અમદાવાદનો 'બાપનો બગીચો' ફરી વિવાદમાં, 3 રાઉન્ડ ગોળીબાર, હોકી સ્ટિકથી...

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઇ હોય તેમ લાગી રહ્યું છે. દિવસે ને દિવસે લૂંટ, ચોરી જેવી ઘટનાઓ બાદ હવે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. અમદાવાદના રિંગ રોડ પર આવેલા ‘બાપનો બગીચો’ કેફેનો વિવાદ ઓછોનું નામ લેતો નથી. કારણ કે થોડા દિવસો અગાઉ ‘બાપનો બગીચો’ કેફે બહાર ડ્રગ્સ પકડાયું હતું અને હવે ‘બાપનો બગીચો’ના કર્મચારીઓ અને અન્ય લોકો વચ્ચે છૂટા હાથની મારામારીની ઘટના ઘટી છે. બીજી તરફ ફાયરિંગ થયું હોવાનું પણ પોલીસ અધિકારીએ સ્વીકાર્યું છે.

આ સમગ્ર ઘટના પર અમદાવાદ જિલ્લાના DSPએ જણાવ્યું હતું કે, ગઇ કાલે રાતે 2:00 વાગ્યે કેટલાક લોકો ‘બાપનો બગીચો’ કેફેમાં આવ્યા હતા. જો કે, તેની અંદર જતા કર્મચારીઓની આવેલા વ્યક્તિઓ વચ્ચે બોલાબોલી થઇ અને મારામારી થઇ હતી. મોડી રાત સુધી આ કેફે કોની મંજૂરીથી ચાલવા દેવામાં આવે છે તેની સામે પ્રશ્નો ઊભા થયા છે, કારણ કે રિપોર્ટ્સ મુજબ ‘બાપનો બગીચો’ કેફેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર સાઇલેન્ટ ભાગીદાર છે તેવું જાણવા મળ્યું છે.

4 ફેબ્રુઆરીની બપોરે પોલીસ સ્ટેશનમાં PIનો માણસ મજેઠીયા ગોઠવણ કરવા આંટા મારતો હતો, ત્યારે બીજી તરફના લોકો પણ પોતાની વગ ધરાવતા હતા, પરંતુ જિલ્લા પોલીસ વડાએ આ અંગે કાર્યવાહી કરવાનું મન બનાવી લેતા સામસામે ફરિયાદ નોંધાય છે. શહેરના મોટા પરિવારના યુવકો પોતાના રૂપિયાનો દેખાડો કરવા SP રિંગ રોડ પર આવેલા કેફે પર જઇને હજારો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. તેમાં પણ દેખાદેખીમાં પોતાની સાથે હથિયારો પણ રાખતા હોય છે. આવી વધુ એક ગંભીર ઘટના અમદાવાદમાં આવેલા વિવાદિત ‘બાપનો બગીચો’ કેફેમાં બની છે.

જ્યારે આ સમયે કેફેના કર્મચારીઓએ આવેલા વ્યક્તિઓ સાથે મારામારી કરી હતી. જેમાં આ લોકો ઉશ્કેરાઇ ગયા હતા અને ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ 4:00 વાગ્યે આ લોકો ફરીથી આવ્યા હતા. ત્યારબાદ આ લોકો પોતાની સાથે દંડા, હોકી અને રિવોલ્વર લઇને આવ્યા હતા. જ્યાં આ તરફથી પણ મારામારી શરૂ થતા હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થઇ છે. આ ઘટનામાં મુખ્ય આરોપી વિશ્વનાથ રઘુવંશીએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું અને અન્ય એક આરોપીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ.

એટલું જ નહીં, કેફેમાં તોડફોડ કર્યા બાદ આરોપીઓએ સ્ટોરમાં આગ પણ લગાવી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી હતી અને મુખ્ય આરોપી સહિત કેટલાક અન્ય લોકોને પકડી પાડ્યા હતા. હાલમાં પોલીસે આ ઘટના પર બંને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી વિશ્વનાથના પિતા સિક્યોરિટી ગાર્ડ હોવાથી તેમના હથિયાર વડે તેણે ફાયરિંગ કર્યું હતું. જો કે, અન્ય હથિયાર ક્યાંથી અને કોણ લાવ્યું હતું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.