ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાનો છુપો દુશ્મન કોણ છે? કેટલીક માહિતી સામે આવી
દુનિયાભરમાં જાણીતી અને ટોચની અગ્રણી કંપની શ્રીરામક્રિષ્ણા એક્સપોર્ટસ (SRK)ના માલિક ગોવિંદભાઇ ધોળકીયા ભગતના નામથી જાણીતા છે, તેમને લોકો ગોવિંદકાકા તરીકે પણ બોલાવે છે. સામાન્ય રીતે ગોંવિદભાઇની હીરાઉદ્યોગમાં જે ઇમેજ છે તેને કારણે લોકો એવું જ માને કે તેમનો કોઇ દુશ્મન ન હોય શકે, પરંતુ તાજેયરમાં યુક્રેને ઇન્ટરનેશનલ સ્પોનર્સ ઓફ વોર લિસ્ટ જાહેર કર્યું તેમાં SRKનું નામ હતું. આખી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં થી એક જ કંપનીનું નામ આ યાદીમાં હતું. હીરાઉદ્યોગમાંથી જાણવા મળ્યું કે, કોઇ વિદેશી દુશ્મને નહીં, પરંતુ ભારતના જ ઘરમાં એક દુશ્મને યુક્રેનને SRK વિશે માહિતી મોકલી હતી. ભારતના વિદેશ મંત્રાલયે દરમિયાનગીરી કરતા આખરે SRKનું નામ યાદીમાંથી હટાવી લેવામાં આવ્યું છે. જાણવા મળેલી વિગત મુજબ ભાજપના એક ઉચ્ચ નેતાએ ગોવિંદભાઇના દુશ્મનને બોલાવીને ખખડાવ્યા છે.
તમને જણાવી દઇએ કે ડાયમન્ડ ઉદ્યોગ એકબીજાને સહાય કરીને ઉપર આવ્યો છે. ખાસ કરીને પાટીદાર સમાજના ઉદ્યોગસાહસિકોએ તેને આ લેવલે પહોંચાડ્યો છે. પરંતુ કહેવાય છે કે ટોચ પર પહોંચ્યા પછી ત્યાં ટકી રહેવું અને તેનાથી પણ ઉપર જવું તે સૌથી અઘરૂં હોય છે. તમારા ટાંટિયા ખેંચનારા ઘણા હોય છે. અને ખાસ કરીને જે તમારી નજીકના હોય છે તે સૌથી વધુ ખતરનાક દુશ્મન બની શકે છે. કારણ કે તેમની પાસે તમારી જાહેર ન કરવા જેવી તમામ માહિતી હોય છે. હાલ ગોવિંદ ધોળકિયા સાથે તેવું જ થયું છે.
સૂત્રો જણાવે છે કે તેમની ઉપર હુમલો કોઇ બહાર દેશની વ્યક્તિએ નહીં પરંતુ તેમના ઘરના એટલે કે ડાયમન્ડ ઉદ્યોગના લોકોએ જ કર્યો છે. જે તેમના વિશે રજે રજની માહિતી રાખે છે તેમણે જ કર્યો છે. તેનો ખુલાસો છેક કેન્દ્ર સ્તર સુધી થયો છે. કહેવાય છે કે આ માહિતી બહાર આવતા આવું કરનારને છેક દિલ્હીથી ઠપકો આવ્યો છે. આવું કરવું યોગ્ય નથી કારણ કે હવે સુરતના હીરાના વેપારનું હબ બનાવવાનું છે. જો આમ અંદરોૃઅંદર જ લડાઇ થશે તો બાહરનો લોકો ફાવી જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp