ફિસ્કલ ડેફિસિટ શું છે, બજેટમાં તેની કેમ વધારે ચર્ચા થાય છે?

PC: boomlive.in

યુનિયન બજેટ રજૂ થઈ ગયું છે અને ફિસ્કલ ડેફિસિટ વિશે ચર્ચા ચાલુ થઈ ગઈ છે. બજેટથી ઇકોનોમી, શેર બજાર, ઇનવેસ્ટર્સ, ટેક્સપેયર્સ, ઇન્ડસ્ટ્રીઝને ઘણી આશા હતી. ફાઇનાન્સ મિનિસ્ટરની સામે દરેકની આશા પૂરી કરવાનો પડકાર હોય છે. આ વિશે નિર્મલા સીતારમણ પર કોરોનાની માર બાદ પાટા પર ફરી રહી છે ઇકોનોમીને મજબૂતી આપવાની જવાબદારી પણ હોય છે.

ઇન્ડિયન ઇકોનોમીની હાલત ઘણી સારી છે. પણ, ગ્લોબલ ઇકોનોમીની હાલત સારી નથી. કેન્દ્રીય બેન્કો દ્વારા સતત ઇન્ટરેસ્ટ રેટ વધારવા, જિયોપોલિટિકલ અનિશ્ચિતતા અને સપ્લાઇ ચેનમાં અવરોધોના કારણે કેટલાક મોટા દેશો પર મંદીની તલવાર લટકી રહી છે. જો ઇન્ડિયન ઇકોનોમીનો ગ્રોથ ઝડપી કરવા માટે સીતારમણ ખર્ચ વધરાવાના ઉપાય કરે છે તો તેનાથી ફિસ્કલ ડેફિસિટ વધવાનું જોખમ છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, ફિસ્કલ ડેફિસિટને જલ્દીથી નિયંત્રણમાં લાવવાની જરૂર છે. લાંબી અવધિમાં સારી ઇકોનોમી માટે આ જરૂરી છે.

આખરે આ ફિસ્ક ડેફિસિટ છે શું? ઇકોનોમી માટે આ કેમ આટલું મહત્વનું ફેકટર છે? તેને નિયંત્રણમાં લાવવું કેમ જરૂરી છે? આ સવાલોના જવાબ જાણવાની કોશિશ કરો. સરળ શબ્દોમાં કહીએ તો ફિસ્કલ ડેફિસિટનો મતલબ સરકારની આવક અને ખર્ચની વચ્ચેનું અંતર છે. સરકારને ટેક્સના રૂપમાં ઘણા પૈસા મળે છે. તેમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ બન્ને શામેલ છે. જેવા કે, ઇનકમ ટેક્સ, GST, કસ્ટમ ડ્યૂટી અને કેટલાક પ્રકારના સેસ. તે સિવાય, સરકારને સરકારી કંપનીઓમાં પોતાની હિસ્સેદારી વેચવા, ડિવિડન્ડ અને ઇન્ટરેસ્ટ દ્વારા પણ ઇનકમ આવે છે.

સરકાર લોન કેમ લે છે?

સરકાર ઉપર્યુક્ત સ્ત્રોતો દ્વારા મળેલા પૈસાને કેટલીક જગ્યા પર ખર્ચ કરે છે. તેમાં એમ્પ્લોયીઝની સેલેરી, પેન્શન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરનું રોકાણ પણ શામેલ છે. સરકારને માર્કેટમાંથી લેવામાં આવેલી લોન પર ઇન્ટરેસ્ટ પણ ચૂકવવાનું હોય છે. જે રીતે આપણે પણ કેટલીક વખત લોન લેવી પડે છે, એ જ રીતે સરકાર પણ પોતાના ખર્ચને પુરા કરવા માટે લોન લે છે.

સરકાર પોતાની ઇનકમ અને એક્સ્પેન્ડિચર વચ્ચેના ગેપને પુરો કરવા માટે પૈસા ઉધાર લે છે. તે માર્કેટમાં બોન્ડ જારી કરીને પૈસા ભેગા કરે છે. સ્મોલ સેવિંગ્સ સ્કીમો દ્વારા મળેલા પૈસાનો ઉપયોગ તે પોતના ખર્ચને પુરો કરવા માટે કરે છે. સરકાર વધારે પડતી લોન દેશની અંદર લે છે એટલે કે રૂપિયામાં લે છે, જેનાથી વિદેશી રોકાણકારોના ભારતીય બજારમાંથી પોતાના પૈસા અચાનક કાઢવા પર તેના પર વધારે અસર ન પડે. આ જ કારણ છે કે, સરકારની તરફથી જારી થતા બોડના અમુક હિસ્સાને વિદેશી રોકાણકારોને ખરીદવાની પરવાનગી હોય છે.

સરકારની પોતાની ઇનકમથી વધારે ખર્ચ કરવાના કેટલાક કારણો છે. તે પાયાની જરૂરિયાતો પર વધારે રકમ ખર્ચ કરે છે. સડક, એરપોર્ટ, પોર્ટ્સ, રેલવે જેવી પાયાની જરૂરિયાતોમાં રોકાણ કરવાથી ઉદ્યોગ અને વેપાર વધારવામાં મદદ મળે છે. તે સિવાય સરકાર પર નાગરિકોને પાયાની સુવિધાઓ આપવાની પણ જવાબદારી હોય છે. તેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, વિજળી વગેરે શામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp