વડોદરામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો, લારીઓમાં તોડફોડ. જુઓ વીડિયો

ગુરુવારે રામનવમીના પવિત્ર દિવસની દેશભરમાં ઉજવણી થઇ રહી છે ત્યારે વડોદરામાં નિકળેલી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો અને લારીઓની તોડફોડની ઘટનાને કારણે માહોલ ડહોળાયો છે. ધાર્મિક યાત્રા દરમિયાન પથ્થરમારો થવાને કારણે બજારોની દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને સ્થિતિ પર કાબુ મેળવી લીધો હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળેલી માહિતી મુજબ વડોદરાના ફતેપુરામાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્રારા રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હિંદુ સંગઠનોના કાર્યકરો બાઇક પર નિકળ્યા હતા અને વાજતે ગાજતે શોભાયાત્રા ફતેપુરાના પાંજરીગર વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક પથ્થરમારો શરૂ થઇ ગયો હતો જેને કારણે દોડધામ થઇ ગઇ હતી.
Flash:
— Yuvraj Singh Mann (@yuvnique) March 30, 2023
Stone pelted at #RamNavami procession in #Vadodara . Police fleet at the scene. pic.twitter.com/GRjFOlkGNU
લારીઓની તોડફોડ પણ કરવામાં આવી હતી. જો કે વાતનું વેતસર થાય તે પહેલાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થિતિને કંટ્રોલમાં કરી લીધી હતી.
વિશ્વ હિંદુ પરિષદના કેટલાંક નેતાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, અમારી રામનવમીની શોભાયાત્રા શાંતિપૂર્વક રીતે પસાર થઇ હતી ત્યારે પાંજરીગર વિસ્તારમાંથી કાંકરીચાળો કરવામાં આવ્યો હતો અને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. VHP નેતાઓએ ચિમકી આપતા કહ્યું હતું કે જો અમારી સંસ્થાના કોઇ પણ કાર્યકરની ધરપકડ કરવામાં આવશે તો વડોદરાને ભડકે બાળીશું.
🚨#BreakingNews
— Kreately.in (@KreatelyMedia) March 30, 2023
गुजरात के #Vadodara में #रामनवमी की शोभायात्रा पर पथराव...
भारी संख्या में पुलिस फोर्स इलाके में तैनात
#HindusUnderAttack pic.twitter.com/2hOOfGJ9yr
વડોદરામાં આજે રામનવમીની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી હતી. શહેરના સુપ્રસિધ્ધ રામજી મંદિરો સહિત નાના-મોટા રામજી મંદિરોમાં વિવિધ કાર્યક્રમો સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી હતી. તો બીજી બાજુ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામ નવમી નિમીત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચૈત્રી નવરાત્રીનો તહેવાર અને તેની સાથે રમઝાન માસની ઉજવણી પણ ચાલી રહી છે ત્યારે પોલીસે બંને સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક કરી હતી અને શહેરમાં શાંતિ જાળવવાની અપીલ કરી હતી. એ પછી પોલીસે રાત્રે ફુટ પેટ્રોલિંગ પણ કર્યુ હતું. છતા ગુરુવારે જ્યારે રામનવમીની શોભાયાત્રા નિકળી તો પથ્થરમારા થવાનો બનાવ બન્યો.
Gujarat | Stone-pelting happened today in Vadodara during Rama Navami Shoba Yatra. As per the police, the situation is under control & peace is prevailing in the affected area. pic.twitter.com/5BGMpxivBy
— ANI (@ANI) March 30, 2023
જો કે સારી વાત એ છે કે પોલીસે સમયસર મામલો સંભાળી લીધો છે અને કોમી છમકલું થતા અટકાવી દીધું છે. જો કે રામનમવીની શોભાયાત્રા પર પથ્થરામારાની વાત વાયુવેગે પ્રસરી જતા વડોદરામાં ટેન્શનનો માહોલ ઉભો થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp