ગુજરાતના વિદ્યાર્થીનું કેનેડામાં અકસ્માતમાં મોત, શવ લાવવા 30000 ડોલરની જરૂર

PC: divyabhaskar.co.in

કેનેડામાં રસ્તો ક્રોસ કરી રહેલા અમદાવાદના વિદ્યાર્થીનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. યુવાનના મોતના સમાચારને પગલે પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. મિત્રો બોડી ભારતમાં મોકલવા માટે ક્રાઉડ ફડીંગથી કોશિશ કરી રહ્યા છે.

કેરિયર બનાવવાના સપના સાથે હાયર એજ્યુકેશન મેળવવા કેનેડા ગયેલા અમદાવાદના એક વિદ્યાર્થીનું અકસ્માતમાં મોત થયું છે.વિદ્યાર્થી ચાલતો જતો હતો ત્યારે કારની અડફેટે આવી જતા મોત થયું હતું. પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે. આ યુવાનના મૃતદેહને ભારત પહોંચાડવા માટે 30,000 હજાર ડોલરનો ખર્ચ આવે છે, જેના માટે યુવાનના મિત્રોએ ક્રાઉડ ફડીંગ શરૂ કર્યું હતું અને તેમાં લગભગ 21, ડોલર ભેગા થઇ ચૂક્યા છે, બાકીના 9,000 ડોલર મેળવવા માટે મિત્રો રાહ જોઇ રહ્યા છે.

કેનેડા પોલીસે જણાવ્યું છે કે શુક્રવારે રાત્રે લગભગ સવા દશ વાગ્યે બેરીના બિગ બે પોઇન્ટ રોડ અઇને લેગોટ એવેન્યુ વચ્ચે એક અકસ્માત થયો હતો, જેમાં એક વિદેશી વિદ્યાર્થીનું મોત થયું છે. આ વિદ્યાર્થીનું નામ વર્ષિલ પટેલ હોવાનું અને તે ગુજરાતના અમદાવાદનો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કાર ડ્રાઇવરની ધરપકડ કરી છે. પોલીસે ડ્રાઇવરની તપાસ માટે 4 કલાક માટે રોડ બંધ કરી દીધો હતો.

વર્ષિલ પટેલના મિત્ર રાજન પટેલેGoFundMe નામની વેબસાઇટ પર વિનંતી કરતો એક પત્ર લખ્યો છે. એમાં લખવામાં આવ્યું છે કે વર્ષિલના પરિવારને થોડું દાન આપશો તો તેને ઘણો ટેકો મળશે. કેનેડાના બેરીમાં વર્ષિલનું 21 જુલાઇએ રોડ એક્સિડન્ટમાં મોત થયું છે. તેના મૃતદેહને ભારત મોકલવા માટે લગભગ 30,000 ડોલરનો ખર્ચ આવી શકે છે. આ માટે મિત્રોએ ભેગા થઇને ક્રાઉડ ફડીંગ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં 21,177 કેનેડિયન ડોલર ભેગા થઇ ચૂક્યા છે, હજુ નવેક હજાર ડોલરની જરૂર છે.

વર્ષિલના મિત્ર રાજન પટેલે કહ્યું કે અમદાવાદથી હાયર એજ્યુકેશન માટે કેનેડા આવેલો વર્ષિલ પટેલ બેરી વિસ્તારમાં રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક ડ્રાઇવરે તેને અડફેટે લીધો હતો. વર્ષિલને ગંભીર ઇજાઓ થઇ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ એ પહેલાં તેણે દમ તોડી દીધો હતો. કેનેડાના સ્થાનિક મીડિયામાં કહેવાયું છે કે પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે.

જાણવા મળેલી કેનેડાના આ બેરી વિસ્તારમાં વિદ્યાર્થીને અકસ્માત નડ્યો હોય તેવી આ બીજી ઘટના છે. આ પહેલાં બાંગ્લાદેશના એક વિદ્યાર્થીનું મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp