CM યોગીએ મુકેશ અંબાણી સાથે કરી મુલાકાત, કહ્યું-UPમાં રોકાણ કરો, સુરક્ષાની..

PC: msn.com

ઉત્તર પ્રદેશ સરકાર પોતાને ત્યાં ઉદ્યોગ લાવવા માટે જોર-શોરથી લાગી છે. આ અનુસંધાને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અર્થનગરી મુંબઇ પહોંચ્યા છે. જ્યાં તેઓ સતત ઉદ્યોગ જગતના લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે. ગુરુવારે યોગી આદિત્યનાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને MD મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે આ મુલાકાત તાજ હૉટલમાં થઇ. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુકેશ અંબાણીને ઉત્તર પ્રદેશમાં રોકાણ કરવાનું આમંત્રણ આપ્યું, મુકેશ અંબાણીએ પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બુકે આપીને સ્વાગત કર્યું હતું.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું કહેવું છે કે, તેમણે નિર્ણય લીધો કે રાજ્યમાં રોકાણ માટે પોતે જઇને લોકોને અપીલ કરવાની જરૂરિયાત છે. એટલે તેઓ મુંબઇ પહોંચ્યા છે અને તેના સારા પરિણામ મળી રહ્યા છે. રોકાણકારોને આશ્વાસન મળી રહ્યું છે. આ અગાઉ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં નિશ્ચિંત થઇને ઉદ્યોગ લગાવી શકો છો. આજની તારીખમાં અમારે ત્યાં માનવીય હસ્તક્ષેપ ઝીરો છે. કોઇ તમારા કાર્યને હસ્તક્ષેપ નહીં કરે.

તેમણે આગળ કહ્યું કે, અમે બધાને આમંત્રિત કરીએ છીએ, અમારા રાજ્યમાં આવો અને રોકાણ કરો. સુરક્ષાની પૂરી ગેરંટી સરકાર લેશે. તમે જે દિવસે MoU સાઇન કરશો, એ જ દિવસથી મુખ્યમંત્રી કાર્યાલય તમારી ડીલને મોનિટરિંગ કરશે. કોઇ ત્રીજું હસ્તક્ષેપ નહીં કરી શકે. પોતાના પ્રવાસના બીજા દિવસે ગુરુવારે રોકાણકાર આઉટરીચ કાર્યક્રમમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, હું તમારા રોકાણની સુરક્ષાની ગેરંટી આપું છું, મુખ્યમંત્રી ઓફિસ તમારા રોકાણ પર નજર રાખશે અને તેમાં કોઇ પ્રકારની દખલઅંદાજી નહીં હોય. અમે માનવીય હસ્તક્ષેપને પૂર્ણ શૂન્ય બનાવવાનો ઇરાદો રાખીએ છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના સપનાંને સાકાર કરવાનું છે અને ઉત્તર પ્રદેશ એ મોરચા પર બધુ જ કરી રહ્યું છે. તેમણે લખ્યું કે, 4 લાખ કરોડનું રોકાણ રાજ્યમાં મહામારીની ઝપેટમાં આવવા છતા સંભવ થયું છે. અમારી પાસે પ્રચુર જળ સંસાધન છે, દુનિયાની સૌથી સારી ઉર્વરા ભૂમિ અમારી પાસે છે. ઉત્તર પ્રદેશમાં દરેક વ્યક્તિ પૂરી નિશ્ચિંતતા સાથે રોકાણ કરી શકે છે. તમારે અને તમારા રોકાણકારોને સુરક્ષાની ગેરંટી ઉત્તર પ્રદેશ સરકાર આપશે.

મુંબઇ પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સતત ઘણા કાર્યક્રમોમાં સામેલ થઇ રહ્યા છે અને રાજ્યમાં રોકાણ કરવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે. કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશની વિશેષતા પણ ગણાવી રહ્યા છે કે છેલ્લા 5 વર્ષોમાં કયા પ્રકારે સુરક્ષા વ્યવસ્થાને લઇને રાજ્યમાં બદલાવ થયા છે. સાથે જ મુખ્યમંત્રીનું કહેવું છે કે, રોકાણ માટે માહોલ બનાવવા સરકાર તરફથી ઘણા પગલાં ઉઠાવવામાં આવ્યા છે.

બે દિવસના મુંબઇ પ્રવાસે પહોંચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે ફિલ્મ એક્ટર અક્ષય કુમાર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અક્ષયે મુખ્યમંત્રીને કહ્યું કે, ઉત્તર પ્રદેશની ફિલ્મ સિટીને લઇને ભારતીય સિનેમા જગતમાં ખૂબ ઉત્સાહ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશની ફિલ્મ સિટી પરિયોજના વૈશ્વિક માનાંકોને અનુરૂપ હશે. રાજ્યમાં નવી ફિલ્મ નીતિઓ તૈયાર કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp