
TVS મોટર્સે ચોરીછૂપીથી તેની વાહન લાઇન-અપ અપડેટ કરી છે. કંપનીએ તેની પ્રખ્યાત કોમ્યુટર બાઇક TVS Raiderનું નવું સસ્તું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. આ બાઇકના નવા સિંગલ પીસ સીટ વેરિઅન્ટને કંપનીની સત્તાવાર વેબસાઇટ પર અપડેટ કરવામાં આવ્યું છે. આકર્ષક દેખાવ અને પાવરફુલ એન્જિનથી સજ્જ આ બાઇકની કિંમત 93,719 (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.
આ નવા ટ્રીમના લોન્ચ સાથે, આ બાઇક હવે કુલ ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. જેમાં SX, સ્પ્લિટ સીટ અને સિંગલ સીટ વેરિઅન્ટ સામેલ છે. આ નવું એન્ટ્રી લેવલ વેરિઅન્ટ સૌથી સસ્તું છે અને SX ટોપ વેરિઅન્ટ તરીકે આવે છે. આ વેરિઅન્ટને લોન્ચ કરવાની સાથે કંપનીએ તેના ડ્રમ બ્રેક વેરિઅન્ટને પણ બંધ કરી દીધું છે. આ બાઇક તેના સેગમેન્ટમાં ઘણી ફેમસ છે.
TVS મોટર્સે આ બાઈકમાં સીટ સિવાય કોઈ ફેરફાર કર્યો નથી. તેમાં સિંગલ પીસ સીટ આપવામાં આવી છે, જે આ બાઇકને કિફાયતી બનાવવામાં મદદ કરે છે. આ બાઇકમાં 124.8cc ક્ષમતાનું સિંગલ સિલિન્ડર એન્જિન છે, જે 11.4hpનો પાવર અને 11.2Nmનો ટોર્ક જનરેટ કરે છે. બાઇકમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક સસ્પેન્શન અને પાછળના ભાગમાં મોનોશોક સસ્પેન્શન છે.
TVS Raiderના મિડ-સ્પેક્સ વેરિઅન્ટને ઈન્વર્ટેડ LCD ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ મળે છે જે રીઅલ-ટાઇમ માઇલેજ, ફ્યુઅલ રેન્જ, ગિયર પોઝિશન, હેલ્મેટ રિમાઇન્ડર, થ્રી-ટ્રીપ મીટર, ઓડોમીટર, ઘડિયાળ, ટોપ સ્પીડ, એવરેજ સ્પીડ રેકોર્ડર વગેરે જેવી જાણકારી દર્શાવે છે. જોવા મળે છે. તેના ટોપ વેરિઅન્ટમાં 5-ઇંચનો TFT કન્સોલ છે, જે બ્લૂટૂથ વૉઇસ આસિસ્ટ સિસ્ટમ સાથે આવે છે. આમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, વેધર અપડેટ્સ, મ્યુઝિક કંટ્રોલ, કોલ/મેસેજ નોટિફિકેશન અને ક્રિકેટ સ્કોર અપડેટ જેવી માહિતી ઉપલબ્ધ છે.
TVS રાઇડર વેરિઅન્ટ્સ અને તેની કિંમતો: સિંગલ સીટ-93,719, સ્પ્લિટ સીટ-94,719, SX-100,820.
આ બાઇકના તમામ વેરિઅન્ટમાં LED હેડલાઇટ, ડે ટાઇમ રનિંગ લાઇટ્સ, હેલોજન ઇન્ડિકેટર્સ, USB ચાર્જિંગ પોર્ટ, કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ, અંડર-સીટ સ્ટોરેજ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. કંપનીએ આ બાઇકને 240mm ડિસ્ક અને 130mm ડ્રમ બ્રેકથી સજ્જ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp