તો શું ભૂતે આપી NEETની પરીક્ષા? ગુજરાત હાઇ કોર્ટમાં આવ્યો અજીબોગરીબ કેસ

PC: government.economictimes.indiatimes.com

ગુજરાત હાઇ કોર્ટમાં એક અજીબો-ગરીબ કેસ સામે આવ્યો છે. અહીં હાઇ કોર્ટમાં MBBS માટે દાવો કરનારી એક વિદ્યાર્થિની અરજી દાખલ કરી છે. તેનું કહેવું છે કે એડમિશન કમિટીએ દાવો કર્યો છે કે તે ઘોસ્ટ ઉમેદવાર છે કેમ કે સ્કોરકાર્ડમાં લખેલા નંબર પર કોઈ દ્વારા પરીક્ષા આપવાનો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી. અમદાવાદની રહેવાસી વિદ્યાર્થિનીએ ગુજરાત હાઇ કોર્ટમાં દાવો કર્યો છે કે તેણે આ વર્ષે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટરેન્સ ટેસ્ટ (NEET) UGમાં સામેલ થઈ અને મેડિકલ સીટ માટે સારા સ્કોર સાથે NEETની પરીક્ષા પાસ કરી.

ત્યારબાદ જ્યારે તે ACPGMECમાં કાઉન્સેલિંગ માટે અરજી કરી તો ડોક્યૂમેન્ટ વેરિફિકેશન પણ કર્યું. વિદ્યાર્થિનીના વકીલે હાઇ કોર્ટમાં અરજી કરતા કહ્યું કે, તેને ઝટકો ત્યારે લાગ્યો, જ્યારે એડમિશન કમિટી સાથે સંપર્ક કરવામાં આવ્યો તો ખબર પડી કે અરજીને માન્યતા નહીં આપી શકાય કેમ કે તેણે આપેલી અરજી નંબર પર NEETની પરીક્ષા કોઈએ આપી નથી. મતલબ એ નંબર પર કોઈએ પરીક્ષા આપી નથી. એટલે તેના માટે એ વિદ્યાર્થિની ઘોસ્ટ ઉમેદવાર છે. તેનો સ્કોર્ડ રેકોર્ડમાં સામેલ નથી.

જ્યારે ગુજરાત હાઇ કોર્ટમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA )એ આ વિદ્યાર્થિનીની પરીક્ષા પર આ નોટિફિકેશન સબમિટ કર્યું કે વિદ્યાર્થિનીના ડોક્યૂમેન્ટ્સ નકલી છે કેમ કે તેણે આપેલા અરજી નંબર પર કોઈએ NEETની પરીક્ષા આપી નથી. આ કેસમાં આગામી સુનાવણી આ જ મહિનાની 22 તારીખે હાઇકોર્ટે નક્કી કરી છે.

કેવી રીતે સામે આવ્યો આખો કેસ?

અમદાવાદની એક વિદ્યાર્થિની આ વર્ષે સ્નાતક પાઠ્યક્રમો માટે રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (NEET)માં સામેલ થઈ અને સારા માર્ક્સ પ્રાપ્ત કર્યા, જેથી તે મેડિકલ સીટ માટે યોગ્ય થઈ ગઈ. તેણે વ્યાવસાયિક સ્નાતક ચિકિત્સા શૈક્ષણિક પાઠ્યક્રમો માટે પ્રવેશ સમિતિ (ACPUGMEC)માં અરજી કરી અને કાઉન્સેલિંગ દરમિયાન દસ્તાવેજોની ખરાઈ પ્રક્રિયાને સફળતાપૂર્વક પૂરી કરી. જો કે, તેની ઉમેદવારી પર એડમિશન કમિટીએ તેની સાથે સંપર્ક કર્યો અને કહ્યું કે તેની અરજી પર વિચાર નહીં કરી શકાય કેમ કે કોઈ પણ વિદ્યાર્થીએ તેના દ્વારા પ્રદાન કરવામાં આવેલી અરજી નંબરનો ઉપયોગ કરીને NEETની પરીક્ષા આપી નહોતી. તે મુજબ તે એક ઘોસ્ટ વિદ્યાર્થિની હતી અને તેનો સ્કોરકાર્ડ તેના રેકોર્ડમાં ઉપસ્થિત નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp