ગુજરાતી યુવક વિદેશમાં બીમાર પડ્યો,ભારત આવી ન શક્યો,મોત થયું, વિધવા માતા..

PC: navgujaratsamay.com

વિદેશ કેરિયર બનાવવા ગયેલા એક ગુજરાતી યુવકનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો એવા દરેક લોકોએ જાણવા જેવો છે જેઓ તેમના સંતાનોને વિદેશ સેટલ કરવાના સપના જુએ છે. ખરેખર, દુખ દાયક કિસ્સો છે. એક વિધવા માતાએ પોતાની ફિક્સ તોડાવીને દિકરીને વિદેશમાં નોકરી કરવા મોકલ્યો હતો, દિકરો ત્યાં બિમાર પડ્યો, ભારત પાછા આવવાના પૈસા નહોતા તો વિદેશમાં જ અંતિમ વિધી કરવી પડી. બોલો, માતાની જિંદગીભરની કમાણી ગઇ, દીકરાનું સપનું પણ સાકાર ન થયું. આ ઘટના પરથી એટલી શીખ મેળવવા જેવી છે કે ક્ષમતા ન હોય તો સંતાનોને વિદેશ મોકલવા ન જોઇએ.

ગાંધીનગરનો રહેવાસી કશ્યપ શુક્લ નામના યુવાનને થાઇલેન્ડ જઇને સેટલ થવું હતું. તેણે પોતાની વિધવા માતાને કહ્યું કે મારે નોકરી કરવા માટે થાઇલેન્ડ જવું છે, માતાને એમ કે દીકરો સેટલ થતો હોય તો વાંધો નહી, વિધવા માતાએ પોતાની જીવનભરની કમાણી જે બેંકમાં ફિક્સ ડિપોઝીટ તરીકે મુકી હતી તે તોડાવીને દીકરાને થાઇલેન્ડ મોકલ્યો.

કશ્યપને થાઇલેન્ડમાં એક હોટલમાં સારી નોકરી પણ મળી ગઇ હતી, પરંતુ થોડા સમય પછી વીઝાનો ઇશ્યૂ ઉભો થતા તે ભારત પરત આવી ગયો હતો. પરંતુ આટલા સમય દરમિયાન કશ્યપના મગજમાં એક વાત સેટ થઇ ગઇ હતી કે નોકરી તો વિદેશમાં જ કરવી છે. તેણે મનિષ નામના એજન્ટનો ફરી સંપર્ક કર્યો. કશ્યપ થાઇલેન્ડ એજન્ટ મનીષ મારફતે જ ગયો હતો. કશ્યપને એવા દેશમાં જવું હતું જ્યાં સરળ એન્ટ્રી મળી જાય. એજન્ટ મનીષે વેસ્ટ આફ્રિકાના કોટોનાઉ શહેરમાં કશ્યપને પોતાની જ કંપનીમાં નોકરીએ રાખી લીધો. પરંતુ કોટાનાઉમાં ભારે ફુગાવો હોવાને કારણે બધાએ તેને સલાહ આપી કે અહીં ન રહેતો ફસાઇ જશે. કશ્યપે ઇસ્ટ આફ્રિકા જવાનું નક્કી કર્યું. આ પહેલા વિધવા માતા તો અનેક વાર રૂપિયા મોકલીને ખાલી થઇ ગઇ હતી તો કશ્યપ તેના નાના પાસેથી પૈસા લઇને ઇસ્ટ આફ્રિકા ચાલ્યો ગયો હતો.

ઇસ્ટ આફ્રિકામાં તેની તબિયત લથડવા માંડી હતી અને તે પોતાનું ગુજરાન ચલાવી શકતો નહોતો અને પરિવાર પાસે રૂપિયાની માંગણી કર્યા કરતો હતો. કશ્યપને હવે ભારત આવવું હતું એટલે વિધવા માતાએ સગાસબંધી પાસે પૈસા લઇને રિટર્ન ટિકીટની વ્યવસ્થા કરી.

1 ઓગસ્ટે કશ્યપને ભારત આવવાનું હતું, પરંતુ એરપોર્ટ ઓથોરિટીએ જોયું કે આની તબિયત વધારે ખરાબ છે એટલે કશ્યપને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. નસીબની બલિહારી જુઓ, માતા પાસે ફુટી કોડી બચી નહોતી, છતા હોસ્પિટલમાં દાખલ દીકરા માટે લોકો પાસે મદદ માંગીને રૂપિયા મોકલ્યા, પરંતુ 3 દિવસમાં જ કશ્યપનું મોત થઇ ગયું હતું. કશ્યપના મૃતદેહને ભારત લાવવા માટે 2200 ડોલરનો ખર્ચ થયા તેમ હતો, પરંતુ માતા પાસે વ્યવસ્થા નહોતી એટલે દિકરા કશ્યપના અંતિમ સંસ્કાર વિદેશમાં જ કરવા પડ્યા.

એજન્ટ મનીષે કહ્યુ હતું કે વિદેશમાં જે ભારતીયોએ મદદ કરી હતી તેઓ પણ હવે પૈસા પાછા માંગવા માડ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp