26th January selfie contest

અમદાવાદમાં પત્નીના અફેરથી નારાજ પતિએ મેળામાં પહોંચીને પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો

PC: navbharattimes.indiatimes.com

અમદાવાદના સાણંદ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્નીના અફેરથી પરેશાન એક વ્યક્તિએ ડરામણું પગલું ઉઠાવતા પ્રેમી પર મેળામાં છરા વડે હુમલો કરી દીધો. જીવલેણ હુમલામાં પ્રેમીને ગંભીર ઇજાઓ થઈ હતી. ઇમરજન્સીમાં તેને હૉસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થઈ ગયું. ઘટનાને અંજામ આપ્યા બાદ પતિએ પોલીસ સ્ટેશને જઈને પોલીસ સામે આત્મસમર્પણ કરી દીધું. લગ્નોત્તર સંબંધોને લઈને થયેલી આ ઘટનાથી મેળામાં હાહાકાર મચી ગયો હતો.

પોલીસે પતિ વિરુદ્ધ કેસ દાખલ કરીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી છે. સાણંદ વિસ્તારમાં રહેતા દીપક મકવાણાના લગ્ન હેતલ મકવાણા સાથે થયા હતા. બંનને વચ્ચે શરૂઆતથી બધુ બરાબર હતું, પરંતુ લગભગ એક વર્ષ અગાઉ તેમના લગ્ન જીવનમાં ટ્રાઇએંગલની સ્થિતિ બની ગઇ હતી, જ્યારે પત્નીને પિપણ ગામના રહેવાસી એક યુવક સાથે પ્રેમ થઈ ગયો. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. અંતમાં પત્ની પતિના ઘરને છોડીને પોતાના માતા-પિતા સાથે રહેવા લાગી.

6 એપ્રિલ 2023ના રોજ તેને ખબર પડી કે હેતલ પોતાના પ્રેમીને મળવા માટે મોડાસર જઈ રહી છે, તો તેણે હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું. દીપક છરો લઈને મોડાસર ગામમાં ભરેયેલા મેળામાં પહોંચી ગયો અને પત્નીના આવવાની રાહ જોવા લાગ્યો. જેવી જ પત્નીની બોયફ્રેન્ડ સાથે મુલાકાત થઈ તો દીપકે ખુલ્લેઆમ પ્રેમી પર છરા વડે હુમલો કરી દીધો. થોડે દૂર પર ગ્રામ રક્ષક દળના 2 જવાન નીલેશ ડાભી અને નિકુલ અલગોટારે દીપકને પકડી લીધો. જવાનોએ પ્રેમી યુવકને છોડાવ્યો, પરંતુ ભીડનો ફાયદો ઉઠાવીને દીપક ભાગી નીકળ્યો.

ગ્રામ રક્ષક દળના જવાનોએ ઇજાગ્રસ્ત પ્રેમી યુવકને બાવળાની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાવ્યો. ત્યાંથી તેને સોલા સિવિલ હૉસ્પિટલમાં રેફર કરી દેવામાં આવ્યો. 24 કલાકની સારવાર બાદ પ્રેમી યુવકનું મોત થઈ ગયું. ત્યારબાદ 7 એપ્રિલના બપોરે લગભગ 1:15 વાગ્યે હત્યાના આરોપી દીપકે ચાંગોદર પોલીસ સામે આત્મસમર્પણ કરી દીધું. પોલીસે દીપક વિરુદ્ધ હત્યાનો કેસ નોંધી લીધો છે. પ્રેમ પ્રસંગમાં થયેલી આ ઘટના બાદ મેળામાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.

પોલીસ તપાસ દરમિયાન દીપકે જણાવ્યું કે, તેની પત્નીનું એક યુવક સાથે ઘણા સમયથી અફેર ચાલી રહ્યું હતું. તેઓ સમય-સમય પર મળતા રહેતા હતા. તેણે છૂટાછેડા માગ્યા હતા, પરંતુ પત્નીએ ના પાડી દીધી. પત્નીના પ્રેમ પ્રસંગ અને છૂટાછેડા ન મળવાથી તે થાકી ચૂક્યો હતો. મેળામાં ગુસ્સામાં આવીને તેણે પોતાની પત્નીના પ્રેમીની હત્યા કરી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp