NIAમાં નોકરી કરુ છું એવું પત્નીને બતાવવા પતિ ઓફિસમાં ગયો, ભેરવાઇ ગયો, નકલી...

PC: zeenews.india.com

એન્જિનિયર ભણેલો અને મોડોસામાં વીઝા કન્સલટન્ટ તરીકે કામ કરતો એક યુવાન કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હસ્તક આવતી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA), ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સનો જુનિયર એન્જિનિયર અને ગુજરાત રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટનો ડેપ્યુટી એક્ઝિક્યુટીવ તરીકેના નકલી I-કાર્ડ બનાવીને સરકારી અધિકારીઓને જ દમ મારતો હતો. પરંતુ પત્નીને એવું બતાવવા ગયો કે પોતે NIAમાં નોકરી કરે છે અને અમદાવાદમાં NIAની ઓફિસમાં ઘુસ્યો, પણ ભેરવાઇ ગયો અને પોલીસના હાથે પકડાઇ ગયો છે.

PMO ઓફિસર તરીકે જમ્મૂ-કાશ્મીરમાં વટ કે સાથે સુરક્ષા કર્મીઓ સાથે ફરતો અને અધિકારીઓને પણ ચૂનો લગાવતા ઠગ કિરણ પટેલ તો જેલને હવાલે છે, પરંતુ બીજો એક નકલી અધિકારી બનીને ફરતો ગુંજન કાંતિયા પોલીસના હાથે પકડાયો છે.

ગુંજન કાંતિયા મુળ અમરેલીનો છે, પરંતુ તે ગાંધીનગરમાં રહે છે. જાણવા મળેલી વિગત મજુબ ગુંજન કાંતિયાની પત્ની વારંવાર પુછતી હતી કે તમે શું કામ કરો છો? તો ગુંજન કહેતો કે સરકારાં ગુપ્ત કામગીરી કરુ છુ, તને ન કહેવાય. પતિને સાબિતી આપવા કે પોતે NIAમાં કામ કરે છે, એક વખત ગુંજન પત્નીને લઇને અમદાવાદમાં આવેલી NIA ઓફિસમાં ગયો હતો. પત્નીને કહ્યું, તુ કારમાં બેસ, હું હમણાં ઓફિસમાં જઇને આવું છુ.

ગુંજન NIAની ઓફિસમાં સિક્યોરીટીને NIAના PSI તરીકેનું નકલી કાર્ડ બતાવીને અંદર ગયો હતો, પરંતુ અધિકારીઓને શંકા જતા, તેની પુછપરછમાં થોથવાઇ ગયો હતો.

ગુંજનને પછી ગુજરાત ATSનો ઓફીસમાં લઇ જવાયો હતો અને તેની પાસેથી 3 જુદા જુદા ખાતાના નકલી આઇ-કાર્ડ મળી આવ્યા હતા. ગુજરાત ATSના અધિકારીઓએ જ્યારે તેને આઇ કાર્ડ વિશે પુછ્યું તો ગુંજને કહ્યુ કે, આ નકલી કાર્ડનો ઉપયોગ તે અલગ અલગ કચેરીમાં જતો ત્યારે ઉપયોગ કરતો અને દમ મારતો હતો. ઉપરાંત સરકારી વિશ્રામ ગૃહમાં રોકાવવા માટે પણ નકલી આઇ કાર્ડનો ઉપયોગ કરતો. ગુંજને કહ્યું હતું કે, ઓનલાઇન વેબસાઇટ મારફતે તેણે જુદા જુદા લોગોનો ઉપયોગ કરીને આઇ કાર્ડ બનાવ્યા હતા. તેણે બધા અધિકારીઓની સહી પણ આઇ કાર્ડ પર કરી દીધી હતી. પહેલી નજરે જોનારને લાગે જ નહીં કે, આની પાસે નકલી આઇ કાર્ડ છે.

ATS ગુંજન કાંતાને સોલા પોલીસને સોંપી દીધો હતો, પોલીસ હવે આગળની તપાસ કરી રહી છે.  પરંતુ પત્નીને ઇમ્પ્રેસ કરવામાં ગુંજન ફસાઇ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp