બજેટ પહેલા શેર બજારમાં કમાણી કરવા માટે, આ 10 ફેક્ટર્સ પર નજર રાખો

PC: news8plus.com

એક અન્ય ઉતર ચઢ ભરેલા સપ્તાહ દરમિયાન બજાર જેમ તેમ તેજી સાથે બંધ થઇ શક્યું. ટેક્નોલોજી, મેટલ, કેપિટલ ગુડ્સ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટર લીલા નિશાનમાં રહ્યા. જ્યારે, હેલ્થ કેર, ઓટો અને FMCG સ્ટોક્સમાં વેચવાલી જોવા મળી. મીક્સ્ડ ક્વાર્ટરલી રિઝલ્ટ્સ, યુનિયન બજેટથી કોઇ મોટી આશા ન હોવાથી, વિદેશી રોકાણકારોની વેચવાલી, ફેડના સખત વલણ અને ચીન તરફથી આશાના કારણે બજાર એક રેન્જમાં બનેલું છે. એક્સપર્ટ્સે કહ્યું કે, સોમવારે બજાર સૌથી પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ICICI બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને અલ્ટ્રાટેક સીમેન્ટના રીઝલ્ટ્સ પર પ્રતિક્રિયા આપશે.

સેન્સેક્સ આ સપ્તાહમાં 361 પોઇન્ટ વધીને 60622 પર અને નિફ્ટી 71 પોઇન્ટ મજબૂત થઇને 18028 પર પહોંચ્યું હતું. જોકે, નિફ્ટી મિડકેપ 100 અને સ્મોલકેપ 100 ઇન્ડેક્સમાં નબળાઇ જોવા મળી છે. એક બજાર નિષ્ણાંત અનુસાર, IT અને બેન્કિંગ બ્લુચિપ કંપનીઓના સારા રિઝલ્ટ્સ આવ્યા છે. આગળ આવનારા રિઝલ્ટ્સ અને ગ્લોબલ સંકેતોથી આગળના સપ્તાહમાં બજારની ચાલ નક્કી થશે. 26 જાન્યુઆરીના રોજ બજાર બંધ રહેશે. બજેટમાં બજાર નીચેના પરિબળો પર ચાલી શકે છે.

કોર્પોરેટ અર્નિંગ્સ

આગલા સપ્તાહમાં 300થી વધારે કંપનીઓ પોતાના ક્વાર્ટરલી પરિણામો જાહેર કરશે. તેમાં મુખ્ય રૂપે એક્સિસ બેન્ક, મારૂતી સુઝુકી, HDFC એસેટ મેનેજમેન્ટ કંપની, બજાજ ઓટો, સિપલા, ડો. રેડ્ડીઝ લેબ, ટાટા મોટર્સ, બજાજ ફાઇનાન્સ અને NTPC શામેલ છે.

અમેરિકામાં ચોથા ક્વાર્ટરનું GDP અનુમાન

રોકાણકારોની નજર અમેરિકામાં 2022ના ચોથા ક્વાર્ટર પહેલા GDP અનુમાન પર રહેશે, જે 26મી જાન્યુઆરીના રોજ આવશે. તેમાં ફેડરલ રિઝર્વના દરોમાં વધારા વચ્ચે દુનિયાની સૌથી મોટી ઇકોનોમીની પ્રગતિ વિશે ખબર પડશે. ગયા ક્વાર્ટરમાં અમેરિકન ઇકોનોમીનો ગ્રોથ 3.2 ટકા રહ્યો હતો.

તેલની કિંમતો

તેલની કિંમતોમાં જારી વધારો તેજીના ક્રમમાં, બ્રેન્ટ ક્રુડ ફ્યુચર્સ 4 જાન્યુઆરી બાદ લગભગ 10 ડોલર મજબૂત થઇ ચૂક્યો છે. ચીનના કોવિડ સંબંધિત પ્રતિબંધોમાં ઘટાડાથી તેલને સપોર્ટ મળી રહ્યો છે. ગયા સપ્તાહમાં કિંમતો લગભગ 3 ટકા મજબૂત થઇ છે. એક્સપર્ટ્સે કહ્યું કે, જો કિંમતોમાં તેજી બનેલી રહે છે તો આપણા બજાર માટે ચિંતાનો વિષય બની શકે છે.

 

ઘરેલુ ઇકોનોમિક ડેટા

ઘરેલુ મોર્ચા પર 13મી જાન્યુઆરીના રોજ સમાપ્ત થયેલા પખવાડિયામાં બેન્ક લોન અને ડિપોઝિટ ગ્રોથ સાથે જોડાયેલા ડેટા આવશે. જે શુક્રવારના રોજ જારી થશે. તેની સાથે જ, 20મી જાન્યુઆરીના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના વિદેશી મુદ્રા ભંડારના આંકડા પણ આ દિવસે જારી થશે.

FII રોકાણ

ફોરેન ઇનસ્ટીટ્યુશનલ ઇનવેસ્ટર્સ તરફથી એક બીજા સપ્તાહમાં વેચવાલીના સંકેત હતા, પણ વેચવાલીમાં ઘટાડો આવ્યો છે. એક્સપર્ટ્સને લાગે છે કે, વિદેશી રોકાણકારો ચીન અને હોંગકોંગ જેવા એશિયાના બીજા સસ્તા બજારોની તરફ રૂખ કરી રહ્યા છે. ભારત હાલના દિવસોમાં મોંઘુ બજાર લાગી રહ્યું છે. 20મી જાન્યુઆરીના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન FIIએ ઇક્વિટીઝમાં 2461.03 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે. સપ્તાહમાં સૌથી વધારે 2002.25 કરોડ રૂપિયાની વેચવાલી શુક્રવારે કરવામાં આવી હતી. જાન્યુઆરીમાં અત્યાર સુધી FII ભારતીય ઇક્વિટીઝમાં લગભગ 19880.11 કરોડ રૂપિયાની વેચવાલી કરી ચૂક્યા છે.

ટેક્નીકલ વ્યુ

નિફ્ટીએ 50એ ડેલી ચાર્ટ્સ પર લોઅર હાઇ લોઅર લોની સાથે બેરિશ કેન્ડલ બનાવી છે. જ્યારે, વીકલી સ્કેલ પર સતત બીજા સેશનમાં હાયર હાઇ અને હાયર લોના ફોર્મેશન સાથે ડોજી કાઇન્ડ પેટર્ન બનાવી છે. તેનાથી આગળ બુલ્સ અને બેર્સ વચ્ચે જંગ જોવા મળી રહી છે.

ટેક્નીકલી 17800થી 18250ની ટ્રેડિંગ રેન્જમાં નિફ્ટી હાલ છે, પણ તે ઘટતી જઇ રહી છે. તેથી આપણને એક બ્રેકઆઉટ કે બ્રેકડાઉન જોવા મળી શકે છે. આ મૂવ 2022 જેવું છે, જ્યારે નિફ્ટીએ જાન્યુઆરીના બીજા અને ત્રીજા સપ્તાહમાં ડોજી કેન્ડલ્સ બનાવી હતી. ત્યાર બાદ ચૌથી સપ્તાહમાં તેજી જોવા મળી હતી. તેમને લાગે છે કે, નિફ્ટી ઉપરની તરફ 18250ના 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર જઇ શકે છે. પછી આપણે 18500 અને 18650ના સ્તરો પણ જોઇ શકીશું. નીચેની તરફ 18040થી 17940ની અને 20 અને 100 દિવસની મૂવિંગ એવરેજનું ક્લસ્ટર તાત્કાલિક ડિમાન્ડ ઝોન છે, જ્યારે, 17800 પર સપોર્ટ બનેલો છે.

મંથલી એક્સપાયરી વીક

એક્સપર્ટ્સ અનુસાર, ઓપ્શન ડેટાથી સ્પષ્ટ રૂપે સંકેત મળે છે કે, નિફ્ટીને 18100થી 18200ના સ્તરો પર રેઝિસ્ટન્સ મળી શકે છે, જ્યારે 18000થી 17800ના એરિયા પર સપોર્ટ છે. આવનારા દિવસોમાં આ રેન્જ રહી શકે છે. તેમણે કહ્યું કે, 18100 પર સૌથી વધારે કોલ ઓપન ઇન્ટરેસ્ટ છે, ત્યાર બાદ 18500ની સ્ટ્રાઇક અને 18200ની સ્ટ્રાઇક પર છે. જ્યારે, પુટ સાઇડ સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ 18100ની સ્ટ્રાઇક પર છે, ત્યાર બાદ 18000 અને 17800ની સ્ટ્રાઇક પર છે.

ઇન્ડિયા વિક્સ

સપ્તાહ દરમિયાન ઇન્ડિયા વિક્સ 4.63 ટકા ઘટીને 13.79ના સ્તર પર આવી ગયું છે, જે પહેલા 14.46ના સ્તર પર હતું. તેનાથી બુલ્સને સપોર્ટ મળ્યો છે, સાથે જ સપોર્ટ આધારિત ખરીદી પણ જોવા મળી. એક્સપર્ટ્સે કહ્યું કે, જો વિક્સ 14ની નીચે બની રહેશે તો આગળ વધુ સ્થિરતા આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp