શું પેટ્રોલ- ડીઝલ સસ્તા થશે? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું મોટું નિવેદન

PC: news18.com

કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદીપ સિંહ સુરીએ સોમવારે India Energy Week 2023ને સંબોધિત કરતા કહ્યુ કે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉર્જા ગ્રાહક દેશ ભારત છે અને જ્યાંથી પણ વ્યાજબી ભાવે ઓઇલ મળશે ત્યાંથી ભારત  ઓઇલ ખરીદશે. India Energy Week ભારતની ઉર્જા સુરક્ષા, પોષણક્ષમતા અને આપણા નાગરિકો માટે સુલભતા સુનિશ્ચિત કરે છે અને વૈશ્વિક ઉર્જા સંક્રમણમાં ભારતની ભૂમિકા માટે PM મોદીના લાંબા ગાળાના વિઝનને પ્રતિબિંબિત કરે છે.

પેટ્રોલિયમ મંત્રી પુરીએ જણાવ્યું હતું કે, દેશ તેની કુલ તેલ જરૂરિયાતોના 85 ટકા અને કુદરતી ગેસની 50 ટકા આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે. આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે શેરડી અને અન્ય કૃષિ પેદાશોમાંથી મેળવવામાં આવતા ઇથેનોલને પેટ્રોલમાં ભેળવવામાં આવે છે. પુરીએ કહ્યું કે વર્ષ 2025 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાનું સરકારનું લક્ષ્ય છે. ગ્રીન એનર્જિના ક્ષેત્રમાં ભારતના વધતા પગલાને દર્શાવવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં India Energy Week 2023નું ઉદઘાટન કર્યું હતું.પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે, ઉર્જા ક્ષેત્રે ભારત ખુબ ઝડપથી આગળ આવી રહ્યું છે અને આ ક્ષેત્રમાં હજુ અભૂતપૂર્વ સંભાવનાઓ છે. PM મોદીએ કહ્યુ કે, કોરાના મહામારી અને યુદ્ધની અસર હોવા છતા વર્ષ 2022માં ભારત એક ચમકતો સિતારો બની રહ્યું છે.

ભારત વર્ષ 2006-2007માં 27 દેશોમાંથી ઓઇલ આયાત કરતું હતુંIndia Energy Week 2023માં પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ કે, ભારત ઓઇલની ખરીદી મામલે પોતાના મોટા માર્કેટનો ઉપયોગ કરશે. તેમણે કહ્યુ કે, અમે માર્કેટ કાર્ડનો ઉપયોગ કરીશું. દુનિયામાં જ્યાંથી પણ સસ્તું ઓઇલ મળશે ભારત ત્યાંથી ઓઇલ આયાત કરશે.

ભારત વર્ષ 2006-2007માં 27 દેશોમાંથી ઓઇલ આયાત કરતું હતું. આ સંખ્યા વર્ષ 2021-22માં વધીને 39 દેશો થઇ ગઇ છે. મતલબ કે ભારત હવે 39 દેશોમાંથી ઓઇલ આયાત કરે છે. નવા સપ્લાયર્સમાં કોલંબિયા, રશિયા, લિબિયા, ગેબોન અને ઇક્વેટોરિયલ ગિનીનો સમાવેશ થાય છે. આ સાથે જ રશિયા ભારતનો સૌથી મોટો ઓઈલ સપ્લાયર દેશ બની ગયો છે. રશિયા –યુક્રેન યુદ્ધ પછી વિશ્વના દેશોએ રશિયા પર પ્રતિબંધ મુકવાના કારણે રશિયાએ ભારતને વધારે ઓઇલ અને તે પણ સસ્તા ભાવે આપવામાં માંડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp