શું Foxconnn હવે ગુજરાતમાં રોકાણ નહીં કરે? કર્ણાટક બાદ આ રાજ્યના CMને મળ્યા CEO

ગયા વર્ષે જ દેશમાં સેમીકંડક્ટર પ્લાન્ટ લગાવવા માટે Foxconnn અને વેદાંતા વચ્ચે ડીલ થઈ હતી અને એ પ્લાન્ટ ગુજરાતમાં લાગવાનો હતો, પરંતુ ગત દિવસોમાં મામલો અટકી ગયો અને તાઇવાનની દિગ્ગજ કંપનીએ અનિલ અગ્રવાલની વેદાંતા સાથે ડીલ કેન્સલ કરી નાખી. પછી એવા સમાચાર મળ્યા કે, કંપની એકલી જ ભારે ભરકમ રોકાણ કરીને સેમીકંડક્ટર યુનિટ સ્થાપિત કરશે. આ દરમિયાન Foxconnnના CEOએ ભારતમાં રોકાણ કરવાને લઈને પહેલા કર્ણાટક અને હવે તામિલનાડુના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે. એવામાં એ સવાલ ઉઠી રહ્યો છે કે, શું Foxconnn કંપની હવે ગુજરાતમાં રોકાણ નહીં કરે?
Foxconnnના CEO બ્રાન્ડ ચેંગે રાજ્યમાં રોકાણના ઉદ્દેશ્યથી ગત સોમવારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે મુલાકાત કરી અને પછી આગામી દિવસે ચેંગ તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન સાથે ચર્ચા કરવા માટે પહોંચી ગયા. મુલાકાત દરમિયાન બંને મુખ્યમંત્રીઓ સાથે Foxconnn ઇન્ડસ્ટ્રિયલ ઈન્ટરનેટ (FII) તરફથી રાજ્યમાં લગભગ 8,800 કરોડ રૂપિયાના રોકાણ પર ચર્ચા કરી. આ રોકાણથી 14,000 કરતા વધુ રોજગારના અવસર ઉત્પન્ન થવાની આશા છે.
Karnataka Welcomes #Foxconn Industrial Internet (#FII) Company's Mega Investment, Boosting Tech Sector and Job Opportunities!
— M B Patil (@MBPatil) July 17, 2023
✅ Rs. 8,800 Cr of investement
✅ 14,000+ job opportunities
Participated in a productive discussion with #FII CEO Sri #BrandCheng & his Team, held… pic.twitter.com/PC4DCRJyMR
તામિલનાડુના મુખ્યમંત્રી સાથેની મુલાકાત અગાઉ Foxconnnના CEOએ કર્ણાટકના મુખ્યમંત્રી સાથે આ સંબંધમાં ચર્ચા કરી હતી. આ દરમિયાન ઉપસ્થિત રાજ્યના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી એમ.બી. પાટીલે આ મોટા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટને લઈને ટ્વીટર પર ઉત્સાહ જાહેર કર્યો. તેમણે એક ટ્વીટ કરીને રાજ્યમાં રોકાણ અને તેનાથી ઉત્પન્ન થનારા રોજગારના અવસરો બાબતે જણાવ્યું. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, કર્ણાટકમાં Foxconnnના મેગા ઇનવેસ્ટમેન્ટનું સ્વાગત કરીએ છીએ. તેનાથી ન માત્ર ટેક્નિકલી પ્રોત્સાહન મળશે, પરંતુ સ્થાનિક લોકો માટે રોજગારના અવસર પણ ઉત્પન્ન થશે.
ભારતને સેમીકંડક્ટર મેન્યૂફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં આગળ વધારવાના ઉદ્દેશ્યને ધ્યાનમાં લઈને ભારતીય ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની કંપનીએ તાઇવાનની કંપની Foxconnn સાથે જે ડીલ કરી હતી, એ મુજબ ગુજરાતમાં 19.5 અબજ ડૉલર (લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા)ના રોકાણ સાથે સેમીકંડક્ટર અને ડિસ્પ્લે પ્રોડક્શન પ્લાન્ટ લગાવવાની જાહેરાત કરી હતી, પરંતુ ગત દિવસોમાં Foxconnnએ કોઈ કારણ બતાવ્યા વિના આ ડીલ સમાપ્ત કરી દીધી. તેના તુરંત બાદ Foxconnnને એકલાએ જ દેશમાં પ્લાન્ટ લગાવવાની તૈયારીનો ખુલાસો કર્યો હતો.
દેશમાં સેમીકંડક્ટર પ્લાન્ટ લગાવવા માટે કરવામાં આવેલી ડીલથી Foxconnn પાછળ હટી ગયા બાદ અનિલ અગ્રવાલના નેતૃત્વવાળી વેદાંત લિમિટેડ તરફથી પણ એક નિવેદન જાહેર કરીને ટિપ્પણી કરવામાં આવી હતી. વેદાંતા મુજબ, એ સેમીકંડક્ટર પ્રોજેક્ટ માટે પ્રતિબદ્ધ છે અને ભારતના પહેલા સેમીકંડક્ટર પ્રોજેક્ટ માટે અન્ય પાર્ટનર્સ પણ શોધ્યા છે. કંપનીએ જલદી જ પ્રોડક્શન ગ્રેડ 28nmનું લાઇસન્સ મળવાની આશા વ્યક્ત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp