RBIના પૂર્વ ડે.ગવર્નરના મતે- ટાટા-અદાણી સહિતની દેશની આ 5 કંપનીને તોડી નાખવી જોઈએ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ એક પેનલ ડિસ્કસન્સમાં ચોંકાવનારી વાત કરી છે, તેમણે આરોપ લગાવતા કહ્યું છે કે, દેશના આ 5 મોટા ઉદ્યોગ ગૃહ એવા છે જે પ્રાઇસીંગ પાવરને કંટ્રોલ કરે છે એટલે દેશમાં મોંઘવારી ઘટતી નથી. આ કંપનીઓને તોડી નાંખવી જોઇએ. RBIના પૂર્વ ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ જે 5 ઉદ્યોગ ગૃહના નામ આપ્યા છે તેમાં રિલાયન્સ, અદાણી, ટાટા, આદિત્ય બિરલા અને ભારતી ટેલીકોમના નામ છે.

વિરલ આચાર્યએ કહ્યુ કે, દેશની ટોપ-5 કંપનીઓ જેવી કે રિલાયન્સ ગ્રુપ, ટાટા ગ્રુપ, આદિત્ય બિરલા ગ્રુપ અને ભારતી ટેલીકોમ જેવી મોટી કંપનીઓને કારણે નાની કંપનીઓને નુકશાન થઇ રહ્યું છે. રિટલ, સંશાધન અને ટેલિકમ્યુનિકેશન સેક્ટરમાં આ કંપનીઓ પાસે ભાવ નક્કી કરવા માટે ઘણા પાવર છે. ફુગાવો વધારવાં પણ આ કંપનીઓનો મોટો હાથ છે, એટલે તેમને તોડવા જોઇએ.

બ્લુમબર્ગના એક રિપોર્ટ મુજબ વર્ષ 2017થી 2019 સુધી RBIમાં ડેપ્યુટી ગર્વનર રહેલા વિરલ આચાર્યએ કહ્યુ કે સરકારના ભારે ટેરિફને કારણ દેશની મોટી કંપનીઓને સંરક્ષણ મળે છે અને વિદેશી કંપનીઓ ર્સ્પધા કરી શકતી નથી.

ન્યુયોર્ક યુનિવર્સિટી સ્ટર્ન સ્કુલ ઓફ ઇકોનોમિક્સના પ્રોફેસર વિરલ આચાર્યએ કહ્યું કે, નેશનલ ચેમ્પિયન બનાવવા માટે અનેક લોકો નવા ભારતની ઇન્ડસ્ટ્રીઅલ પોલીસી માને છે. પરંતુ એવું લાગે છે કે મોંઘવારી વધારવામાં તેમનો સીધો હાથ છે. તેમણે કહ્યુ કે ર્સ્પધા વધારવા અને પ્રાઇસિંગ પાવરને ઓછી કરવા માટે આ કંપનીઓને તોડવી જરૂરી છે.

આચાર્યનું કહેવું છે કે, કાચા માલની કિંમતનો ફાયદો પુરી રીતે ભારતના ગ્રાહકોને મળશે નહી, કારણ કે આ 5 કંપનીઓ મેટલ, કોક, રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટસના મેન્યુફેકચરીંગની સાથે સાથે રિટલ ટ્રેડ અને ટેલિકોમ્યુનિકેશન્સને કંટ્રોલ કરે છે.

પૂર્વ ડેપ્યુટી ગર્વનરે કહ્યુ કે ભારતમાં વસ્તુઓ હજુ પણ મોંઘી છે જ્યારે સપ્લાય ચેઇનની સમસ્યા દુર થવાને કારણે દુનિયામાં ફુગાવો ઘટ્યો છે. ફુગાવો ઘટાડવા માટે રિર્ઝવ બેંકે ગયા વર્ષે મે મહિનાથી રેપો રેટમાં 2.5 ટકાનો વધારો કર્યો છે.

આચાર્યએ જૂન 2019માં તેમનો કાર્યકાળ પુરો થવાના 6 મહિના પહેલા જ રાજીનામું આપી દીધું હતું. તેમણે પોલીસી રેટના અનેક નિર્ણયોમાં RBIના ગર્વનર શક્તિકાંત દાસની વિરુદ્ધમાં વોટ આપ્યા હતા. આચાર્યનું કહેવું છે કે ભારતમાં મેક્રોઇકોનોમિત બેલેન્સને મંજૂરી આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે કંપનીઓની વધતી તાકાતથી મોંઘવારી સતત ઉપલા સ્તરે રહેવાનું જોખમ છે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.