અમદાવાદનું આ દંપતી ફૂડ ટ્રકથી રોજ 700 ગરીબ લોકોને ઘર આંગણે ભોજન આપે છે

PC: Youtube.com

એવું કહેવાય છે કે, કોઈ પણ ભૂખ્યા ભોજન કરાવવામાં આવે તો તેનાથી વધારે પુણ્યનું કામ કંઈ જ નથી અને ઘણી જગ્યા પર ગરીબ લોકો માટે સેવાકીય સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવતા હોય છે. ત્યારે આજે એક એવા દંપતીની વાત કરવી છે કેજે એક ફૂડ ટ્રક ચલાવે છે પરંતુ આ ફૂડ ટ્રકમાં તેઓ લોકોને એક પણ રૂપિયો લીધા વગર લોકોને ભોજન કરાવે છે. આ ફૂડ ટ્રકનું નામ તેમને મંજુ બાનું રસોડું રાખ્યું છે. અમદાવાદના બિઝનેસમેન મયુર કામદાર અને તેમના પત્ની પ્રણાલી કામદાર દ્વારા માતાના જીવનથી પ્રેરાઈને ગરીબો માટે આ સેવા શરૂ કરી છે. જેમાં આ દંપતી દ્વારા સવારે અને સાંજે 700 લોકોને એક પણ રૂપિયો લીધા વગર ભોજન આપવામાં આવે છે અને છેલ્લા 6 મહિનાના સમયમાં આ દંપતીએ 1.25 લાખ કરતાં પણ વધારે લોકો ભોજન કરાવ્યું છે. 

મયુર કામદાર એન્જિનિયરિંગ કંપની ચલાવે છે અને તેમના માતાનું અવસાન વર્ષ 2008માં થયું હતું. મયુર કામદારના માતા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન આપવાનું ચૂક્યા ન હતા અને માતા દીકરાને એવું કહેતા હતા કે, કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન સુવે. માતા મંજુ બાના આ સૂત્રને લઈને મયુર કામદાર દ્વારા અને તેની પત્ની દ્વારા મંજુ બાનું રસોડું નામથી એક ફૂડ ટ્રક શરૂ કરવામાં આવ્યો. 

મહત્વની વાત છે કે આ બિઝનેસમેન દંપતિ લોકડાઉનના બે વર્ષ પહેલાથી જ લોકો એક પણ રૂપિયો લીધા વગર ભોજન કરાવી રહ્યા છે. તેઓ રોજ તેમના ઘરેથી ફૂડ પેકેટ લઇ અલગ-અલગ ગામડાઓમાં નીકળતા હતા અને રસ્તા પર જો કોઈ ગરીબ વ્યક્તિ હોય અને તે ભૂખ્યો હોય તો તેને ફૂડપેકેટ આપતા હતા. આ દંપતી દ્વારા લોકડાઉનમાં આ સેવા બંધ કરવામાં આવી હતી પરંતુ દોઢ વર્ષ બાદ ફરીથી તેમને આ જ પ્રકારે સેવા શરુ રાખી. જે કે આ દંપતી જે જગ્યા પર જતા તે જગ્યા પર લોકો ફૂડપેકેટ લેવા માટે પડાપડી કરતા હતા અને ત્યારથી તેમને વિચાર આવ્યો કે, ગરીબ લોકોને કાયમી જમાડડીએ અને તેઓ ગરીબ લોકોને જમાડવા માટે લાઉડ સ્પીકરના માધ્યમથી સ્લમ વિસ્તારમાં જઇને જાહેરાત કરતા હતા. કામદાર દંપતિ લોકોને કહેતા હતા કે, તમે કાલે પરિવારની સાથે જમવા આવજો તમારા ઘરે જમવાનું ન બનાવતા લોકોને આમંત્રણ આપ્યા બાદ બીજા દિવસે દંપતી મંજુ બાનું રસોડું નામનો ફૂડ ટ્રક લઈને ગરીબ લોકોના ઘર સુધી પહોંચી જતા હતા. ત્યારબાદ તેમને ગરમ ગરમ જમવાનું આપતા હતા. 

મહત્વની વાત છે કે મયુર કામદારની કંપનીમાં 200 લોકોને જમાડવામાં આવે છે અને એકસાથે 900 લોકોનું જમવાનું બનાવવામાં આવે છે એટલે કંપનીના 200 લોકોને ભોજન આપી ત્યારબાદ અન્ય શહેરના 700 જેટલા લોકોને આ ભોજન આપવામાં આવે છે. મહત્વની વાત છે કે ગરીબો માટે જે ભોજન બનાવવામાં આવી છે તેમાં પણ ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે છે. ભોજન બનાવ્યા બાદ ત્રણ વ્યક્તિની ટીમ ભોજનની ચકાસણી માટે રાખવામાં આવી છે અને ભોજનની ચકાસણી બાદ જ ભોજનને મંજુ બાનું રસોડું નામના ટ્રકમાં લોડ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ લોકોને ફુડ પેકેટ આપવામાં આવે છે. 

મહત્વની વાત એ પણ છે કે દરેક વ્યક્તિ પોતે ખરીદી ન શકે અને જમીન ન શકતા હોય તેવું ભોજન ગરીબ લોકોને આપવામાં આવે છે. આ ફૂડમાં વાનગી લિમિટેડ હોય છે પરંતુ જમવાનું પણ અનલિમિટેડ હોય છે અને જો કોઈ વખત જમવાનું પૂરું થઈ જાય તો તાત્કાલિક સ્થળ પર જ જમવાનું બનાવવામાં આવે છે. 

મહત્વની વાત છે કે આ માટે જે 5 યુવક ભોજન બનાવે છે તે પણ કોર્પોરેટ કંપનીમાં કામ કરે છે પરંતુ આપણા લોકો સ્વેચ્છાએ સેવા આપે છે. તો કામદાર દંપતી કોઈ દિવસ કામ આવ્યું હોવાના કારણે ભોજન સમારંભમાં હાજર ન રહી શકે તો આ પાંચ લોકોની ટીમ જ આખા રસોડાની જવાબદારી સંભાળી લે છે.

મયુર કામદારના પત્ની પ્રણાલી કામદારો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, મેં મારી સાસુનો વારસો જાળવી રાખ્યો છે. જ્યારે હું બહાર હોવ ત્યારે પણ એક જ વિચાર આવે છે કે, ક્યારે 10:30 થાય અને હું રસોડામાં જઈને જમવાનું બનવું. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, હું મારા બિઝનેસમાંથી રોજ સવારે અને સાંજે બે કલાક રસોડા માટે ફાળવુ છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp