કમાટીબાગમાં હિપ્પોપોટેમસે ઝૂ ક્યૂરેટર અને સિક્યોરિટી ગાર્ડ પર કર્યો હુમલો

PC: divyabhaskar.co.in

વડોદરા કમાટીબાગમાં રાખવામાં આવતા હિપ્પોપોટેમસે રાઉન્ડમાં ગયેલા ઝૂ ક્યૂરેટર અને સિક્યોરિટી ગાર્ડ ઉપર જીવલેણ હુમલો કરી દીધો હતો, જેથી બંનેને ગંભીર ઇજા પહોંચી છે. બંને ઇજાગ્રસ્તોને ખાનગી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઝૂ ક્યૂરેટરને MRI કરવા માટે લઇ જવામાં આવી રહ્યા હતા. તે સમયે બ્લિડિંગ શરૂ થતા ફરી તેમને ICUમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. રિપોર્ટ્સ મુજબ, સયાજીબાગમાં વિવિધ પ્રકારના હિંસક પ્રાણીઓનું પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રાહાલયમાં ઝૂ ક્યૂરેટર તરીકે પ્રત્યુષ પાટણકર ફરજ બજાવી રહ્યા છે.

સમય સમય પર ઝૂ ક્યૂરેટર, સિક્યોરિટી ગાર્ડ સાથે પ્રાણીઓની આરોગ્યલક્ષી તપાસ માટે જતા હોય છે. ગુરૂવારે પણ ઝૂ ક્યૂરેટર પ્રત્યુષ પાટણકર સિક્યુરિટ ગાર્ડ મનોજભાઈ સાથે પ્રાણીઓની સુરક્ષા તેમજ આરોગ્યલક્ષી તપાસના રાઉન્ડ માટે નીકળ્યા હતા. પ્રાણીઓની ચેકિંગ કરતા ઝુ ક્યૂરેટર પ્રત્યુષ પાટણકર અને સિક્યોરિટી ગાર્ડ મનોજભાઇ હિપ્પોપોટેમસને રાખવામાં આવતા પાંજરામાં ગયા હતા. દરમિયાન હિપ્પોપોટેમસે અચાનક ઝૂ ક્યૂરેટર પ્રત્યુષ પાટણકર અને સિક્યોરિટી ગાર્ડ મનોજભાઇ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. અધિકારી અને સિક્યોરિટી ગાર્ડ કંઇ વિચારે તે પહેલા જ ગુસ્સે ભરાયેલા બનેલા હિપ્પોપોટેમસે જીવલેણ હુમલો કરી દીધો હતો, જેથી તેઓ ઘટનાસ્થળ પર પડી ગયા હતા.

આ દરમિયાન આ અંગેની જાણ અન્ય સિક્યોરિટી ગાર્ડોને થતા તરત જ તેઓ દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત ઝૂ ક્યૂરેટર પ્રત્યુષ પાટણકર અને સિક્યોરિટી ગાર્ડ મનોજભાઇને કમાટીબાગની બાજુમાં આવેલી ટ્રસ્ટની નરહરી હૉસ્પિટલમાં લઇ ગયા હતા. ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયેલા અધિકારી સહિત બંનેને તરત જ ICUમાં દાખલ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. રિપોર્ટ્સ મુજબ, ઝૂ ક્યૂરેટર પ્રત્યુષ પાટણકરને માથામાં ગંભીર ઇજા પહોંચી હોવાથી તબીબો દ્વારા તેમનું MRI કરવા માટે તૈયારી હાથ ધરવામાં આવી હતી, પરંતુ, તેમને MRI માટે લઇ જતી વખત જ બ્લિડિંગ શરૂ થતા, ફરી ICUમાં દાખલ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.

આ ઘટનાની જાણ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને થતા તેઓ હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. એ સિવાય તાત્કાલિન મેયર કેયુર રોકડિયા, સ્થાયિ સમિતીના ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ સહિત કાઉન્સિલરો હૉસ્પિટલે દોડી ગયા હતા. બીજી બાજુ આ ઘટનાની જાણ ઇજાગ્રસ્તોના પરિવારજનોને થતા તેઓ પણ હૉસ્પિટલે દોડી આવ્યા હતા. હિપ્પોપોટેમસે કેવા સંજોગોમાં અને ચોક્કસ કયા કારણોસર હુમલો કર્યો તે અંગેની ચોક્કસ કોઇ માહિતી સામે આવી નથી. ઝૂ ક્યૂરેટર પ્રત્યુષ પાટણકર સ્વસ્થ થયા બાદ અન્ય જાણકારી સામે આવશે.

ઘટના મામલે ઝૂના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઝૂમાં ક્યૂરેટર રાઉન્ડ પર હતા. હિપ્પોપોટેમસના પાંજરામાં તેઓ ગયા ત્યારે હિપ્પોપોટેમસે તેમના પર હુમલો કર્યો હતો. સિક્યોરિટીના સુપરવાઈઝ અવાજ સાંભળીને ત્યાં દોડી ગયા હતા. ત્યારે હિપ્પોપોટેમસે તેમના પર પણ હુમલો કર્યો હતો. બંનેને ઈજા થઈ હતી અને તેમને હાલમાં સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેવી રીતે હુમલો કર્યો તે અંગે હાલમાં કંઈ કહી શકાય તેમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp