શેરબજારમાં આવી રહ્યા છે આ 10 IPO, તૈયાર રહેજો!

ઓગસ્ટનો મહિનો કમાણીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છએ. હાલમાં જ IPO માર્કેટમાં બહાર જોવા મળી રહી છે. લગભગ દર અઠવાડિયે કોઇને કોઇ કંપની IPO બજારમાં લાવી રહી છે અને લોકોને માલામાલ કરી રહી છે. આ કડીમાં હવે ઓગસ્ટ મહિનામાં એક નહીં બલ્કે 10 કંપનીઓના IPO બજારમાં આવી રહ્યા છએ. આ IPOમાં પૈસા લગાવીને રોકાણકારો માલામાલ થઇ શકે છે. એવામાં તમારે પણ જો IPO દ્વારા કમાણી કરવી છે તો પૈસા બચાવીને રાખજો.
4 ઓગસ્ટના રોજ ફાર્માસ્યૂટિકલ કંપની કોનકોર્ડ બાયોટેકે IPO બહાર પાડ્યો છે. ત્યારથી 8 ઓગસ્ટ સુધી રોકાણકારો આ શેરના સબસ્ક્રિપ્શન લઇ શકે છે. આ કંપનીની ખાસ વાત એ છે કે આમાં દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પણ પૈસા લાગ્યા છે. જોકે, હવે તેમનો પોર્ટફોલિયો તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા જોઇ રહી છે.
આ 2 કંપનીઓનો IPO ખુલ્યો
અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટિકલ ફર્મ કોનકોર્ડ બાયોટેકનો 1551 કરોડ રૂપિયાનો IPO 4 ઓગસ્ટના રોજ સાર્વજનિક સભ્યતા માટે ઓપન થઇ ગયો છએ. જ્યારે 1025 કરોડ રૂપિયાનો મુંબઈ સ્થિત ગેર-બેન્કિંગ ફાયનાન્સ કંપની એસબીએફસી ફાયનાન્સનો IPO બુધવારના રોજ ઓપન થયો હતો. બેંકરો અનુસાર માર્કેટની સાથે હવે પ્રાથમિક માર્કેટનો મૂડ પણ સારો છે.
ICICI સિક્યોરિટીઝના ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ પ્રમુખ અજય સરાફે કહ્યું કે, વ્યાજ દરો અને મોંઘવારી દરમાં અનિશ્ચિતતાની વચ્ચે મજબૂત માર્કેટની સાથે પાછલા બે-ત્રણ મહિનાઓમાં IPOની માગ ફરી એકવાર વધી છે.
કોનકોર્ડ બાયોટેક આટલું ફંડ ભેગુ કરશે
સોમવારના રોજ કંપનીએ આ IPOના પ્રાઈસ બેન્ડની જાણકારી શેર કરી. કંપનીએ આ IPOના પ્રાઈસ બેન્ડ 704-741 રૂપિયાની વચ્ચે નક્કી કર્યા છે. આ IPO દ્વારા કંપની 1550.52 કરોડ રૂપિયા ભેગા કરવાની છે. આ IPOમાં રિટેલ રોકાણકારો માટે 35 ટકા, નોન ઈન્સ્ટિટ્યૂશનલ રોકાણકારો માટે 15 ટકા અને ક્વોલિફાઇડ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે 50 ટકા રિઝર્વેશન રાખવામાં આવ્યું છે.
આ કંપનીના IPO આવી રહ્યા છે
- કોનકોર્ડ બાયોટેક
- SBFC ફાયનાન્સ
- જુપિટર લાઇફલાઇન હોસ્પિટલ
- TVS સપ્લાઇ ચેન સોલ્યૂશન
- બાલાજી સ્પેશ્યાલિટી કેમિકલ્સ
- યાત્રા ઓનલાઇન
- ઈનોવા કેપટેવ
- એરોફ્લેક્સ ઈન્ડસ્ટ્રીઝ
- રિષભ ઈન્ટ્રુમેન્ટ
- વિષ્ણુ પ્રકાશ R પુંગલિઆ
નોંધ માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp