કલ્યાણ જ્વેલર્સના શેરના ભાવમાં એકાએક ઉછાળો કેમ આવ્યો? બ્રોકરેજ હાઉસો શું કહે છે?

PC: indianexpress.com

દક્ષિણ ભારતની જાણીતી જ્વેલર્સ કંપની કલ્યાણ જ્વેલર્સના ભાવમાં શુક્રવારે તોતિંગ ઉછાળો આવ્યો હતો.NSE- BSE બંને પર શેરના ભાવ વધ્યા હતા. હજુ બ્રોકરેજ હાઉસોનું માનવું છે કે આ શેરમાં હજુ ઉપર જવાનો દમ છે.

કલ્યાણ જ્વેલર્સના શેરમાં આજે મોટી બ્લોક ડીલને કારણે માહોલ પોઝિટિવથઇ ગયો હતો અને તેને કારણે કલ્યાણ જ્વેલસર્સનો શેર BSEC પર ઇન્ટ્રા ડેમાં 18 ટકા ઉછળીને એક વર્ષની સૌથી ઉંચી સપાટી 135 રૂપિયા પર પહોંચી ગયો હતો. જો કે એ પછી નફારૂપી વેચવાલીને કારણે ભાવ થોડો નીચો આવ્યો અને 131.65 રૂપિયા પર બંધ રહ્યો, છતા આગલા બંધથી 15.18 ટકાનો વધારો હતો. હવે આ શેર માટે બ્રોકરેજ હાઉસો શું કહે છે તે પણ જાણી લઇએ.

એક્સ્ચેન્જ  ઉપલબ્ધ આંકડા મુજબ શુક્રવારે NSE પર કલ્યાણ જ્વેલર્સના 6,41,02,561 ઇક્વિટી શેરોની બ્લોક ડીલમાં લેવડ-દેવડ થઇ હતી. જે કંપનીના લગભગ 6.2 ટકા હિસ્સેદારીના બરાબર છે. આ બ્લોક ડીલ માર્કેટ ખુલવા પહેલાં થઇ અને આ સોદો 725 કરોડ રૂપિયામાં થયો હતો. જો કે આ શેરો કોણે વેચ્યા અને કોણે ખરીદ્યા તેની માહિતી મળી શકી નથી.

કલ્યાણ જ્વેલર્સ માટે માર્ચ ત્રિમાસિક અપેક્ષાઓને અનુરૂપ હતું. માર્ચ ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 18 ટકા વધી હતી. ભારતીય બિઝનેસમાં તેનું ગ્રોસ માર્જિન 0.50 ટકાથી 15.7 ટકા સુધરી ગયું છે. દક્ષિણની બહાર તેનો બિઝનેસ હવે વધી રહ્યો છે અને નાણાકીય વર્ષ 2022માં તેનો 34 ટકા હિસ્સો વધીને 39 ટકા થયો છે.

કંપનીએ માર્ચના ત્રિમાસિક ગાળામાં 38 ટકા નવા ગ્રાહકો જોડ્યા છે. હવે આગળની વાત કરીએ તો ફ્રેન્ચાઇઝી બિઝનેસને લઇને કંપનીની પ્રતિબદ્ધતા, કેપિટલ અને ઇન્વેસ્ટમેન્ટને લઇને સમજી-વિચારીને નિર્ણય લેવા અને દક્ષિણ ભારતની બહાર રોકાણ કરવાની યોજના કંપની બિઝનેસને સપોર્ટ  કરશે.કંપની આ નાણાકીય વર્ષ 2024માં તેના ગ્રોસ ડેબ્ટમાં રૂ. 300-400 કરોડનો ઘટાડો કરવાની અને દક્ષિણની બહાર 52 સ્ટોર ખોલવાની યોજના ધરાવે છે. આ તમામ કારણોસર, બ્રોકરેજ ICICI સિક્યોરિટીઝે તેના પર રૂ. 160ની લક્ષ્ય કિંમત સાથે બાય રેટિંગ જાળવી રાખ્યું છે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp