મુકેશ અંબાણીએ રિલાયન્સની AGMમા મોટી જાહેરાતો કરી, ત્રણેય સંતાનો...

PC: twitter.com

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 46મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા મુકેશ અંબાણીએ મહત્ત્વની જાહેરાતો કરી છે. તેમણે કહ્યું કે ભારતમાં વિશ્વનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે. ભારત ન તો અટકે છે, ન થાકે છે કે હારે છે. પોતાના સંબોધનની શરૂઆતમાં તેમણે ચંદ્રયાન-3ની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે નવી રિલાયન્સ ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.

આ દરમિયાન તેમણે કહ્યુ કે રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટ્રસમાં ઇશા, આકાશ અને અનંત અંબાણી નોન એક્ઝિક્યુટીવ ડિરેક્ટર તરીકે સામેલ થશે. નીતા અંબાણી રિલાયન્સના બોર્ડથી આલગ થશે.

મુકેશ અંબાણીએ જિયો ફાયનાન્શિયલ સર્વિસીઝનો રોડમેપ રજૂ કરતા કહ્યુ હતું કે, JIO ફાયનાન્સ હવે વિમાના ક્ષેત્રમાં પણ એન્ટ્રી કરશે, એના માટે ગ્લોબલ લીડર્સ સાથે ભાગીદારી કરવામાં આવશે. એની સાથે જ કપની દ્રારા 142 કરોડ ભારતીયોને ફાયનાન્શિયલ સેવા આપવામાં આવશે.

મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 46મી વાર્ષિક સાધારણ સભાને સંબોધતા કહ્યું કે, નાણાંકીય વર્ષ 2022-23માં કંપનીની આવક 9.74 લાખ કરોડ રૂપિયા થઇ છે.કંપનીનો EBITDA 1.50 લાખ કરોડથી વધારે થઇ ગયો છે. છેલ્લાં 10 વર્ષમાં કંપનીએ 150 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.

તેમણે આગળ કહ્યુ કે,Jioનો ડેટા વપરાશ દર મહિને પ્રતિ યુઝર 25 GB થઈ ગયો છે. તેના કારણે જિયો નેટવર્ક પર ડેટાનો વપરાશ 1100 કરોડ GB પ્રતિ મહિને પહોંચી ગયો છે. મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે JIO એર ફાયબર ગણેશ ચતુર્થીના દિવસે લોન્ચ કરવામાં આવશે.

મુકેશ અંબાણીએ કહ્યું કે Jio 5G સેવા દેશના 96 ટકા સુધી પહોંચી ગઈ છે. ડિસેમ્બર સુધીમાં તે દેશના દરેક ખૂણે પહોંચી જશે.

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ આગળ કહ્યુ કે, Jio દ્વારા સ્માર્ટ હોમ સર્વિસ શરૂ કરવામાં આવી છે. તે એક સ્માર્ટ હોમ સોલ્યુશન છે, જેના દ્વારા ઘરના અનેક ડિવાઇઝને કનેક્ટ અને નિયંત્રિત કરી શકાય છે.

રિલાયન્સની વાર્ષિક સાધારણ સભામાં જાહેરાત કરવામાં આવી કે કંપની પોતાના પાર્ટનર્સ HP અને Google સાથે મળીને JIO Cloud PC પર કામ કરી રહી છે. ટુંક સમયમાંજ યૂઝર્સ માટે તે ઉપલબ્ધ કરવામાં આવશે.

મુકેશ અંબાણીએ કહ્યું કે 7 વર્ષ પહેલાં અમે બ્રોડબેંડને ઘરે ઘરે પહોંચાડવાનો વાયદો કર્યો હતો. AIની સાથે પણ અમે આવું જ કરવા જઇ રહ્યા છે.

તેમણે કહ્યુ કે નાણાંકીય વર્ષ 2023માં રિલાયન્સ રિટેલની આવક 2.60 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે. કંપનીનો નફો 9000 કરોડથી વધારે થયો છે. ઉપરાંત કતર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી તરફથી એક અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે. કંપનીના સ્ટોર્સની સંખ્યા 18.040 થઇ ગઇ છે. છેલ્લાં 2 વર્ષમાં કંપનીએ 10 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે તાજેતરમાં અલગ થયેલી જિયો ફાયનાન્શિયલ સવિર્સીઝ પોતાના ઇનોવેટિવ ફાયનાન્શિયલ પ્રોડ્કટ્સ દ્વારા નાણાંકીય સેવાઓનું લોકશાહીકરણ કરશે. કંપનીએ બ્લેકરોક સાથે ભાગીદારીની જાહેરાત કરી છે.

તેમણે કહ્યુ કે જિયો ફાયનાન્શિયલ સર્વિસીઝ બ્લોકચેન અને CBDT આધારિત પ્રોડ્ક્ટ લોંચ કરશે. સાથે જ કંપની લાઇફ અને હેલ્થ ઇન્શ્યોરન્સના સેક્ટરમાં પણ ઉતરશે.

અંબાણીએ કહ્યું કે કંપનીએ વર્ષ 2026 સુધીમાં બેટરી ગીગા ફેકટરી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. મુકેશ અંબાણીએ કહ્યું કે અમારું ધ્યાન જામનગરમાં ધીરુભાઈ અંબાણી એનર્જિ ગીગા મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ પર છે. અમારી પ્રથમ પ્રાથમિકતા સંપૂર્ણ સંકલિત, એન્ડ ટુ એન્ડ સોલાર ફોટોવોલ્ટેઇક સેલ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ બનાવવા પર છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સે રેકોર્ડ સમયમાં બારાબંકીમાં કોમ્પ્રેસ્ડ ગેસ પ્લાન્ટની શરૂઆત કરી છે. ટુંક સમયમાં જ આખા દેશમાં 25 બાયો ગેસ પ્લાન્ટ લગાવવામાં આવશે. અમારો લક્ષ્યાંક 100 કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટ લગાવવાનો છે.

નીતા અંબાણી કહ્યુ કે રિલાયન્સ ફાઉન્ડેશન આગામી 10 વર્ષોમાં 50,000 સ્ટુડન્ટસને સ્કોલરશિપ દ્વારા સપોર્ટ કરશે. સાથે જ તેમણે એક નવી નીતા અંબાણી જૂનિયર હાઇ સ્કુલ શરૂ કરવાની પણ જાહેરાત કરી, જેની લીડરશીપ ઇશા અંબાણી કરશે.

મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે આગામી 5 વર્ષ સુધી તેઓ પોતે કંપની ચેરમનના હોદ્દા પર રહેશે. નીતા અંબાણી બોર્ડમાંથી બહાર થયા છે, પરંતુ તેઓ આમંત્રિત તરીકે બોર્ડને સલાહ-સૂચન આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp