અમેરિકામાં લૂંટારુઓએ ફાયરીંગ કર્યું, ગુજરાતીનું મોત, પત્ની, પુત્રી ઈજાગ્રસ્ત
અમેરિકાથી એક દુખદ ઘટના સામે આવી છે, એટલાંટામાં પેટ્રોલ પંપ ચલાવતા મૂળ ગુજરાતીના ઘરે ત્રાટકેલા લૂંટારુઓએ ફાયરીંગ કરી દેતા તેમનું મોત થઇ ગયું હતું, જ્યારે તેમના પત્ની અને પુત્રીને ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમેરિકાના એટલાંટમાં લૂંટ કરવાના ઇરાદાથી ઘરમાં ઘુસેલા સશસ્ત્ર લૂંટારુઓએ અંધાધૂધ ફાયરીંગ કરી દેતા ગુજરાતી પીનલ પટેલનું મોત થયું છે, જ્યારે તેમના પત્ની અને પુત્રીને ઇજા પહોંચતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમેરિકામાં રહેતા નોન રેસિડન્ટ ગુજરાતી (NRG) પીનલ પટેલ મૂળ ગુજરાતના આણંદ જિલ્લાના કરમસદના રહેવાસી છે. ઘટનાની જાણ થતા કરમસદમાં શોકનો મોહાલ છવાઇ ગયો છે. ઘટનાને પગલે અમેરિકાની સ્થાનિક પોલીસે ગુનો નોંધીને લૂંટારુઓની ધરપકડ કરવા માટે દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે. એટલાંટમાં ફાયરીગંની ઘટનાઓ લગાતાર સામે આવી છે. પીનલ પટેલના મોત પહેલાં પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે.
મૂળ આણંદ જિલ્લાના કરમસદમાં આવેલા સુભાષ પોળના રહેવાસી પીનલ પટેલ 54 વર્ષના છે અને વર્ષ 2003થી તેઓ અમેરિકામાં રહે છે. મતલબ કે પીનલ પટેલ 20 વર્ષથી અમેરિકામાં વસવાટ કરે છે. જાણવા મળેલી માહિતી મુજબ પીનલ પટેલે પોતાની જાત મહેનતથી અમેરિકામાં પેટ્રોલ પંપ શરૂ કર્યું હતું. શુક્રવારે રાત્રે પીનલ પટેલ એટલાંટામાં પોતાના ઘરે પરિવાર સાથે હતા તે વખતે રાત્રે ઘરમાં પ્રવેશેલા લૂંટારુઓએ ફાયરીંગ કરી દીધું હતું. લૂંટારુઓના ફાયરીંગમાં પીનલ પટેલના પત્ની રૂપલબેન અને 17 વર્ષની દીકરી ભક્તિ ઘાયલ થઇ ગયા હતા.
ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે પટેલ પરિવારને રેસ્કયૂ કર્યા હતા અને રૂપલબેન અને ભક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કરમસદમાં પીનલ પટેલનું પૈતૃક ઘર બંધ છે. ઘટનાની જાણ થતા કરમસદમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. જાણવા મળેલી માહિતી મુજબ પીનલના અનેક પરિવારજનો અમેરિકામાં રહે છે. એ લોકો પીનલ પટેલ પરિવારના સંપર્કમાં છે અને મદદ પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે.
જૂન 2018માં વડોદરાના વતની હરીશ મિસ્ત્રીની પણ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. મિસ્ત્રીની હત્યા જ્યોર્જિયા પ્રાંતના એટલાંટા શહેરમાં થઈ હતી. તેઓ ગેસ સ્ટેશન કમ સ્ટોરના માલિક હતા. ડિસેમ્બર 2021માં ગુજરાતી NRI અમિત પટેલની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.જૂન 2021માં નવસારીના મૂળ નિવાસી મેહુલ વશીની અમેરિકાના જર્યોજિયા પ્રાંતમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp