અમારા લીડર BJPના ખોળામાં બેઠા છે,એમની સાથે કામ ન થાય,કોંગ્રેસ નેતાનું રાજીનામું
.jpg)
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપમાં ગઢમાં ગાબડું પાડવા માટે કોંગ્રેસે હજુ તો કવાયત શરૂ કરી છે ત્યાં વડોદારા કોંગ્રેસના એક યુવા નેતાએ રાજીનામું ધરીને નેતા સામે ગંભીર આરોપ મુક્યા છે. રાજીનામામાં કહેવામાં આવ્યું છે કે અમારા નેતા ભાજપના ખોળામાં બેસી ગયા છે, તેમની સાથે કામ ન થાય
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને કેન્દ્રમાંથી હટાવવા માટે INDIA એલાયન્સથી લઈને જાતિ ગણતરી સુધીના મુદ્દાઓ પર અવાજ ઉઠાવી રહ્યા છે, પરંતુ PM મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં કોંગ્રેસમાં નવસર્જન થાય તેવું કશું દેખાતું નથી. ગુજરાતમાં કોંગ્રેસ નેતાઓએ ભાજપ સાથે અંડર સ્ટેન્ડિંગ હોવાના આક્ષેપો અગાઉ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે એક યુવા નેતાએ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલેલા રાજીનામામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી પર સીધું નિશાન સાધ્યું છે.
વડોદરા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ કુલદીપસિંહ વાઘેલાએ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે અને કહ્યું છે કે અમારા નેતા ભાજપના ખોળામાં બેઠા છે. આવા નેતાઓને ગુજરાતમાં જવાબદારી સોંપવામાં આવે અને તેઓ નેતૃત્વ કરે તો હું કામ કરી શકીશ નહીં. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકલ વાસનિકે તાજેતરમાં વડોદરા લોકસભાની જવાબદારી ભરતસિંહ સોલંકીને સોંપી હતી.
કુલદીપસિંહ વાઘેલાનો પત્ર મીડિયામાં આવ્યા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ નેતાએ પોતાના રાજીનામા પત્રમાં આવું લખ્યું હોય. કુલદીપસિંહ વાઘેલાએ લખ્યું છે કે રાજ્યમાં કોઈ વ્યવસ્થા નથી. જે વ્યક્તિ ક્યારેય વડોદરામાં પાર્ટી ઓફિસના દાદર ચઢ્યા નથી, તેમને શહેર પ્રમુખ બનાવી દેવામાં આવે છે. એટલું જ નહીં, કુલદીપસિંહ વાઘેલાએ તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા પ્રશાંત પટેલ પર નિશાન સાધતા લખ્યું છે કે, પાર્ટીએ તેમને છ વર્ષ સુધી શહેર પ્રમુખ તરીકે રાખ્યા અને લોકસભાની ચૂંટણીમાં વડોદરાથી ટિકિટ આપી. એટલું જ નહીં, જે અનિલ પરમારને પાર્ટીએ પહેલા તેમને કાઉન્સિલર બનાવ્યા અને પછી તેમને ધારાસભ્ય તરીકે ચૂંટણી લડવાની ટિકિટ આપી, હારી જવા પછી પણ કોર્પોરેટર માટે ટિકીટ આપી. એ બધા ભાજપમાં ચાલ્યા ગયા. કુલદીપસિંહ વાઘેલાએ લખ્યું છે કે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ ભાજપ પ્રેરિત નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસની સ્થિતિ સુધરવાની આશા દેખાતી નથી. આવી સ્થિતિમાં તેઓ પોતાનું પદ છોડી રહ્યા છે.
કુલદિપ સિંહ વાઘેલાએ પત્રમાં ભરત સિંહ સોલંકી સામે આરોપ મુકતા કહ્યું છે કે ભરતસિંહ સોલંકીના વિશ્વાસુ માણસો જ ભાજપમાં સામેલ થઇ ગયા છે. જેવી કાકડિયા એપિસોડને ટાંકીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમાં ભરત સિંહનું નામ સામે આવ્યું હતું. વાઘેલાએ લખ્યું છે કે હું કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છું. હું કોંગ્રેસમાં જ રહીશ અને વડોદરા શહેર યુથ કોંગ્રેસના હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યો છું. કુલદીપસિંહ વાઘેલા યુવાનોમાંથી સૌથી વધુ મત મેળવીને વડોદરા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
વાઘેલાએ રાજીનામામાં જે વાતો લખી છે. ગુજરાતના રાજકીય વર્તુળોમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની છે.
ગુજરાતમાં કોંગ્રેસ પૂર્વ CMના પુત્રો પડછાયામાંથી બહાર આવી શક્યા નથી. જેમાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી, પૂર્વ મુખ્યમંત્રી ચીમન ભાઈ પટેલના પુત્ર સિદ્ધાર્થભાઈ પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીનું નામ મુખ્ય છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, ભરતસિંહ ચૌધરી બે ટર્મ માટે પ્રદેશ પ્રમુખ રહ્યા અને તેમના નજીકના ગણાતા અમિત ચાવડા એક ટર્મ માટે પાર્ટીના પ્રમુખ બન્યા. રાજકીય વિશ્લેષકો કહે છે કે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ એવી જ છે જ્યાં સમસ્યા હતી અને ત્યાં કોઈ સારવાર કરવામાં આવી નથી. પક્ષના પ્રભારી 100 નેતાઓના જૂથવાદને ઉકેલવામાં વ્યસ્ત રહ્યા હતા.
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે અને છેલ્લી બે લોકસભાથી ભાજપ બધી સીટો જીતે છે, કોંગ્રેસને એક પણ સીટ મળતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp