અદાણી એન્ટરપ્રાઇઝિસના FPOનો સમય, પ્રાઇસ બેંડ કશું નહીં બદલાશે: કંપનીનું નિવેદન

PC: thehansindia.com

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપે અદાણી એન્ટરપ્રાઇઝિસનાના Follow on Public Offer (FPO) પ્રાઇસ બેન્ડમાં કોઇ ફેરફાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. અદાણી ગ્રૂપે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે અદાણી એન્ટરપ્રાઇઝિસના FPOના નિર્ધારિત સમય અને પ્રાઇસ બેન્ડમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.કંપનીએ FPOની સફળતાનો પણ આશાવાદ વ્યકત કર્યો છે.

અમેરિકાની શોર્ટ સેલર કંપની હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા પછી છેલ્લે બે ટ્રેડીંગ સેશનમાં અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરના ભાવમાં મોટા કડાકા જોવા મળ્યા હતા. શુક્રવારે ટ્રેડીંગ સેશનમાં શેરનો ભાવ 18.52 ટકા તુટીને 2761.45 રૂપિયા પર આવી ગયો હતો.હવે  અદાણી ગ્રૂપે અદાણી એન્ટરપ્રાઇઝિસના જે  FPOની જાહેરાત કરેલી છે તેની પ્રાઇસ બેંડ31112થી 3276 રૂપિયા રાખવામાં આવેલી છે. એવા સંજોગોમાં જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર સ્ટોક માર્કેટમાં FPO પ્રાઇસ બેંડ કરતા નીચા ભાવે મળી રહ્યો છે, તો FPOમાં રોકાણ કોણ કરશે? બજારમાં એવી ચર્ચા હતી કે સંજોગોને ધ્યાનમાં રાખીને અદાણી એન્ટરપ્રાઇઝિસના FPOના પ્રાઇસ બેંડમાં ઘટાડો કરવામાં આવી શકે. પરંતુ, કંપનીએ આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકી દીધું છે અને સ્પષ્ટ કહ્યું છે કે FPOમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી.

અદાણી ગ્રૂપના પ્રવક્તાએ કહ્યું કે, અદાણી એન્ટરપ્રાઇઝિસનો FPO નિર્ધારિત સમય અને જાહેર કરાયેલી પ્રાઇસ બેંડ પર ચાલી રહ્યો છે. FPOના પ્રાઇસ બેંડમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. પ્રવક્તાએ કહ્યુ કે, બેંકરો, રોકાણકારો અને અમારા બધા સ્ટેક હોલ્ડર્સને અમારા FPO પર પુરો વિશ્વાસ છે. FPOની સફળતા અંગે અમે નચિંત છીએ.અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે હિંડનબર્ગનો રિપોર્ટ દુર્ભાવનાપૂર્ણ અને બનાવટી છે અને અદાણી એન્ટરપ્રાઇઝિસના FPOને નિષ્ફળ બનાવવાના હેતુથી લાવવામાં આવ્યો છે.

રોકાણકારો માટે અદાણી એન્ટરપ્રાઇઝિસના FPOમાં રોકાણ કરવા માટે માત્ર બે દિવસ બચ્યા છે.FPOમાં અરજી કરવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી છે.મતલબ કે હજુ સોમવાર અને મંગળવાર સુધીમાં આ FPOમાં અરજી કરી શકો છો. શુક્રવાર સુધીમાં અદાણી એન્ટરપ્રાઇઝિસનો FPO માત્ર 1 ટકા જેટલો જ ભરાયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના ડેટા અનુસાર અદાણી એન્ટરપ્રાઇઝીસના FPOના પહેલા દિવસે 4.55 કરોડ શેરની સામે 4.7 લાખ શેરોની જ બીડ ભરાઇ છે. અદાણી એન્ટરપ્રાઇઝિસે FPOમાં એંકર રોકાણકારો માટે જે કોટા રિઝર્વ રાખ્યો હતો તે પુરેપુરો ભરાઇ ગયો છે. એંકર ઇન્વેસ્ટર્સ તરફથી કંપનીને 6,000 કરોડ રૂપિયા મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp