.43 કરોડ રૂપિયા કંસોલિડેટેડ નેટ રેવન્યુ હાંસલ કર્યો હતો જે વાર્ષિક આધાર પર 11.37 ટકા ઓછો હતો. કંપનીનો નેટ પ્રોફિટ પણ વાર્ષિક આધાર પર 45.26 ટકા તુટીને 37.03 કરોડ રૂપિયાથી 20.27 કરોડ રૂપિયા પર આવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp