આ હુમલો નથી, પ્લાન્ડ મર્ડર છે, ગુજરાતમાં હત્યા કરાયેલા BSF જવાનની પત્નીનો આરોપ

PC: postsen.com

ગુજરાતના ખેડામાં એક યુવકે BSF જવાનની દીકરીનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો હતો. ત્યારબાદ BSF જવાન આરોપીને ફટકાર લગાવવા તેના ઘરે પહોંચ્યા તો તેમના પર સાત લોકોએ મળીને લાઠી અને ધારદાર હથિયારો વડે હુમલો કરી દીધો. તેના કારણે BSF જવાનનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. આ મામલામાં પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તેમજ BSFએ કહ્યું કે, પોલીસ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. આ ઘટના બાદ ઘરમાં ગમગીનીનો માહોલ છે. BSF જવાન ઘરમાં એકલા કમાનારા વ્યક્તિ હતા. પરિવારમાં પત્ની, એક દીકરી અને ત્રણ દીકરા છે. આ ઘટના બાદ જવાનની પત્ની ન્યાય માટે મદદ માગી રહી છે, તેમણે કહ્યું કે, આ ઘટનામાં 7 નહીં, ઘણા લોકો સામેલ હતા.

BSF જવાનની પત્ની મંજૂલા બેને જણાવ્યું કે, અમે જ્યારે આરોપીઓના ઘરે ગયા તો ત્યાં સાત લોકો હતા. અમે કહ્યું કે, તમારા આરોપી દીકરાને બોલાવી લો તો સમાધાન કરી દઈશું. પરંતુ, જેવા અમે ત્યાંથી નીકળ્યા તો પાછળથી લાકડી, દંડા અને પાવડાથી હુમલો કરી દીધો. મારી સાથે પણ મારામારી કરી. મંજુલાબેને કહ્યું કે, હુમલામાં મારા પતિને ઘણી ગંભીર ઈજાઓ પહોંચી હતી, થોડીવાર બાદ જ ત્યાં જ તેમનું મોત થઈ ગયુ. ત્યારબાદ મેં પોતાના ભત્રીજાને ફોન કર્યો. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, મારો ભત્રીજો પહેલા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને મદદ માંગી તો તેને પોલીસકર્મીઓએ કહ્યું કે, 108 બોલાવી લો. પછી અમે આવીશું. પછી મારો ભત્રીજો 108 લઈને ત્યાં પહોંચ્યો.

BSF જવાનની પત્નીએ કહ્યું કે, આ હુમલો ખૂબજ પ્લાનિંગ સાથે કરવામાં આવ્યો હતો. ત્યાં 30થી 35 લોકો હતા. તેઓ બહાર આવ્યા અને હુમલો કરી દીધો. તેમણે કહ્યું કે, કોઈએ પણ અમારી મદદ ના કરી. BSF જવાનના દીકરાએ કહ્યું કે, જે લોકોએ આ ષડયંત્ર કર્યું છે, તેમને રિમાન્ડ પર લઈને પૂછપરછ કરવી જોઈએ. આરોપીઓને વહેલામાં વહેલી સજા મળવી જોઈએ. આ સાથે જ પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે કે, પોલીસ મોડેથી ઘટના સ્થળે પહોંચી. BSF જવાન છેલ્લાં કેટલાક દિવસોથી આરોપીના પરિવારજનો સાથે વાતચીત કરવા માટે તેમના ઘરે જઈ રહ્યા હતા. ત્રીજા દિવસે BSF જવાનની પૂર્વ નિયોજિતરીતે હત્યા કરી દેવામાં આવી.

ગુજરાત BSFના જન સંપર્ક અધિકારીએ જણાવ્યું કે, અમને આ ઘટના અંગે જાણકારી મળે છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે. BSFની 56મી બટાલિયનના મુખ્ય આરક્ષક મેલજીભાઈ રજા પર હતા, આ દરમિયાન આરોપીઓએ તેમની હત્યા કરી દીધી. ગુજરાત પોલીસ અને પરિવારના સભ્યો સાથે તરત જ સંપર્ક કરવામાં આવ્યો. આ મામલામાં BSF અને પોલીસ મળીને કામ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp