હવે તમે EMI પર લગ્ન પણ કરી શકો છો, જાણો Marry Now, Pay Later ફેસિલિટી વિશે

PC: bqprime.com

અત્યાર સુધી ફોન ખરીદવા, ફ્લેટ ખરીદવા અને મોટી અમાઉન્ટની ખરીદી કરવા માટે બાય નાઉ, પે લેટરનો ઉપયોગ થઈ રહ્યો હતો. પછી ફરવા જવાના ટ્રેન્ડમાં પણ તેનો સમાવેશ થયો, હવે લગ્ન માટે પણ આ ફેસિલિટી શરૂ થઈ ગઈ છે. તેનું નામ છે મેરી નાઉ, પે લેટર. કરણ સિંહ જૂનમાં પોતાના લગ્ન માટે આ ફેસિલિટીનો ઉપયોગ કરવા જઈ રહ્યો છે. તેણે એક હોટેલમાં આ ફેસિલિટીની જાહેરાત જોઈ હતી. ફરીદાબાદમાં રહેતા કરન સિંહે તેના વિશે જાણકારી મેળવી. તેનું કહેવુ છે કે, તે પોતાના લગ્ન માટે પોતાની બધી જ સેવિંગ્સ ખર્ચ કરવા માંગતો ન હતો. આથી, તેણે આ ફેસિલિટીમાં રસ દાખવ્યો.

કરન સિંહની વાતચીત આ સ્કીમ ચલાવતી કંપની સાથે થઈ. તેમણે જણાવ્યું કે, છ મહિના માટે તેને બે લાખ રૂપિયાની લોન મળી ગઈ. આ ફેસિલિટી અંતર્ગત વેડિંગ સ્પેસ મળે છે. તેના માટે ટ્રાવેલ ફિનટેક પ્લેટફોર્મે રેડિસન સાથે પાર્ટનરશિપ કરી છે. તેનો ઈરાદો મેરી નાઉ, પે લેટર સ્કીમને ઉપલબ્ધ કરાવવાનો છે.

આ કંપનીના CEO અને કો-ફાઉન્ડર આકાશ દહિયાએ કહ્યું, અમારી પાસે પહેલા ફ્લાઈ નાઉ, પે લેટર હતું. ત્યારબાદ Sail now, pay later આવ્યું. હવે અમે રેડિસન સાથે મળીને સ્ટે નાઉ પે લેટરની સુવિધા આપી રહ્યા છીએ. ત્યારબાદ અમને આ પ્લાન અંગે વિચાર આવ્યો. રેડિસનની 20 ટકા રેવેન્યૂ ફૂડ એન્ડ બેવરેજમાંથી આવે છે. તેમા મેરેજ માર્કેટની મોટી હિસ્સેદારી છે. અમે દિલ્હી એનસીઆરમાં પાયલટ કર્યો. ત્યારબાદ અમને 100 લોકોના સવાલ મળ્યા. તેમની પાસેથી આશરે 8 કરોડ રૂપિયાનો બિઝનેસ મળી શકતો હતો.

મેરી નાઉ, પે લેટર સ્કીમ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ ઉપલબ્ધ છે. તેને સમગ્ર દેશમાં ધીમે-ધીમે લોન્ચ કરવામાં આવી રહી છે. દહિયાએ કહ્યું કે, આ વર્ષના અંત સુધી આ ફેસિલિટી રેડિસનની તમામ હોટેલમાં ઉપલબ્ધ થઈ જશે. તેમણે કહ્યું, અમે ઉત્તર પ્રદેશમાં આગરામાં પણ પ્રોપર્ટીઝ લોન્ચ કરી રહ્યા છીએ. નાથદ્વારા, જયપુર, ચંદીગઢ અને પુણે સહિત બીજા શહેરોમાં આ સુવિધા લોન્ચ થવા જઈ રહી છે. તેમણે કહ્યું કે, જે જગ્યાઓમાં આ ફેસિલિટી ઉપલબ્ધ છે, ત્યાં દરરોજ અમને 50 કરતા વધુ લોકોના સવાલ મળી રહ્યા છે.

દહિયાએ જણાવ્યું કે, આ સ્કીમ અંતર્ગત કોઈ વ્યક્તિ મેક્સિમમ 25 લાખ રૂપિયાનું ફંડ હાંસલ કરી શકે છે. આ ફંડને પાછું ચુકવવા માટે છ અથવા 12 મહિનાનો સમય મળશે. દહિયાએ કહ્યું કે, જો કોઈ કસ્ટમર હાલ લગ્ન કરે છે અને બાદમાં પેમેન્ટ કરવાની ફેસિલિટી લે છે, તો Sankash તેની મદદ કરે છે. ચારથી છ કલાકમાં એપ્રૂવલ બાદ અમે પૈસા કસ્ટમરના નામથી રેડિસનને પેમેન્ટ કરી દઈએ છે. છ મહિના માટે અમે કોઈપણ પ્રકારનું ઈન્ટરેસ્ટ નથી લેતા. જો કસ્ટમર 12 મહિનાનું રીપેમેન્ટ પીરિયડ સિલેક્ટ કરે છે તો તેણે દર મહિને 1 ટકા ઈન્ટરેસ્ટ ચુકવવુ પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp