26th January selfie contest

ફેન ફોલોઈંગથી પરેશાન થઈ શાર્ક ટેંકના જજે કહ્યું- મને આવી લાઈફ નથી જોઈતી

PC: twitter.com

શાર્ક ટેન્ક સીઝન 2 ટૂંક સમયમાં શરૂ થવાની છે. સ્ક્રીન પર ફરીથી તમને ઘણી ટીમો પોતાના બિઝનેસ પ્રપોઝલ મૂકતા અને તેની પર પૈસાની ડિમાન્ડ કરતા પણ જોવા મળશે. જ્યારે જજીસ પોતાના અંદાજમાં તેને રિજેક્ટ અથવા એક્સેપ્ટ કરતા પણ જોવા મળશે. શાર્ક ટેન્કની સીઝન 1ને ઘણી પોપ્યુલારિટી મળી હતી. જ્યારે બધા જજો પણ સૌના પસંદગીના બની ગયા હચા. દરેકની પોતાની એક ફેન ફોલોઈંગ છે. જેને પહેલા માત્ર બિઝનેસ જગતના લોકો જાણતા હતા, આજે તેઓ સેલિબ્રિટી બની ગયા છે. ફેમ જ્યાં બધાને પસંદ આવે છે, ત્યાં જજ પીયુષ બંસલ તેનાથી પરેશાન થયેલો જોવા મળ્યો છે.

લેન્સકાર્ટના ફાઉન્ડર પીયુષ બંસલે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યુ છે કે તેને આ ફેનફોલોઈંગ પસંદ આવતી નથી. તે નોર્મલ લાઈફ જીવવા ઈચ્છે છે. પીયુષનું માનવું છે કે ફેન ફોલોઈંગથી મનમાં ડર પેદા થાય છે. પીયુષે કહ્યું- માત્ર એક કારણના લીધે તે આ શોમાં પાછો નહીં આવવા ઈચ્છતો હતો, તે છે હદથી વધારે ફેનફોલોઈંગ. હું હંમેશાંથી માનું છું કે શાન-ઓ-શૌકત હંમેશાં નથી રહેતી અને હું એવી લાઈફ પણ નથી ઈચ્છતો. મને એક નોર્મલ લાઈફ જોઈએ છે. મારા માટે, મારા છોકરા માટે, જે માત્ર અઢી વર્ષનો છે. પરંતુ જ્યારે હું લાખો લોકીની આંખોમાં ચમક જોઉં છું તો તેને જોઈને હારી જાવ છું. આથી શોમાં પાછો આવી રહ્યો છું.

બિઝનેસમેન પીયુષ બંસલે એક એવો અનુભવ શેર કર્યો અને કહ્યું કે તેને તે વખતે ખબર પડી કે તે આટલો બધો ફેમસ થઈ ગયો છે. પીયુષે કહ્યું- જ્યારે શો ઓનએર થયો, ત્યાં સુધી સેકન્ડ વેવ આવી ગઈ હતી અને તે ઘરે હતો. પરંતુ જ્યારે ટીમ કપિલ શર્માના શો પર ગઈ હતી, પ્રમોશન માટે તો તેણે કોરોનાના કારણે તેનાથી બચવાનું યોગ્ય સમજ્યું હતું. પીયુષે કહ્યું કે- હું આશરે 30-40 દિવસ પછી બહાર નીકળ્યો હતો. હું મોલમાં ગયો હતો. ત્યાં ઘણા લોકોએ મને નોટિસ કર્યો. લોકો મારી પાસે આવીને વાતો કરવા લાગ્યા હતા.

પીયુષે આગળ કહ્યું કે- પછી એક વખત હું એરપોર્ટ પર હતો. મેં ડબલ માસ્ક પહેર્યું હતું. શીલ્ડ કેપ લગાવી હતી. હું કાઉન્ટર પર ગયો અને પોતાનો બોર્ડિંગ પાસ માંગ્યો. ત્યાં કાઉન્ટરની બાજુમાં એક છોકરી ઊભી હતી,તેણે મને પૂછ્યું કે શું હું પીયુષ બંસલ છું. જ્યારે મેં તેને પૂછ્યું કે તને કેવી રીતે ખબર પડી તો તેણે કહ્યું કે હું તમારા અવાજને જાણું છું. આ ઘણો ક્રેઝી હતું. બીજી સીઝનમાં ઘણા બદલાવ જોવા મળશે. પહેલી સીઝન કરતા આ સીઝન ઓછી ઈમોશનલ હોવાનું જણાવ્યું છે. જેને તેણે બિઝનેસનો એક ભાગ બતાવ્યો હતો. પીયુષની સાથે આ શોમાં અમિત જૈન, એમ ક્યોરની નમિતા થાપર, સુગર કોસ્મેટિક્સની વિનીતા સિંહ, બોટ કંપનીના અમન ગુપ્તા, શાદીડોટકોમના અનુપમ મિત્તલ પણ પિચર્સને જજ કરશે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp