26th January selfie contest

અમદાવાદ: પત્નીથી કંટાળીને પતિએ કરી આત્મહત્યા, સ્યૂસાઇડ નોટમાં લખ્યું-મમ્મી..

PC: twitter.com

અમદાવાદમાં રહેતા એક યુવકે તેની દુકાનમાં આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ શરૂ કરી છે. યુવકે આત્મહત્યા કરતા પહેલા એક સ્યૂસાઇડ નોટ પણ લખી છે. જેના આધારે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતકે સ્યૂસાઇડ નોટમાં લખ્યું કે, ‘આઇ લવ યુ મમ્મી, પપ્પા, બહેન. મમ્મી-પપ્પા મારું તમારું આટલું જ લખ્યું હતું અને હવે ચિંતા ન કરતા. તમે એમ સમજજો કે તમારો દીકરો ફોરેન છે.’ માત્ર સાસરાવાળા લોકોના ત્રાસથી કંટાળી યુવકે આત્મહત્યા કરી લેતા પોલીસે હવે તપાસ શરૂ કરી છે.

શહેરના ઠક્કરનગરમાં રહેતા અરવિંદભાઇ વેકરીયા તેમના પત્ની અને દીકરા સાથે રહે છે અને નિવૃત્ત જીવન જીવે છે. 27 જાન્યુઆરીના રોજ સવારે તેમનો દીકરો સુભાષ નિકોલ આવેલી તેની દુકાન પર ગયો હતો અને બે વાગ્યાની આસપાસ ઘરે આવી જમીને પાછો દુકાને ગયો હતો, પરંતુ સાંજે મોડી રાત સુધી ઘરે પાછો ન આવ્યો. અરવિંદભાઇએ રાત્રે સુભાષને ફોન કર્યો, પરંતુ તે તે ફોન ઉપાડતો નહોતો. જેથી અરવિંદભાઇએ તેના નાનાભાઇ તથા અન્ય સંબંધીઓને જાણ કરી હતી, પરંતુ સુભાષ ઘરે આવ્યો નહોતો.

જેથી તે રાત્રે તેઓ સુભાષની દુકાને કામ કરતા ધ્રુવને ફોન કરી કહ્યું હતું કે, સુભાષ ફોન ઉપાડતો નથી તેનો ફોન દુકાનમાં તો નથી ને, તારી પાસે બીજી એક દુકાનની ચાવી છે તો દુકાને લઇને આવ કહીને અરવિંદભાઇ દુકાને જવા નીકળી ગયો હતો. ત્યારબાદ અરવિંદભાઇ અને ધ્રુવ દુકાને પહોંચ્યા હતા. જ્યાં ધ્રુવે દુકાનનું અડધું શટર ખોલીને જોયું અને શટર બંધ કરી અરવિંદભાઇને ઘરે જવા કહ્યું હતું અને તેમના અન્ય સગા સંબંધીને જાણ કરવા લાગ્યો હતો.

જેથી કંઇક અજુગતું બન્યું હોય તેવું અરવિંદભાઇને લાગ્યું હતું અને તેઓ તેમના ઘરે જતા રહ્યા હતા. રાત્રે અરવિંદભાઇના ભાઇએ તેમને જણાવ્યું કે, સુભાષે દુકાનમાં સિલિંગ ફેનના હુકમાં દોરડું બાંધી ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી છે અને સુભાષના ખિસ્સામાંથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં સુભાષે લખ્યું હતું કે મારા સાસરાના લોકોથી કંટાળી ગયો હોવાથી આ પગલું ભરું છું. મારા ફેમિલીમાં કોઇ પ્રોબ્લેમ નથી અને પોલીસ મિત્રોને જણાવું છું કે, મારા કોઇ ફેમિલીને હેરાન કરવા નહીં. આઇ લવ યુ મમ્મી-પપ્પા બહેન.

મમ્મી-પપ્પા મારું તમારું આટલું જ લખ્યું હતું અને હવે ચિંતા ન કરતા. તમે એમ સમજજો કે તમારો છોકરો ફોરેન છે અને બધો હિસાબ પેલી બેગમાં ડાયરીઓ છે તેમાં લખ્યો છે. ડાયરીમાં ન ખબર પડે તો જયેશભાઇ ને કહેજો. આઇ લવ યુ જયેશભાઇ. મારી આધ્યાનું ધ્યાન રાખજો. સોરી બધા ફ્રેન્ડ અને બધા ફેમિલી. બાય. મારાથી બીજી કંઇ ભૂલ થઇ હોય તો માફ કરજો. આ લખાણને આધારે પોલીસને જાણ કરાતા સુભાષભાઇના પરિવારજનોએ સુભાષભાઇનું મોત તેની પત્ની પિનલના કારણે થયું હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૃતક સુભાષભાઇની પત્ની પીનલ લગ્નના છ મહિના બાદથી સુભાષ અને પરિવારજનો સાથે હળી મળીને રહેતી નહોતી અને કોઇ પણ વ્યક્તિ સાથે બરાબર વાતચીત કરતી નહોતી. પિનલ તેના પિયરમાં તેના માતા-પિતા સાથે વાતો કરતી અને તેના માતા-પિતા તેની ઉશ્કેરણી કરતા હતા. જેના કારણે તે સાસરે કોઇની સાથે વાતો કરતી નહોતી અને કોઇ પણ પ્રસંગોમાં આવતી નહોતી.

પિનલ વારંવાર તેના પિયરે જતી રહેતી હતી અને એક વખત સમાધાન કરી તેને સાસરાવાળા તેડી લાવ્યા હતા. પિનલ તેના પતિ સુભાષ સાથે વાતચીત પણ કરતી નહોતી કે ફોન પણ કરતી નહોતી અને પિયરમાં વધુ રહેતી હતી. સુભાષની દીકરી આધ્યા સાથે પણ કોઇ ને કોઇ બહાના કાઢી વાત કરાવતી નહોતી. જે બાબતે સમાધાન કરવા 29 જાન્યુઆરીના રોજ મીટિંગ રાખી હતી, પરંતુ તે પહેલા 27 જાન્યુઆરીએ સુભાષે આત્મહત્યા કરી લેતા સુભાષના પિતાએ સુભાષની પત્ની સહિતના સાસરીના લોકો સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp