કંપનીની કુલ સંપત્તિ 6480 કરોડ, CEOનો પગાર માત્ર 15 હજાર

PC: indiatv.in

ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ પ્લેટફોર્મ ક્રેડ (CRED)ની નેટવર્થ લગભગ રૂ. 6480 કરોડ છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આટલી મોટી કંપનીના CEO કુણાલ શાહ દર મહિને માત્ર 15,000 રૂપિયા પગાર લે છે. કુણાલ શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર 'આસ્ક મી એનિથિંગ' સેશનમાં આ ખુલાસો કર્યો હતો. તેના નિર્ણય પર સોશિયલ મીડિયા યુઝર્સ પણ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક તેની પ્રશંસા કરી રહ્યા છે અને કેટલાક લોકો તેને ટેક્સ કેવી રીતે બચાવવો તેના ઉપાય તરીકે જુએ છે.

આટલા ઓછા પગારના કારણ અંગે શાહે કહ્યું કે, તેઓ માને છે કે જ્યાં સુધી તેમની કંપની નફાકારક ન બને ત્યાં સુધી તેમણે કંપની પાસેથી તગડો પગાર ન લેવો જોઈએ. એક યુઝરે શાહને પૂછ્યું કે, જ્યારે તેમને ક્રેડમાં ખૂબ જ ઓછો પગાર મળે છે ત્યારે તેઓ તેમનું ભરણપોષણ કેવી રીતે કરે છે? તેના જવાબમાં કુણાલે કહ્યું, 'હું 15,000 રૂપિયાના પગાર પર એટલા માટે જીવન નિર્વાહ કરી શકું છું, કારણ કે મેં થોડા સમય પહેલા મારી કંપની ફ્રીચાર્જને વેચી દીધી હતી.'

 

કુણાલ શાહની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીનો સ્ક્રીનશોટ અજીત પટેલ નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. તેણે સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું, 'જો કરોડોમાં પગાર મેળવનારા CEO છે, તો અમારી પાસે કુણાલ શાહ પણ છે.' જ્યારે, અન્ય યુઝરે લખ્યું કે, આ ફક્ત ટેક્સ બચાવવાનો એક રસ્તો છે. મોટાભાગના CEO પગાર લેતા નથી, કારણ કે તેમને તેના પર આવકવેરો ભરવો પડે છે. તેના બદલે તેઓ સ્ટોક ઓપ્શન્સમાં ચૂકવણી કરવાનું પસંદ કરે છે.

અન્ય એક યુઝરે લખ્યું, 'તમે જે તમારા મોટાભાગના સ્ટાર્ટઅપ્સના વિષે જે વાત કરી રહ્યા છો, તે ખોટમાં ચાલી રહ્યા છે અને રોકાણકારો પૈસા ગુમાવી રહ્યા છે. તમારે શૂન્ય પગાર લેવો જોઈએ. સ્ટાર્ટઅપ્સને નફાકારક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, રોકાણકારોની મૂડી બર્ન કરવા પર નહીં.'

એક ન્યૂઝ પેપરમાં છપાયેલા અહેવાલ મુજબ, FY22માં CREDની ચોખ્ખી ખોટ રૂ. 1,279 કરોડ હતી. જોકે, કંપનીની આવક લગભગ 340 ટકા વધીને રૂ. 422 કરોડ થઈ છે. નાણાકીય વર્ષ 2021માં તે રૂ. 95 કરોડ રહી હતી. જ્યારે, નાણાકીય વર્ષ 2021માં ફિનટેક કંપનીની ચોખ્ખી ખોટ 524 કરોડ રૂપિયા હતી.

જેઓ જાણતા નથી કે CRED શું છે, તેમને બતાવી દઈએ કે, તે વાસ્તવમાં એક ફિનટેક કંપની છે જે લોકોને ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવવાની સુવિધા આપે છે. બિલ ભરવા પર લોકોને કેશબેક અને રિવોર્ડ પોઈન્ટ વગેરે મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp