પાવાગઢમાં મોટી દુર્ઘટના, ઘુમ્મટ તૂટી પડતા 8 શ્રદ્ધાળુ દબાયા, મહિલાનું મોત

PC: divyabhaskar.co.in

મા શક્તિના ધામ તરીકે જાણીતા પાવાગઢમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના થઇ હોવાનું જાણવા મળ્યું છે. માચી આતે આવેલા ચાચરચોકમાં એક આશ્રય સ્થાનનો ભાગ તુટી પડતા આઠેક જેટલાં શ્રદ્ધાળુઓ દબાઇ ગયા હતા તેમાંથી એકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. રેન બસેરાનો પત્થરનો ઘુમ્મટ તુટી પડતા ભાગદોડ મચી જવા પામી છે. વરસાદને કારણે લોકો રેન બસેરાની નીચે ઉભા હતા. એક મહિલાનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુપ્રસિદ્ધ પત્રધામ પાવાગઢ મહાકાળી મંદિરનો અને પાવાગઢનો વિકાસ કરવામાં આવ્યા પછી અહીં આવતા ભક્તો અને પ્રવાસીઓ માટે જે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તેનાથી પાવાગઢની યાત્રા અને પ્રવાસ સરળ અને સુવિધાસભર બનતા અહીં રજાઓ અને તહેવારો દરમ્યાન લાખો ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે.

પાવાગઢના માચી ખાતે ચાચરચોકમાં બનાવવામાં આવેલા પત્થરના પિલરો પર શિલાઓ ગોઠવીને કલાત્મત રીતે  રેન બસેરા બનાવવમાં આવ્યું છે. ગુરુવારે પાવાગઢમાં વરસાદ પડી રહ્યો હોવાથી કેટલાંક શ્રદ્ધાળુઓ આ રેનબસેરાની નીચે ઉભા હતા ત્યારે તેના ઘુમ્મટનો ભાગ અચાનક તુટી પડ્યો હતો. ભારે ભરખમ શીલા નીચે શ્રદ્ધાળુઓ દબાઇ ગયા હતા. 3 મહિલા,3 પુરુષો અને 2 બાળકોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે જ્યારે એક મહિલાનું મોત થયું છે.

પોલીસ ઘટના સ્થળે પહોંચી અને યાત્રીઓની મદદથી શ્રદ્ધાળુઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ઇજા પામેલા લોકોને હાલોલના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલામાં આવી રહ્યા છે.

જાણવા મળેલી માહિતી મુજબ મોતને ભેટનાર 40 વર્ષના મહિલાનું નામ ગંગાબેન મહેશભાઇ દેવીપૂજક છે. જ્યારે ઇજાગ્રસ્ત લોકોમાં 21 વર્ષના મીનાબેન ખુમાનસિંહ પલાસ,21 વર્ષના રાજવંશ મહેશભાઇ દેવીપૂજક,18 વર્ષના સુમિત્રાબેન રાઠવા, 25 વર્ષના વિજયભાઇ ભાઇલાલભાઇ દેવીપૂજક,5 વર્ષની મેરી વિજયભાઇ દેવીપૂજક, દીપક નટવરલાલ દેવીપૂજક, સોનલબેન દેવીપૂજક અને 2 વર્ષનો દક્ષ દેવીપૂજકને ઇજા પહોંચી છે.

મંદિરમાં અચાનક કોંક્રીટનો સ્લેબ તુટી પડ્યો જે એટલો વજનદાર હોવાને કારણે શ્રદ્ધાળુઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. જાણવા મળેલી વિગત રેન બસેરા નીચે ઉભેલા લોકો મોટોભાગના એક જ પરિવારના હતા. એક મહિલાને માથાના ભાગે અને બંને પગ ભાગી જતા ગંભીર રીતે ઘવાઈ હતી. જ્યારે અન્ય એક મહિલાને પેટના ભાગે પથ્થરો પડતા તે પણ ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે બંને પુરુષો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. કોઇને માથાના ભાગે તો  કોઇના પગના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp