યુવતી બુલેટ સાથે પાછળ લારી બાંધીને આવી, રસ્તા પર પાણી પુરી વેચી તો લાઇન લાગી ગઇ

PC: carblogindia.com

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક યુવતી આત્મવિશ્વાસ સાથે બુલેટ ચલાવી રહી છે અને બુલેટની પાછળ એક લારી છે. એ પછી આ યુવતી રસ્તા પર લારી ગોઠવીને પાણી પુરી વેચવાનું શરૂ કરે છે અને પાણીપુરી ખાવા માટે લાંબી લાઇન લાગી જાય છે.હાયર એજેયૂકેશન મેળવ્યા પછી હવે કેટલાંક યુવાનો શાકભાજી, ચા કે સ્ટ્રીટ ફુડના બિઝનેસ સાથે જોડાતા જાય છે.

 
 
 
View this post on Instagram

A post shared by Are you hungry (@are_you_hungry007)

પાણીપુરી એવું સ્ટ્રીટ ફુડ છે જે અનેક લોકોને ખાવાની મજા પડે છે, ખાસ કરીને મહિલાઓની પાણીપુરી એકદમ પ્રિય હોય છે, પરંતુ આ બિઝનેસમાં અત્યાર સુધીમાં પુરુષો જ પાણીપુરી વેચતા હોય એવું આપણે જોયું છે. દિલ્હીની બી-ટેક ભણેલી યુવતી તાપસી ઉપાધ્યાયએ મહિલાઓ માટે બિઝનેસનો એક મોટો રસ્તો ખોલી આપ્યો છે કે મહિલાઓ પણ પાણીપુરીનો બિઝનેસ કરી શકે છે.

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ  થયેલા એક વીડિયોમાં તાપસી ઉપાધ્યાય રોયલ એનફીલ્ડ બુલેટ પર પાછળ લારી બાંધીને રસ્તા પરથી પસાર થઇ રહી છે અને પછી તે રસ્તા પર લારી ઉભી રાખીને પાણીપુરી વેચવાનું શરૂ કરે છે.

તાપસી બિઝનેસને લઇને એકદમ ગંભીર છે તેની ફેન્સી લારી એકદમ સ્વચ્છ રાખે છે અને હેલ્ધી સ્ટ્રીટ ફુડ વેચવાનો તેનો ટાર્ગેટ છે. તેણે બી-ટેક પાણીપુરી વાળી એવું નામ આપ્યું છે. તાપસીનું કહેવું છે કે તે ક્યારેય પાણીપુરીને તેલમાં તળતી નથી  પરંતુ તેને શેકવા માટે એર ફ્રાયરનો ઉપયોગ કરે છે. તાપસીનો દાવો છે કે તે મેંદા વગરની પાણીપુરી પણ વેચે છે.

તાપસી ઉપાધ્યાયએ કહ્યું કે તે પાણીપુરીના પાણીમાં ટેસ્ટી મસાલાનો ઉપયોગ કરે છે, જે બીજી દુકાનોની પાણીપુરીના મસાલાથી અલગ છે. તેણીનું કહેવું છે કે મોટાભાગની પાણીપુરીની દુકાનમાં પાઉડરના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, પણ તાપસી પોતે જાતે મસળીને બનાવેલા મસાલાનો ઉપયોગ કરે છે.

તમે પાણીપુરીના સ્ટોલ પર જોતા હશો કે મોટેભાગે દડિયામાં પાણીપુરી આપવામાં આવતી હોય છે, પરંતુ તાપસી પર્યાવરણની જાળવણી માટે ફેન્સી મેટલ બાઉલનો ઉપયોગ કરે છે.

એ પછી તાપસીએ વીડિયોમાં જે વાત કરી છે તે ખરેખર ચોંકાવનારી છે. તાપસીએ કહ્યું કે, મને ઘણા લોકો સમર્થન આપતા નથી અને કેટલાંક તો ટોણાં મારીને કહે છે કે બી-ટેક સુધી ભણીને તારે પાણીપુરી વેચવી છે. તારે રસ્તા પર આ રીતે પાણીપુરી વેચની ન જોઇએ, એક મહિલા તરીકે તને આ ન શોભે. તારે તો ઘરે જ કામ કરવું જોઇએ. તાપસી કહે છે કે, હું આવા લોકોની વાત ધ્યાન પર લેતી નથી અને મારું કામ કર્યે રાખું છું. ખરેખર, લોકોએ તેમની માનસિકતા બદલવાની જરૂર છે, કોઇ પણ કામ નાનું નથી હોતું. મહિલાઓ પણ પાણીપુરી વેચે તો એમાં વાંધો શું હોય શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp