શું દિવાળી સુધીમાં સોનાનો ભાવ થશે 65000? નિષ્ણાતનો અભિપ્રાય જાણો

ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. માર્ચ પછી એપ્રિલ મહિનામાં સોનું દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. 6 એપ્રિલે બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 61 હજારને પાર કરી ગયો હતો. બીજી તરફ MCX માર્કેટમાં સોનાની વાત કરીએ તો, ત્યાં પણ તેની કિંમત 60 હજારથી વધુ હતી. માર્ચ પછી એપ્રિલ મહિનામાં જે રીતે સોનાના ભાવ આસમાને છે, નિષ્ણાતોનું માનવું છે કે આવનારી ધનતેરસ અને દીપાવલી સુધીમાં તેની કિંમત 65 હજારને પાર કરી શકે એમ છે.

વારાણસી બુલિયન એસોસિયેશનના આશ્રયદાતા અને જથ્થાબંધ બુલિયન વેપારી વિજય તિવારીએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં સોનું તેના તમામ જૂના રેકોર્ડ તોડી શકે છે. એવો અંદાજ છે કે MCX પર સોનાની કિંમત 62600નો જૂનો રેકોર્ડ તોડી નાખશે. જ્યારે, દીપાવલી આસપાસના સમયે, આ કિંમત 65 હજારની નજીક પહોંચી શકે છે. આવી સ્થિતિમાં સ્થાનિક બજારમાં તેની કિંમત 66500 થી 67500 સુધી પહોંચવાની આશા રહેલી છે.

અહીં તમને જણાવી દઈએ કે, MCX માર્કેટ અને લોકલ માર્કેટમાં સોનાની કિંમતમાં થોડો ઘણો તફાવત રહેતો હોય છે. તે એક્સાઈઝ ડ્યુટી અને ટેક્સ પર આધારિત છે. જ્યારે બીજી તરફ બજાર સાથે સંકળાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે, સોના અને ચાંદીની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર પર નિર્ભર કરે છે. એપ્રિલ મહિનામાં સોનાના ભાવમાં વધારો થવાનું વૈશ્વિક કારણ ચીનના ચંદ્ર વર્ષનો અંત હોવાનું પણ બતાવવામાં આવી રહ્યું છે.

કોમટ્રેન્ડ્ઝના ડિરેક્ટર જ્ઞાનસેકર થિયાગરાજને જણાવ્યું હતું કે રેશિયો દર્શાવે છે કે ચાંદી વધુ કે ઓછી તટસ્થ નથી. તેણે કહ્યું, 'સોનું વધતું રહેશે. ચાંદી તેને અનુસરશે, પરંતુ ચુપચાપ રીતે, જેમ આપણે તાજેતરમાં જોયું છે. ડૉલરના સંદર્ભમાં સોનાની કિંમત નજીકના ગાળામાં 2,100 ડૉલર અને ડિસેમ્બર સુધીમાં 2,350 ડૉલરનું લક્ષ્ય રાખે છે. ચાંદી ટૂંકા ગાળામાં 30 ડૉલર અને ડિસેમ્બર સુધીમાં 33 ડૉલર સુધી પહોંચી જશે. રૂપિયાના સંદર્ભમાં, દિવાળી પહેલા, સોનું રૂ. 65,000 અને ચાંદી રૂ. 90,000 સુધી પહોંચી શકે છે.

બીજી તરફ, BHUની સંલગ્ન કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ સાથે સંકળાયેલા પ્રોફેસર અનૂપ મિશ્રાએ જણાવ્યું હતું કે, માર્ચના અંત અથવા એપ્રિલની શરૂઆતમાં સોનાના ભાવમાં વધારો થવાનું કારણ લગ્નની સિઝન પણ છે. આ સિવાય અક્ષય તૃતીયાના કારણે પણ તેની માંગ વધી જતી હોય છે. જેના કારણે સોનાની કિંમતમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે. બજારમાં છેલ્લા કેટલાક વર્ષોનો ટ્રેન્ડ પણ કંઈક આવો જ સંકેત આપી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.