વડોદરાઃ દલિત વૃદ્ધનું મોત થયું હતું, ગામના લોકોએ અંતિમ સંસ્કાર ન કરવા દીધા

PC: gujaratijagran.com

લાગે છે કે આઝાદીના 76 વર્ષ પછી પણ હજુ કેટલાંક લોકોની માનસિકતામાં બદલાવ આવ્યો નથી. વડોદરામાં એક દલિતનું મોત થયું હતું, તેમના મોતનો મલજો પણ ન જળવાયો, ગામના લોકોએ અંતિમ સંસ્કાર ન કરવા દીધા અને આખરે દલિત વૃદ્ધના સ્મશાનથી થોડુ દુર અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ગામના સરપંચ સહિત 13 સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પરાકાષ્ઠા એ વાતની હતી કે ચડસાસડસીમાં મૃતદેહ 15 કલાક સુધી પડી રહ્યો હતો.

જાણવા મળેલી વિગત મુજબ વડોદરાના પાદરા તાલુકામાં આવેલા ગામેઠા ગામમાં રહેતા 68 વર્ષના દલિત કંચનભાઇ વણકરનું મોત થયું હતું. તેમની અંતિમ યાત્રામાં ફળિયાના અને સમાજના લોકો જોડાયા હતા અને અંતિમ યાત્રા ગામના એક સ્મશાનમાં પહોંચી હતી. તે વખતે ગામના સરપંચ નગીન પટેલની સાથે ગામના કેટલાંક લોકો સ્મશાને પહોંચી ગયા હતા અને કંચનભાઇ વણકરના અંતિમ સંસ્કાર અટકાવી દીધા હતા. ગામના લોકો અને વણકર પરિવાર વચ્ચે લાંબો વિવાદ ચાલ્યો અને લગભગ 15 કલાક સુધી ચડભઢ ચાલી હતી.

 વિવાદમાં મોતનો મલાજો પણ જળવાયો અને શંકરભાઇના મૃતદેહને 15 કલાક પછી સ્મશાનની નજીકના વિસ્તારમાં અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા. એ વખતે તો અંતિમ સંસ્કારની પ્રક્રિયા પુરી કરીને વાત પતી ગઇ, પરંતુ એ પછી દલિત સમાજમાં ભારે હોબાળો મચી ગયો હતો અને સમાજના આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા હતા અને ગામના સરપંચ નગીન પટેલ સહિત 13 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

 

જ્યારે અંતિમ સંસ્કાર કરવાની ગામના લોકો ના પાડી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને સમજાવવાની કોશિશ કરી હતી. સામાજિક વિવાદ હોવાને કારણે પોલીસે વિવેક બુદ્ધીનો ઉપયોગ કરીને ઉકેલ લાવવાની વિનંતી કરી હતી, પરંતુ ગામના લોકો કોઇ પણ રીતે  માનવામાં તૈયાર નહોતા અને તેમણે કોઇ પણ સંજોગોમાં અંતિમ સંસ્કાર નહીં કરવા દેવા અડગ રહ્યા હતા.

દલિત સમાજના  અગ્રણી ભરતભાઇ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે, ગામમાં એક જ સ્મશાન છે, દલિત માટે કઇં અલગ સ્મશાન નથી, તો અંતિમ ક્રિયા અહીં જ કરવાની હોય ને.દલિસ સમાજના એક અગ્રણીએ આરોપ લગાવ્યો હતો કે, ગામનો લોકો મોટી સંખ્યામાં શસ્ત્રો લઇને સ્મશાનમાં આવ્યા હતા. આખરે ખુલ્લી જગ્યામાં શંકરભાઇ વણકરના અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp